Tokyo Olympics 2020 Live : મહિલા હોકીમાં બ્રોન્ઝ મેડલની આશા, કુસ્તીમાં રવિ દહિયાનું શાનદાર પ્રદર્શન, લવલીનાએ જીત્યો બ્રોન્ઝ મેડલ
Tokyo Olympics 2020 Live Update : લવલીના બોરગોહેન વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બુસેનાઝ સુરમેનેલી સામે સેમીફાઇનલમાં હારી ગયા છે. લવલીનાને 0-5થી હાર મળી છે. આ સાથે જ લવલીનાના અભિયાનનો અંત થયો છે. તેમને કાંસ્ય પદકથી જ સંતોષ કરવો પડશે.
Tokyo Olympics 2020 Live :ટોક્યો ઓલિમ્પિકમાં આજનો દિવસ ભારતીય રમત ઇતિહાસનો સ્વર્ણિમ દિવસમાંથી એક થઇ શકે છે. આજે ભારતીય મહિલા હૉકી ટીમ ફાઇનલમાં જગ્યા મેળવવા માટે ઉતરશે. તેમનો સામનો અર્જેન્ટીના સામે છે. મહિલા બૉક્સર લવલીના બોરગોહેન પણ ફાઇનલમાં જગ્યા મેળવવા રમશે. તે પોતાનુ કાંસ્ય પદક પાકકુ કરી ચૂક્યા છે. કુશ્તી મુકાબલામાં ભારતના ત્રણ પહેલવાન રવિ દહિયા,દીપક પુનિયા અને અંશુ મલિક દાવેદારી કરશે.
નીરજ દેશના પહેલા એવા એથ્લીટ છે જેમણે જેવલીન થ્રોના ફાઇનલમાં જગ્યા મેળવી છે. સાથે જે ઓલિમ્પિકના એથ્લેટિક્સ ઇવેન્ટના ફાઇનલમાં જગ્યા મેળવનારા 12માંએથ્લીટ છે.
લવલીના બોરગોહેન વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બુસેનાઝ સુરમેનેલી સામે સેમીફાઇનલમાં હારી ગયા છે. લવલીનાને 0-5થી હાર મળી છે. આ સાથે જ લવલીનાના અભિયાનનો અંત થયો છે. તેમને કાંસ્ય પદકથી જ સંતોષ કરવો પડશે.
દીપક પુનિયાએ ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવી છે તેમણે ચીનના જુશેન લિનને 6-3થી હાર આપી છે. દીપક ટોક્યો ઓલિમ્પિકનાસેમીફાઇનલમાં પહોંચનારા ભારતના બીજા રેસલર છે. આ પહેલા રવિ કુમારે 57 કિલોગ્રામ વર્ગમાં સેમીફાઇનલમાં જગ્યા મેળવી છે
કુસ્તીબાજ રવિ કુમારે ઈતિહાસ રચ્યો છે. તેણે કઝાખસ્તાનના સનાયેવ નુરીસ્લામને હરાવીને પુરૂષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વર્ગમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે રવિએ સિલ્વર મેડલ ફાઈનલ કર્યો છે.
ભારતની મહિલા હોકી ટીમ પણ સેમીફાઇનલમાં આગળ વધી શકી નહિ. તેઓ આર્જેન્ટિનાના હાથે 1-2થી હાર મળી છે. ટીમ ઇન્ડિયા હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે. મહિલા ટીમ પહેલા પુરુષોની ટીમ પણ સેમી ફાઇનલ મેચ હારી ગઈ હતી.
LIVE NEWS & UPDATES
-
Tokyo Olympics 2020 Live : બ્રોન્ઝ મેડલ માટે મેચ ક્યારે રમાશે?
ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચે મહિલા હોકીની બ્રોન્ઝ મેડલ મેચ 6 ઓગસ્ટના રોજ રમાશે. પુરુષોની બ્રોન્ઝ મેડલ મેચ 5 ઓગસ્ટના રોજ યોજાશે, જેમાં ભારતનો મુકાબલો જર્મની સામે થશે.
-
Tokyo Olympics 2020 Live : બ્રોન્ઝ મેડલની આશા જીવંત છે
સેમીફાઇનલ મેચ હાર્યા બાદ ભારતીય મહિલા હોકી ટીમ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીતવાની રેસમાંથી બહાર છે. પરંતુ તેની પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની આશા હજુ જીવંત છે. મહિલા હોકીમાં બ્રોન્ઝ મેડલ માટે ભારત ગ્રેટ બ્રિટન સામે ટકરાશે. ગ્રેટ બ્રિટનની ટીમ પ્રથમ સેમિફાઇનલમાં નેધરલેન્ડ સામે હારી ગઇ હતી. નેધરલેન્ડે તેને 5-1થી હાર આપી હતી. નેધરલેન્ડ અને આર્જેન્ટિના હવે ગોલ્ડ અને સિલ્વર મેડલ માટે એકબીજા સામે ટકરાશે.
-
-
Tokyo Olympics 2020 Live : ભારતીય મહિલા હોકી ટીમ સેમીફાઇનલમાં હાર મળી
ભારતની મહિલા હોકી ટીમ પણ સેમીફાઇનલમાં આગળ વધી શકી નહિ. તેઓ આર્જેન્ટિનાના હાથે 1-2થી હાર મળી છે. ટીમ ઇન્ડિયા હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે. મહિલા ટીમ પહેલા પુરુષોની ટીમ પણ સેમી ફાઇનલ મેચ હારી ગઈ હતી.
-
Tokyo Olympics 2020 Live ભારતની લીડ પર નજર, ચોથા ક્વાર્ટરની રમત શરૂ
મહિલા હોકીની બીજી સેમીફાઇનલમાં ચોથા એટલે કે છેલ્લા ક્વાર્ટરની રમત શરૂ થઇ ગઇ છે. આ ક્વાર્ટરમાં, ભારત આર્જેન્ટિનાની લીડને સમાપ્ત કરવા માંગશે. ત્યાર બાદ લીડ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે
-
Tokyo Olympics 2020 Live : ત્રીજો ક્વાર્ટર પૂરો થયો
ત્રીજો ક્વાર્ટર પૂરો થયો. આ ક્વાર્ટરમાં આર્જેન્ટિનાનું વર્ચસ્વ રહ્યું. તે 2-1થી આગળ છે. હવે મેચમાં 15 મિનિટ બાકી છે. ટીમ ઈન્ડિયાએ જીતવું હોય તો ચોથા ક્વાર્ટરમાં સારો દેખાવ કરવો પડશે
-
-
Tokyo Olympics 2020 Live : ભારતીય હોકી ટીમને લાગ્યો ઝટકો
ભારતીય ટીમને ઝટકો લાગ્યો છે. નેહા ગોયલને 39 મી મિનિટમાં ગ્રીન કાર્ડ બતાવવામાં આવ્યું. તે આગામી બે મિનિટ માટે બહાર બેસશે અને ભારતીય ટીમ 10 ખેલાડીઓ સાથે રમશે.
-
Tokyo Olympics 2020 Live : ભારત-આર્જેન્ટિના વિજેતાની નેધરલેન્ડ સામે ફાઇનલ રમશે
ભારત અને આર્જેન્ટિના વચ્ચે જે પણ ટીમ જીતશે તેને ફાઇનલમાં ટિકિટ મળશે, જ્યાં તેનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. નેધરલેન્ડે મહિલા હોકીની પ્રથમ સેમિફાઇનલમાં ગ્રેટ બ્રિટનને 5-1થી હરાવ્યું હતું. મહિલા હોકીની અંતિમ મેચ 6 ઓગસ્ટના રોજ રમાશે.
-
Tokyo Olympics 2020 Live : આર્જેન્ટિનાએ 2-1ની લીડ મેળવી
આર્જેન્ટિના આક્રમક હોકી બતાવી રહ્યું છે,આર્જેન્ટિનાને અત્યાર સુધીની મેચમાં અડધો ડઝન પેનલ્ટી કોર્નર મળ્યા છે, જેમાંથી તેણે 2 ને ગોલમાં રૂપાંતરિત કર્યા છે. બીજા ક્વાર્ટરમાં મેચ બરાબરી કર્યા બાદ આર્જેન્ટિનાએ ત્રીજા ક્વાર્ટરમાં લીડ મેળવી લીધી હતી. આર્જેન્ટિનાએ ભારતીય ગોલપોસ્ટ પરના બંને ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા કર્યા હતા.
-
Tokyo Olympics 2020 Live : ત્રીજો ક્વાર્ટર શરૂ
ભારત અને આર્જેન્ટિના વચ્ચે સેમીફાઇનલ મેચનો ત્રીજો ક્વાર્ટર શરૂ થઇ ગયો છે. બંને ટીમોએ અત્યાર સુધી 1-1 ગોલ કર્યા છે.
-
Tokyo Olympics 2020 Live : હોકી ટીમનો પ્રથમ હાફ પૂર્ણ
પહેલો હાફ પૂરો થયો અને સ્કોર 1-1ની બરાબરી પર છે. ભારત અને આર્જેન્ટિના બંનેએ 30 મિનિટની આ રમતમાં શાનદાર રમી છે. બંને વચ્ચે ઉગ્ર સ્પર્ધા છે. જ્યારે ટીમ ઇન્ડિયાએ પ્રથમ ક્વાર્ટરમાં આર્જેન્ટિનાએ બીજા ક્વાર્ટરમાં ગોલ કર્યો હતો. બંને ટીમોને પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કરવાની તક મળી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.
-
Tokyo Olympics 2020 Live : ભારતીય હોકી ટીમ સારું રમી રહી છે
ભારતીય હોકી ટીમ સારું રમી રહી છે. ગ્રુપ સ્ટેજની મેચ બાદ આ ટીમ સંપૂર્ણપણે અલગ દેખાય છે. ખેલાડીઓમાં જબરદસ્ત આત્મવિશ્વાસ રહ્યો છે. ટીમ ઇન્ડિયાને 27મી મિનિટમાં બીજો પેનલ્ટી કોર્નર મળ્યો. ત્યારબાદ આર્જેન્ટિનાએ એક વીડિયો રેફરલ લીધો, જે તેમની તરફેણમાં નીકળ્યો અને ભારતનો પેનલ્ટી કોર્નર રદ્દ કરવામાં આવ્યો.
-
Tokyo Olympics 2020 Live : ગુરજીત કૌર આ વખતે નિષ્ફળ રહી
ટીમ ઇન્ડિયાને 26મી મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો. આ તેનો બીજો પેનલ્ટી કોર્નર છે. ગુરજીત કૌરે આ વખતે પણ શાનદાર પ્રયાસ કર્યો, પરંતુ આર્જેન્ટિનાની ગોલકીપર મારિયા બેલેને પોતાની ટીમ માટે એક ગોલ બચાવ્યો હતો.
-
Tokyo Olympics 2020 Live : આર્જેન્ટિનાએ પ્રથમ ગોલ કર્યો હતો
આર્જેન્ટિનાએ પહેલો ગોલ કર્યો છે. 18 મી મિનિટમાં તેની તરફથી ગોલ થયો હતો. નોએલ બેરિયોનેવોએ આ ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા કર્યો હતો.
18′ Argentina get their third Penalty Corner.
Noel Barrionuevo scores the equaliser for her team.
🇦🇷 1:1 🇮🇳#ARGvIND #HaiTayyar #IndiaKaGame #Tokyo2020 #TeamIndia #TokyoTogether #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey
— Hockey India (@TheHockeyIndia) August 4, 2021
-
Tokyo Olympics 2020 Live : ભારતનો શાનદાર ડિફેન્સ
પહેલા ક્વાર્ટરમાં 7 મિનિટ બાકી હોવાથી આર્જેન્ટિનાને પ્રથમ પેનલ્ટી કોર્નર મળ્યો. જો કે, ભારતીય ડિફેન્ડર્સે શાનદાર બચાવ કર્યો અને તેનો ગોલ કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. આ સાથે ભારતની 1-0ની લીડ અકબંધ છે.
17′ Second Penalty Corner of the game for Argentina.
They try variations but Indian defenders stay alert and India win a free hit.
🇦🇷 0:1 🇮🇳#ARGvIND #HaiTayyar #IndiaKaGame #Tokyo2020 #TeamIndia #TokyoTogether #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey
— Hockey India (@TheHockeyIndia) August 4, 2021
-
Tokyo Olympics 2020 Live : ભારત આર્જેન્ટિનાથી 1-0થી આગળ
ભારતની મહિલા હોકી ટીમે શાનદાર શરૂઆત કરી છે. તેણે પ્રથમ ક્વાર્ટરમાં જ ગોલ કર્યો છે. ગુરજીત કૌરે પેનલ્ટી કૌર દ્વારા આ ગોલ કર્યો છે. ભારત આર્જેન્ટિનાથી 1-0થી આગળ છે.
-
Tokyo Olympics 2020 Live : ભારતીય મહિલા હોકી ટીમ પાસે ઈતિહાસ રચવાની તક છે
ભારત અને અર્જેન્ટીના હોકી મુકાબલા શરૂ થયો છે. મહિલા હોકી ટીમ પાસ આજે ઈતિહાસ રચવાની તક છે. પહેલી વખત સેમીફાઈનલમાં મહિલા ટીમ આજે જીતી જાય છે તે 41 વર્ષનો રેકોર્ડ તોડશે.
-
Tokyo Olympics 2020 Live : દીપક પૂનિયા ફાઇનલની રેસમાંથી બહાર
દીપક પૂનિયાએ પુરુષોની ફ્રી સ્ટાઇલ 86 કિગ્રા વર્ગની સેમિફાઇનલ મેચ હાર થઈ છે. તેને અમેરિકાના ટેલર ડેવિડ મોરિસ દ્વારા હરાવવામાં આવ્યો છે. દીપકે આ મેચ 0-10થી હારી છે.
-
Tokyo Olympics 2020 Live : ભારતના ખાતામાં 4 મેડલ આવ્યા છે
રવિ કુમાર દહિયાની જીત સાથે ભારતના ખાતામાં 4 મેડલ આવ્યા છે. રવિ કુમાર ઉપરાંત મીરબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં, પીવી સિંધુએ બેડમિન્ટનમાં અને બોક્સીંગમાં લવલીના બોરગોહેઈન મેડલ જીત્યો છે.
-
Tokyo Olympics 2020 Live : કુસ્તીમાં રવિએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં જગ્યા બનાવી
કુસ્તીબાજ રવિ કુમારે ઈતિહાસ રચ્યો છે. તેણે કઝાખસ્તાનના સનાયેવ નુરીસ્લામને હરાવીને પુરૂષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વર્ગમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે રવિએ સિલ્વર મેડલ ફાઈનલ કર્યો છે. રવિ કુમાર શરૂઆતની મેચમાં પાછળ હતો. તે 5-9થી પાછળ હતો.
-
Tokyo Olympics 2020 Live : ઓલિમ્પિક કુસ્તીમાં ભારતના મેડલ
ઓલિમ્પિક કુસ્તીમાં ભારતના મેડલ
1. સુશીલ કુમાર
બ્રોન્ઝ મેડલ, બેઇજિંગ ઓલિમ્પિક્સ (2008)
સિલ્વર મેડલ, લંડન ઓલિમ્પિક્સ (2012)
2. યોગેશ્વર દત્ત
રેપચેજમાં હરિયાણાના કુસ્તીબાજના દાવ
બ્રોન્ઝ મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)
3. સાક્ષી મલિક
બ્રોન્ઝ મેડલ: રિયો ઓલિમ્પિક (2016)
4. રવિ દહિયા
ટોક્યો ઓલિમ્પિક્સ (2016)
-
Tokyo Olympics 2020 Live : કુસ્તી બ્રેક સુધીમાં રવિ દહિયા 2-1 આગળ
પહેલા બ્રેક સુધીમાં રવિ દહિયાએ 2-1ની લીડ હાંસલ કરી લીધી છે, જોકે આ લીડ કુસ્તીમાં ખૂબ જ ટૂંકી છે કારણ કે, અહીં દર સેકન્ડમાં પરિસ્થિતિ બદલાય છે. રવિએ તેની અગાઉની મેચની જેમ લીડ મેળવવી પડશે.
-
Tokyo Olympics 2020 Live : કુસ્તી – રવિ દહિયાની મેચ થોડા સમયમાં શરૂ થશે
થોડા સમયમાં ભારતના યુવાન કુસ્તીબાજ રવિ દહિયા 57 કિલો વર્ગમાં તેની સેમિફાઇનલ મેચમાં પ્રવેશ કરશે. આ મેચમાં તેનો મુકાબલો કઝાકિસ્તાનના સનાયેવ નુરીસ્લામ સામે થશે.
-
Tokyo Olympics 2020 Live : રાષ્ટ્રપતિએ લવલીના બોર્ગોહેનને અભિનંદન આપ્યા
રાષ્ટ્રપતિ, વડાપ્રધાને મુક્કેબાજ લવલીના બોરગોહૈને તેની પ્રથમ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ અભિનંદન પાઠવ્યા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કર્યું, ‘તમે તમારી મહેનત અને સમર્પણથી સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. ઓલિમ્પિક બોક્સિંગ ઇવેન્ટમાં તમારો બ્રોન્ઝ મેડલ યુવાનો, ખાસ કરીને યુવતીઓને પડકારોનો સામનો કરીને સપના સાકાર કરવા પ્રેરણા આપશે.
Congratulations to Lovlina Borgohain! With your hard work and dogged determination, you have done the nation proud. Your Bronze medal in boxing at the Olympics Games will inspire the youth, especially young women, to battle with challenges and turn their dreams into reality.
— President of India (@rashtrapatibhvn) August 4, 2021
-
Tokyo Olympics 2020 Live : બ્રોન્ઝ જીત્યા બાદ લવલીનાનું નિવેદન
ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ખુશ નથી પરંતુ ભારતીય બોક્સર લવલીના બોરગોહેને બુધવારે જણાવ્યું હતું કે, તેના છેલ્લા 8 વર્ષના બલિદાન તેના માટે મોટો પુરસ્કાર છે અને હવે તે 2012 પછી તેની પ્રથમ રજા લઈને ઉજવણી કરશે.
-
Tokyo Olympics 2020 Live : મહિલા ગોલ્ફ – અદિતિ અશોક બીજા સ્થાન
પહેલા રાઉન્ડના અંત બાદ અદિતિએ 67 રન બનાવ્યા છે અને તે બીજા સ્થાને છે. હવે તેમને વધુ ત્રણ રાઉન્ડમાં ભાગ લેવાનો છે, તે પછી જ મેડલ નક્કી થશે. અદિતિ બે રાઉન્ડ બાદ રિયો ઓલિમ્પિકમાં આઠમા સ્થાને રહી હતી.
-
Tokyo Olympics 2020 Live : લવલીનાના ગામમાં જશ્નનો માહોલ
ઓલિમ્પિકમાં મેડલ જીતવાની ખુશીમાં તેના ઘર સુધી એક રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, અહીં વર્ષોથી રસ્તો બનાવવામાં આવ્યો ન હતો, પરંતુ લવલીનાના કારણે આ શક્ય બન્યું છે.
Assam | Construction work underway on the road to boxer Lovlina Borgohain’s residence in Golaghat district ahead of her semi-final bout in #TokyoOlympics later today
“This road is built after many years. I pray for her victory. People are hoping for her win,” says a local pic.twitter.com/zr0J1bjqQ4
— ANI (@ANI) August 4, 2021
-
Tokyo Olympics 2020 Live : રાજનાથ સિંહે લવલીનાને અભિનંદન આપ્યા
દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવા બદલ લવલીના બોરગોહેનને અભિનંદન પાઠવ્યા છે. લવલીના ટોક્યોથી બ્રોન્ઝ મેડલ સાથે પરત ફરશે.
The stupendous performance by @LovlinaBorgohai in the women’s Boxing competition at the #Olympics is a moment of great pride for everyone in the country. Congratulations to her for the Bronze Medal in #Tokyo2020
— Rajnath Singh (@rajnathsingh) August 4, 2021
-
Tokyo Olympics 2020 Live : આસામના મુખ્યપ્રધાને લવલીનાને અભિનંદન પાઠવ્યા
આસામના મુખ્યપ્રધાને તેમના રાજ્યની લવલીનાને ઓલિમ્પિક મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, સમગ્ર દેશને લવલીના પર ગર્વ છે.
Congratulations to Assam’s daughter @LovlinaBorgohai for bringing home the bronze medal in #Olympics boxing. Your name will be etched in golden letters in the history of Assam. The entire nation is proud of your phenomenal achievement. pic.twitter.com/HbKcXSryGf
— Himanta Biswa Sarma (@himantabiswa) August 4, 2021
-
પીએમ મોદીએ લવલીનાને આપી શુભકામના
લવલીના ખૂબ લડ્યા ! બોક્સિંગ રિંગમાં તેમની સફળતા કેટલાય ભારતીયોને પ્રેરિત કરે છે. તેમની દ્રઢતા અને દ્રઢ સંકલ્પ સરાહનીય છે. કાંસ્ય પદક જીતવા પર તેમને શુભકામના તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામના
Well fought @LovlinaBorgohai! Her success in the boxing ring inspires several Indians. Her tenacity and determination are admirable. Congratulations to her on winning the Bronze. Best wishes for her future endeavours. #Tokyo2020
— Narendra Modi (@narendramodi) August 4, 2021
-
બોક્સર લવલીનાની સેમિફાઇનલમાં હાર
લવલીના બોરગોહેન વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બુસેનાઝ સુરમેનેલી સામે સેમીફાઇનલમાં હારી ગયા છે. લવલીનાને 0-5થી હાર મળી છે. આ સાથે જ લવલીનાના અભિયાનનો અંત થયો છે. તેમને કાંસ્ય પદકથી જ સંતોષ કરવો પડશે.
-
બીજો રાઉન્ડ પણ પણ લવલીના હાર્યા
લવલીના બીજો રાઉન્ડ પણ હારી ચૂક્યા છે આ રાઉન્ડમાં પણ તેમને 5-0થી હાર મળી છે.પાંચ જજે લવલીનાને 9-9 અંક આપ્યા જ્યારે બુસેનાજ સુરમેનેલીને 10-10 અંક આપ્યા
-
બોક્સર લવલીના પહેલો રાઉન્ડ હાર્યા
લવલીના પહેલો રાઉન્ડ હાર્યા, તેઓ 5-0થી પહેલો રાઉન્ડ હાર્યા
-
લવલીના બોરગોહેનનો મુકાબલો શરુ
લવલીના બોરગોહેનનો મુકાબલો શરુ 69 કિગ્રા વર્ગના સેમીફાઇનલમાં તેમનો સામનો વર્લ્ડ ચેમ્પિયન તુર્કીના બુસેનાજ સુરમેનેલી સામે છે.
-
અંશુ મલિકની મેડલની આશા યથાવત
આ વચ્ચે 57 કિલોગ્રામ વર્ગમા અંશુ મલિક પાસેથી મેડલની આશા યાથાવત છે. કારણ કે હરાવવાવાળા ઇરિના સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. જો તેઓ મુકાબલો જીતી જાય છે તો અંશુ રેપેચેજ રાઉન્ડ રમશે.
-
દીપક પુનિયા પહોંચ્યા સેમીફાઇનલમાં
દીપક પુનિયાએ ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવી છે તેમણે ચીનના જુશેન લિનને 6-3થી હાર આપી છે. દીપક ટોક્યો ઓલિમ્પિકના સેમીફાઇનલમાં પહોંચનારા ભારતના બીજા રેસલર છે. આ પહેલા રવિ કુમારે 57 કિલોગ્રામ વર્ગમાં સેમીફાઇનલમાં જગ્યા મેળવી છે.
-
રેસલર રવિ કુમાર પહોંચ્યા સેમિફાઇનલમાં
રવિ કુમાર પુરુષોના ફ્રીસ્ટાઇલ 57 કિલોગ્રામ વર્ગના સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. તેમને ક્વાર્ટરફાઇનલમાં બુલ્ગારિયાના જૉડી વૈંગેલોને 14-4થી હરાવ્યા છે.
-
રેસલિંગ – રવિ કુમારનો મુકાબલો શરુ
રવિ કુમારનો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો શરુ થઇ ગયો છે. તેમનો સામનો બુલ્ગારિયાના જૉર્ડી વૈંગેલોવ સામે છે.
-
રેસલિંગ – દીપક પુનિયાએ નાઇજીરિયાના રેસલરને આપી હાર
દીપક પુનિયાએ મુકાબલો પોતાને નામ કર્યો તેમણે નાઇજીરિયાના રેસલરને 12-1થી હરાવ્યા અને મેચ જીત્યા અને પછીના રાઉન્ડમાં જગ્યા મેળવી
-
રેસલિંગ – અંશુ 2-8થી હાર્યા મુકાબલો
ભારતના અંશુ ઓલિમ્પિકમાં પહેલો મુકાબલો હારી ગયા છે. અંશુને દુનિયાની નંબર ત્રણ રેસલર ઇરિના કુરાચિકિનાએ 2-8થી મ્હાત આપી છે. જો કે અંશુ સંપૂર્ણ રીતે બહાર નથી થઇ ગયા. જો તેઓ ફાઇનલમાં પહોંચી જાય છે તો અંશુને બ્રોન્ઝ જીતવાનો મોકો મળશે.
-
અંશુ મલિકનો મુકાબલો શરુ
ભારતના મહિલા રેસલર અંશુ મલિકનો મુકાબલો શરુ થઇ ગયો છે. તેમનો સામનો ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા વર્ગમાં બેલારુસની ઇરિના કુરાચિકિના સામે છે.
-
રેસલર રવિની જીત સાથે શરુઆત
રેસલર રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનો પહેલો મુકાબલો જીતી લીધો છે. તેમણે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાના પહેલવાન ઑસ્કર,ટિગરેરોસ ઉરબાનોને મ્હાત આપી છે. રવિ કુમારે આ મેચ 13-2થી પોતાના નામે કરી છે.
-
રવિ કુમારનો મુકાબલો શરુ
રેસલર રવિ કુમારનો મુકાબલો શરુ થઇ ગયો છે. પુરુષ ફ્રીસ્ટાઇલમાં 57 કિલોગ્રામ વર્ગમાં તેમનો સામનો કોલંબિયાના ઑસ્કર ટિગરેરોસ ઉરબાનો સાથે છે.
-
જેવલિન થ્રો – શિવપાલ યાદવ ફાઇનલ માટે ક્વોલિફાઇ ન કરી શક્યા.
શિવપાલ યાદવે પોતાના બીજા પ્રયાસમાં 74.80મીટર દૂર જેવલિન ફેંક્યુ ત્યારબાદ તેમનો છેલ્લો થ્રો 74.81મીટર રહ્યો. જો કે આ સ્કોર તેમને ફાઇનલમાં લઇ જવા માટે પૂરતો નહોતો.
-
સાત ઓગષ્ટે જેવલિન થ્રોનો સામનો
જેવલિન થ્રોમાં આજે માત્ર ક્વોલિફાઇ રાઉન્ડ થશે. આ ઇવેન્ટનુ ફાઇનલ સાત ઓગષ્ટ સાંજે સાંજ રમાશે. ત્યાં સુધી નીરજ પાસે તૈયારીનો મોકો છે.
-
જેવલિન થ્રો – શિવપાલ બીજા પ્રયાસમ બાદ 10માં સ્થાન પર
શિવપાલ સિંહે બીજા પ્રયાસમાં કર્યા નિરાશ. બીજા પ્રયાસમાં તેમનો થ્રો 76.40 મીટર રહ્યો શિવપાલ સિંહ અત્યારે 10માં સ્થાન પર છે.
-
જેવલિન થ્રો – શિવપાલ યાદવની શરુઆત એવરેજ
ગ્રુપ બીમાં શિવપાલ યાદવે પોતાના પહેલા પ્રયાસમાં 76.40મીટર દૂર જેવલિન ફેંક્યો. પોતાના ગ્રુપમાં તેઓ ચોથા સ્થાન પર પહોંચ્યા.
-
જુઓ નીરજ ચોપડાનો ઐતિહાસિક થ્રો
.@Neeraj_chopra1 made entering an Olympic final look so easy! 😲😱
Neeraj's FIRST attempt of 86.65m in his FIRST-EVER #Olympics was recorded as the highest in men's Group A, beating @jojo_javelin's 85.64m 👏#StrongerTogether | #UnitedByEmotion | #Tokyo2020 | #BestOfTokyo pic.twitter.com/U4eYHBVrjG
— Olympic Khel (@OlympicKhel) August 4, 2021
-
જેવલિન થ્રો – નીરજ ચોપડા માટે સરળ નહી હોય ફાઇનલ
ક્વોલિફાઇંગ રાઉન્ડમાં નીરજ ચોપડા ટૉપ પર રહ્યા પરંતુ તે પણ સાચુ ચે કે ફાઇનલનુ દબાણ આનાથી અનેક ગણુ વધારે હશે
-
જેવલિન થ્રો- શિવપાલ યાદવ હશે એકશનમાં
જેવલિન થ્રોમાં ભારતની સફર હજી યથાવત છે. થોડી વારમાં બીજા ગ્રુપના ખેલાડી રમત શરુ કરશે.આ ગ્રુપ બીમાં શિવપાલ યાદવ પણ સામેલ છે.
-
જેવલિન થ્રો – નીરજે એક જ થ્રોમાં બનાવ્યા અનેક રેકોર્ડ
નીરજ દેશના પહેલા એવા એથ્લીટ છે જેમણે જેવલીન થ્રોના ફાઇનલમાં જગ્યા મેળવી છે. સાથે જે ઓલિમ્પિકના એથ્લેટિક્સ ઇવેન્ટના ફાઇનલમાં જગ્યા મેળવનારા 12માંએથ્લીટ છે.
-
જેવલિન થ્રો – 15માં સ્થાન પર થ્રો કરવા આવશે નીરજ ચોપડા
ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 32 એથ્લીટ છે જેમણે બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. ટૉપ 12 ખેલાડી આગામી રાઉન્ડમાં જશે. બેમાંથી એક ગ્રુપમાં નીરજ ચોપડા અને બીજામાં શિવપાલ યાદવ હશે.
-
રોમાનિયાના Alexandru Novacએ પહેલા પ્રયાસમાં 83.27 મીટર દૂર ભાલો ફેંક્યો
રોમાનિયાના Alexandru Novacએ પહેલા પ્રયાસમાં 83.27 મીટર દૂર ભાલો ફેંક્યો. તે ક્વોલિફિકેશનના 83.50મીટરથી ઓછુ છે.
-
જેવલિન થ્રો – પુરુષ ભાલા ફેંકનો ક્વોલિફિકેશન રાઉન્ડ શરુ
પુરુષ ભાલા ફેંકનો ક્વોલિફિકેશન રાઉન્ડ શરુ થઇ ચૂક્યો છે. અત્યારે ગ્રુપ-એનો મુકાબલો થઇ રહ્યો છે. જેમાં ભારતના નીરજ ચોપડા ભાગ લઇ રહ્યા છે. દરેક એથ્લીટને ત્રણ પ્રયાસ મળશે. ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે 83.50 મીટરનો થ્રો હોવો જોઇએ અથવા ટૉપ-12માં હોવા જોઇએ
-
થોડી વારમાં નીરજ ચોપડાનો મુકાબલો
પુરુષ ભાલા ફેંક ક્વોલિફિકેશન રાઉન્ડ શરુ થવાનો છે.પહેલા ક્વોલિફિકેશનમાં ગ્રુ-એમાં સામેલ એથ્લીટ ભાગ લેશે. જેમાં ભારતના નીરજ ચોપડા સામેલ છે. ત્યાર બાદ 07:05 વાગે ગ્રુપ બીનો ક્વોલિફિકેશન રાઉન્ડ શરુ થશે.ભારતના શિવપાલ સિંહ ભાગ લેશે.
Published On - Aug 04,2021 5:27 PM