Tokyo Olympics 2020: ટોક્યોમાં ખીલ્યું ભારતનું “કમલ”, ટેબલ ટેનિસના ત્રીજા રાઉન્ડમાં શરથ કમલે કર્યો પ્રવેશ
ટોક્યો ઓલિમ્પિક્સનો આજે ચોથો દિવસ છે. ત્યારે ભારત માટે આજનો દિવસ મહત્વનો સાબિત થઈ શકે એમ છે. ફેન્સિંગ રમતમાં ભવાની દેવીએ ઈતિહાસ રચ્યા બાદ ટેબિલ ટેનિસમાં પણ ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે.
ટોક્યો ઓલિમ્પિક્સની અત્યાર સુધીની સફરમાં ભારત માટે ચોથો દિવસ મહત્વનો સાબિત થઈ શકે એમ છે. ટોક્યો ઓલિમ્પિકમાં શરૂઆતથી જ ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે. ટેબલ ટેનિસ મેચમાં (Table tennis) ભારતના શરથ કમલે બે મેચમાં વિજય મેળવ્યો છે. ટોક્યોના ટેબલ પર કમલની રમત જોઈને ભારત માટે પણ મેડલની આશા જાગી ગઈ છે. ભારતના સૌથી અનુભવી ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલે(Sharath Kamal) બીજા રાઉન્ડની મેચ જીતીને ત્રીજા રાઉન્ડમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે.
સર્વે રાઉન્ડમાં શરથ કમલ પોર્ટુગલના (Portugal) ટિયાગો એપોલોનીયા સામે મેચ જીત્યો હતો. ફક્ત 6 રમતોમાં પુરુષ સિંગલ્સના (Men Singles) ત્રીજા રાઉન્ડ માટે 7 રમતોની આ મેચ જીતી. જેમાં ભારતના શરથ કમલે 4-2થી મેચ જીતી હતી.
ઓલમ્પિકમાં ખીલ્યું ભારતનું “કમલ”
શરથ કમલે મેચમાં ધીમી શરૂઆત કરી હતી. તેઓ પોર્ટુગલની એપોલોનિયા સામેની પ્રથમ ગેમ 2-11ના વિશાળ અંતરે હારી ગયા હતા. પરંતુ આ પછી શરત કમલે બીજી ગેમમાં ધમાકેદાર વાપસી કરીને મેચ 11-8થી મેચ જીતી લીધી હતી. મેચની ત્રીજી રમત પણ શરથ કમલના નામે જ હતી જેમાં તેણે 11-5થી મેચ જીતી લીધી હતી. આ રીતે, તેણે પ્રથમ 3 મેચમાં 2-1ની લીડ મેળવીને મેચ પર પ્રભુત્વ મેળવ્યું હતુ.
Kya ki shuruaat hui hai iss Monday morning ki!
Watch Sharath Kamal’s final two points from his second round 4-2 victory over #POR‘s Tiago Apolonia! #Tokyo2020 | #BestOfTokyo | #StrongerTogether | #UnitedByEmotion @sharathkamal1 pic.twitter.com/755QUihQYE
— #Tokyo2020 for India (@Tokyo2020hi) July 26, 2021
શરથ છેલ્લી ઓલિમ્પિક્સને યાદગાર બનાવવા માંગશે
શરથે 5મી ટેનિસ રમત 11-6થી જીતી હતી. જ્યારે છઠ્ઠી મેચમાં તેણે એપોલોનિયાને 11-9થી હાર આપી હતી. ઉલ્લેખનીય છે કે, 39 વર્ષના શરથ કમલનું આ છેલ્લું ઓલિમ્પિક (Olympic) હોઈ શકે છે. તેથી તે યાદગાર બનાવવા માટે તે તમામ શક્ય પ્રયત્નો કરશે.