Tokyo Olympics 2020 Live: ભારતીય મહિલા હોકી ટીમની સતત બીજી હાર, જર્મનીએ 2-0થી હાર આપી

Tokyo Olympics 2020 Live Updates: સુમિત નાગલની હાર સાથે ટોક્યો ઓલિમ્પિકના ટેનિસ ઇવેન્ટમાં ભારતનો પડકાર પૂર્ણ થઇ ચૂક્યો છે. ભારતે આ વખતે માત્ર પુરુષ સિંગલ્સ અને મહિલા ડબલ્સમાં ભાગ લઇ રહ્યુ હતુ. અને બંનેમાં દેશને હાર મળી છે

Tokyo Olympics 2020 Live: ભારતીય મહિલા હોકી ટીમની સતત બીજી હાર, જર્મનીએ 2-0થી હાર આપી
મહિલા હોકી ટીમની હાર

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં 25 જૂલાઇનો દિવસ ભારત માટે કંઇક ખાસ રહ્યો નહોતો. જ્યાં એક તરફ મેરીકોમ, મનિકા બત્રા જેવા ખેલાડીઓએ જીત હાંસલ કરી હતી. તો બીજી તરફ મનુ ભાકર અને યશસ્વિની દેસવાલ જેવા મેડલ દાવેદારોએ નિરાશ કર્યા હતા. બંનેનએ પોતાના ઇવેન્ટની ફાઇનલ માટે ક્વોલીફાઇ કરી શક્યા નહોતા.

તલવાર બાજીમાં ભારતનો દમ જોવા મળ્યો હતો. ભારતની સીએ ભવાની દેવીએ 15-3 થી શાનદાર જીત મેળવી દિવસની શરુઆત કરી હતી.  આ ઉપરાંત આર્ચરીમાં પણ પુરુષ ટીમે કઝાકિસ્તાનને હરાવ્યુ છે અને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યુ છે. ભારત હવે ક્વાર્ટર ફાઇનલમાં કોરિયાનો સામનો કરશે.

ભારતના ટેબલ ટેનિસ ખેલાડી અચંત શરત કમલે 6-2થી જીત મેળવી છે ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યા છે. અચંતનો હવેનો મુકાબલો ચીનના મા લોન્ગ સાથે મંગળવારે થશે.

પહેલીવાર ઓલિમ્પિકમાં રમનાર ભવાની દેવીએ ફ્રાંસના વર્લ્ડ નંબર ત્રણ ખેલાડી મૈનન બ્રુનેટને જોરદાર ટક્કર આપવાની કોશિશ કરી પરંતુ મુકાબલો 7-15થી હારી ગયા. હારવા છતા ફેંસિંગમાં ભવાની દેવીએ ઇતિહાસ રચ્યો છે.

આર્ચરીમાં કોરિયા સામે  ભારતીય પુરુષ ટીમ ક્વાર્ટર ફાઇનલમાં હારી છે. આ સાથે જ તીરંદાજીમાં મેડલ મળવાની આશા પણ પૂરી થઇ ચૂકી છે.

સુમિત નાગલની હાર સાથે ટોક્યો ઓલિમ્પિકના ટેનિસ ઇવેન્ટમાં ભારતનો પડકાર પૂર્ણ થઇ ચૂક્યો છે. ભારતે આ વખતે માત્ર પુરુષ સિંગલ્સ અને મહિલા ડબલ્સમાં ભાગ લઇ રહ્યુ હતુ. અને બંનેમાં દેશને હાર મળી છે.

ટેબલ ટેનિસના મુકાબલો શરુ થઈ ગયો છે. ભારતની મનિકા બત્રાની સામે ઓસ્ટ્રેલિયાની સોફિયા પોલકાનાવો કોર્ટમાં છે. મનિકા દુનિાની 16મી અને સોફિયા 17માં નંબરની ખેલાડી છે. મનિકા બત્રા પ્રથમ મેચ હારી છે. ઓસ્ટ્રેલિયાની સોફિયા પોલકાનોવાએ11-8થી ગેમ પોતાને નામ કરી છે

મનિકા બત્રાની ટોક્યો ઓલિમ્પિકની સફર પુરી થઈ છે. તે ત્રીજા રાઉન્ડમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી પરંતુ આગળ જઈ શકી નહિ, મનિકા પહેલા સુતીર્થા મુખર્જી બીજા રાઉન્ડમાં સીધા સેટમાં હારી હતી.ટેબલ ટેનિસની મહિલા સિંગ્લમાં ભારતની સફર પૂરી થઈ છે.

ડેનમાર્કના સ્કેટબૉર્ડર રુન ગિલબર્ગ ટોક્યો ઓલિમ્પિકમાં ડેબ્યુ કરનારી સૌથી વધુ ઉંમરની ખેલાડી બની ગઈ છે. તેમણે 46 વર્ષની ઉંમરમાં આ રમતોમાં ડેબ્યુ કર્યું હતુ. આપને જણાવી દઈએ કે, પ્રથમ વાર સ્કોટબોર્ડિંગને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી હતી.

ભારતના સાજન પ્રકાશે ટોક્યો ઓલિમ્પિકમાં કોટા મેળવ્યો છે. તેમણે ક્વોલિફિકેશન માટે ટોક્યો આવ્યા હતા અને પુરુષના 200 મીટર બટરફ્લાઈની હીટ 2માં ભાગ લીધો હતો.ભારતની સ્વિમિંગની પુરુષની 200 મીટર બટરફલાઈ સ્પર્ધાની હીટ-2માં બીજા સ્થાન પર રહ્યો છે. તેમણે 1.57.22 સેકન્ડના સમયમાં પૂર્ણ કરી હતી. સાજને એક કટ મેળવી ટોક્યો માટે ક્વોલિફાય કરી ઈતિહાસ રચ્યો હતો. કારણ કે, તે એક કટ મેળવનાર પ્રથમ ભારતીય હતો. આ તમામ હીટમાંથી ટોર્ચ-16 સ્વિમરની સેમીફાઈનલ માટે ક્વોલિફાય કરશે.

સેલિંગમાં ભારતના વિષ્ણુ સરવનન ત્રીજી રેસમાં 24માં સ્થાન પર રહ્યો હતો. ઓવરઓલ તે 34 અંકોની સાથે 25માં સ્થાન પર રહ્યો છે. ભારતીય મહિલા હોકી ટીમની સતત બીજી હાર, જર્મનીએ 2-0થી હાર આપી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 26 Jul 2021 19:19 PM (IST)

  Tokyo Olympics 2020: ભારતીય મહિલા હોકી ટીમની સતત બીજી હાર

  ભારતીય મહિલા ટીમ ટોક્યો ઓલિમ્પિક-2020ની બીજી મેચમાં હાર મળી છે. પુલ એના મેચમાં તેમને જર્મનીએ 2-0થી હાર આપી હતી. ભારતે આ મેચમાં ગત્ત મેચ કરતા સારું પ્રદર્શન કર્યું હતુ. આ મેચમાં તેમને પેનલ્ટી સ્ટ્રોક પણ મળ્યો હતો જેને ગુરજીત કૌર કરી ન શકી. ભારતને આ મેચમાં એક પેનલ્ટી કોર્નર મળ્યો છે અને ગોલ કરી શકી ન હતી.

 • 26 Jul 2021 19:08 PM (IST)

  Tokyo Olympics 2020: ભારતીય હોકી ટીમની ખેલાડી શર્મિલાને યેલો કાર્ડ મળ્યું

  ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડી શર્મિલાને યેલો કાર્ડ મળ્યું છે અને રેફરીએ 5 મિનિટ માટે મેદાનમાંથી બાહર મોકલવામાં આવી હતી. હવે ભારતીય ટીમ 10 ખેલાડી સાથે રમશે.જર્મની માટે આ એક તક હશે.

 • 26 Jul 2021 19:05 PM (IST)

  Tokyo Olympics 2020: મહિલા હોકી ત્રીજા ક્વાર્ટરમાં ભારતે તક ગુમાવી

  ભારતની પાસે ત્રીજા ક્વાર્ટરમાં બરાબરી કરવાની તક હતી પરંતુ એક પેનલ્ટી સ્ટ્રોક મળી હતી જેના પર ગોલ કરી શકી ન હતી. જેના કારણે તે બરાબરી કરી શકી નહિ. જર્મનીએ પોતાનો બીજો ગોલ કરી 2-0 આગળ છે. જેના કારણે ભારતની પાસે એક તક હતી જેને હોકી ટીમ ગોલમાં બદલી ન શકી

 • 26 Jul 2021 18:55 PM (IST)

  Tokyo Olympics 2020: ત્રીજા ક્વાર્ટરમાં જર્મની 2-0થી આગળ

 • 26 Jul 2021 18:26 PM (IST)

  Tokyo Olympics 2020: બીજા ક્વાર્ટર બાદ જર્મની 1-0થી આગળ

  બીજા ક્વાર્ટરમાં જર્મનીની ટીમે ભારતીય ટીમ પર દબાણ લાવી તે પણ ગોલ કરી શકી નહિ, ભારતીય ટીમે બીજા ક્વાર્ટરમાં સારું રમી પરંતુ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.બીજા ક્વાર્ટર બાદ જર્મની 1-0થી આગળ છે

 • 26 Jul 2021 18:18 PM (IST)

  Tokyo Olympics 2020: જર્મનીની પેનલ્ટી કૉર્નર રદ્દ કરી

  18મી મિનિટમાં રેફરીએ જર્મનીનો બીજી પેનલ્ટી કોર્નર આપી, ભારતીય ખેલાડી મોનિકા તેના પર વિરુદ્ધ કર્યો અને રિવ્યુ લીધો હતો. મોનિકા આ પ્રયાસ સફળ રહ્યો અને જર્મનીને જે પેનલ્ટી કૉર્નર મળ્યો તે રદ્દ કરી હતી.

 • 26 Jul 2021 18:10 PM (IST)

  Tokyo Olympics 2020: પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો

  મહિલા હોકી ટીમમાં પ્રથમ ક્વાર્ટર પૂર્ણ થયો છે જેમાં 15 મિનિટના સમયમાં જ ક્વાર્ટર બાદ જર્મની 1-0થી આગળ છે

 • 26 Jul 2021 18:03 PM (IST)

  Tokyo Olympics 2020: જર્મનની ટીમે પેનલ્ટી કોર્નરની સાથે ખાતું ખોલ્યું

  જર્મની ટીમે 12 મિનિટમાં જ પેનલ્ટી કોર્નર મળ્યો અને જર્મની 1-0થી આગળ થઈ હતી. જર્મની આ સાથે જ પોતાનું ખાતું ખોલ્યું અને ભારત પર દબાવ બનાવ્યો છે. નિકીનો આ ટોક્યો ઓલ્મિપિકમાં પ્રથમ ગોલ છે.

 • 26 Jul 2021 18:00 PM (IST)

  Tokyo Olympics 2020: મહિલા હોકી ટીમનો મેચ શરુ

  જર્મની મહિલા ટીમે મેચ શરુ થતા જ ભારતીય ટીમ પર દબાણ લાવવાનું શરુ કર્યું હતુ ભારતીય મહિલા ટીમ હવે જર્મની વિરુદ્ધ સારું રમી રહી છે.

   

 • 26 Jul 2021 17:30 PM (IST)

  Tokyo Olympics 2020: મીરાબાઈ ચાનુ ટોક્યો ઓલિમ્પિકમાંથી ભારત પરત ફરી

  ટોક્યોમાંથી ભારત પાછા ફરતાની સાથે જ મીરાબાઈ ચાનુનું સ્વાગત કરાયું

   

   

 • 26 Jul 2021 17:26 PM (IST)

  Tokyo Olympics 2020: થોડી વારમાં મહિલા હોકી ટીમનો મેચ શરુ થશે

  ટોક્યો ઓલિમ્પિક -2020માં ભારતનો એક માત્ર મુકાબલો બાકી રહ્યો છે. ભારતીય મહિલા હોકી ટીમ પુલ એના મેચમા જર્મનીની ટીમ સામે રમાશે. આ પહેલા મહિલા ટીમે નેધરલેન્ડ વિરુદ્ધ તેમનો પ્રથમ મેચ 5-1થી હાર મળી હતી. હવે ટીમની કોશિશ એ હશે કે, જર્મની વિરુદ્ધ જીત મેળવે.

 • 26 Jul 2021 16:35 PM (IST)

  Tokyo Olympics 2020: સેલિંગ સ્પર્ધામાં વિષ્ણુ સરવનન 25માં સ્થાને રહ્યો


  સેલિંગમાં ભારતના વિષ્ણુ સરવનન ત્રીજી રેસમાં 24માં સ્થાન પર રહ્યો હતો. ઓવરઓલ તે 34 અંકોની સાથે 25માં સ્થાન પર રહ્યો છે.

 • 26 Jul 2021 16:03 PM (IST)

  Tokyo Olympics 2020: સ્વિમિંગની સ્પર્ધામાં સાજન પ્રકાશ ચોથા સ્થાન પર રહ્યો

  ભારતની સ્વિમિંગની પુરુષની 200 મીટર બટરફલાઈ સ્પર્ધાની હીટ-2માં બીજા સ્થાન પર રહ્યો છે. તેમણે 1.57.22 સેકન્ડના સમયમાં પૂર્ણ કરી હતી. સાજને એક કટ મેળવી ટોક્યો માટે ક્વોલિફાય કરી ઈતિહાસ રચ્યો હતો. કારણ કે, તે એક કટ મેળવનાર પ્રથમ ભારતીય હતો. આ તમામ હીટમાંથી ટોર્ચ-16 સ્વિમરની સેમીફાઈનલ માટે ક્વોલિફાય કરશે.

 • 26 Jul 2021 15:59 PM (IST)

  Tokyo Olympics 2020: ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ જીત મેળવી

  વિશ્વના નંબર વન પુરુષ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચે સિંગલ રાઉન્ડમાં શાનદાર જીત મેળવી છે. તેમણે જર્મનીના જ્યાં લેનાર્ડ સ્ટ્રફને 6-4,6-3થી હાર આપી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.

   

   

 • 26 Jul 2021 15:53 PM (IST)

  Tokyo Olympics 2020: સ્વિમિંગની સ્પર્ધામાં સાજન પ્રકાશનો મુકાબલો શરુ

  ભારતના સાજન પ્રકાશે ટોક્યો ઓલિમ્પિકમાં કોટા મેળવ્યો છે. તેમણે ક્વોલિફિકેશન માટે ટોક્યો આવ્યા હતા અને પુરુષના 200 મીટર બટરફ્લાઈની હીટ 2માં ભાગ લઈ રહ્યા છે.

 • 26 Jul 2021 15:26 PM (IST)

  Tokyo Olympics 2020: બોક્સિંગમાં આશીષ કુમારને હાર મળી

  ભારતના બોક્સર આશીષ કુમાર પ્રથમ રાઉન્ડમાં જ હાર મળીછે. 75 કિલોગ્રામ સ્પર્ધામાં ચીનના બોક્સરને આશીષને 5-0થી હાર આપી થે, આશીષ આ સાથે જ ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર થય છે. બીજા રાઉન્ડમાં આશીષે સારું પ્રદર્શન કર્યું પરંતુ જીતી શક્યો નહિ.

 • 26 Jul 2021 15:16 PM (IST)

  Tokyo Olympics 2020: બોક્સર આશીષ કુમારનો મુકાબલો શરુ

   

  ભારતના પુરુષ બોક્સર આશીષ કુમાર રિંગમાં ઉતર્યા છે.તેમનો આ પ્રથમ ઓલિમ્પિક છે. તેમનો સામનો ચીનના એરબીકે તુઓહેતા છે બંન્ને 75 કિલોગ્રામ ભારવર્ગના રાઉન્ડ ઓફ 32મો મુકાબલો રમી રહ્યો છે.

   

   

   

 • 26 Jul 2021 15:11 PM (IST)

  Tokyo Olympics 2020: થોડા જ સમયમાં રિંગમાં આશીષ કુમાર રિંગમાં ઉતરશે

  ભારતના પુરુષ મુકાબલામાં આશીષ કુમાર આજે ચીનના એરબીકે તુઓહેતા વિરુદ્ધ 75 કિલોગ્રામ ભારવર્ગના રાઉન્ડ ઓફ 32ના મુકાબલામાં ઉતરશે. આ તેમનો પ્રથમ ઓલિમ્પિક છે એને તેમની કોશિષ છે કે, આ પળને યાદગાર બનાવવાની છે. 26 વર્ષના આશીષ તે ભાર વર્ગમાં ઉતરી રહ્યો છે જેમાં 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં વિજેન્દ્રએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

   

 • 26 Jul 2021 14:51 PM (IST)

  Tokyo Olympics 2020: 57 વર્ષનો મેડલ વિજેતા

  પુરુષ સ્કીટમાં કુવેતના 57 વર્ષના અબ્દુલ્લા અલ રશિદીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ત્યારે કહી શકાય કે, રમતમાં ઉંમરને કાંઈ ફરક નથી લંડન ઓલિમ્પિકમાં ભારતને મેડલ આપાવનાર શૂટર ગગન નારંગે પણ અબ્દુલ્લાના શૂટિંગના વખાણ કર્યા હતા.

   

   

 • 26 Jul 2021 13:55 PM (IST)

  Tokyo Olympics 2020: આર્ચરી ભારતીય ખેલાડીને હાર આપનાર ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો

  આર્ચરીમાં ભારતીય પુરુષ ટીમને ક્વાર્ટર ફાઈનલમાં કોરિયાના ખેલાડી દ્રારા 6-0થી હાર મળી હતી. આ સાથે જ ટોક્યો ઓલિમ્પિકમાં સફર પૂર્ણ થઈ હતી. ભારતને હરાવનાર કોરિયાની ટીમે આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે.

   

 • 26 Jul 2021 13:39 PM (IST)

  Tokyo Olympics 2020: ટેબલ ટેનિસમાં મહિલા સિંગ્લસમાં ભારતની હાર

  મનિકા બત્રાની ટોક્યો ઓલિમ્પિકની સફર પુરી થઈ છે. તે ત્રીજા રાઉન્ડમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી પરંતુ આગળ જઈ શકી નહિ, મનિકા પહેલા સુતીર્થા મુખર્જી બીજા રાઉન્ડમાં સીધા સેટમાં હારી હતી.ટેબલ ટેનિસની મહિલા સિંગ્લમાં ભારતની સફર પૂરી થઈ છે.

 • 26 Jul 2021 13:28 PM (IST)

  Tokyo Olympics 2020: મનિકા બત્રા ત્રીજો મેચ પણ હારી

  મનિકા બત્રા ત્રીજો મેચ પણ હારી ગઈ ચે. સોફિયા પોલકાનોવાએ ત્રીજા મેચમાં 11-5 હાર આપી છે. સોફિયાએ પ્રથમ અને બીજો રાઉન્ડ પણ જીત્યો છે.

 • 26 Jul 2021 13:17 PM (IST)

  Tokyo Olympics 2020: મનિકા બત્રા પ્રથમ ગેમ હારી

  ટેબલ ટેનિસના મુકાબલો શરુ થઈ ગયો છે. ભારતની મનિકા બત્રાની સામે ઓસ્ટ્રેલિયાની સોફિયા પોલકાનાવો કોર્ટમાં છે. મનિકા દુનિાની 16મી અને સોફિયા 17માં નંબરની ખેલાડી છે. મનિકા બત્રા પ્રથમ મેચ હારી છે. ઓસ્ટ્રેલિયાની સોફિયા પોલકાનોવાએ11-8થી ગેમ પોતાને નામ કરી છે.

 • 26 Jul 2021 13:00 PM (IST)

  ભારતીય મહિલા હૉકી ટીમ માટે આજે મહત્વપૂર્ણ મેચ

  ભારતીય મહિલા હૉકી ટીમ આજે ગ્રુપ બીમાં જર્મનીનો સામનો કરશે.  નેધરલેન્ડ સામે મુકાબલામાં ભારતીય ટીમને આત્મવિશ્વાસ માટે એક જીતની જરુર છે.

 • 26 Jul 2021 12:49 PM (IST)

  ટેબલ ટેનિસ (Table Tennis) – મનિકા બત્રા હશે એક્શનમાં

  ટેબલ ટેનિસમાં ભારતનો મુકાબલો થોડી વારમાં શરુ થશે.  મનિકા બત્રા ત્રીજા પડાવના મુકાબલામાં ઑસ્ટ્રેલિયાના સોફિયા પોલકાનોવાનો સામનો કરતા દેખાશે.

 • 26 Jul 2021 12:45 PM (IST)

  સેલિંગ – ત્રીજી રેસમાં પાંચમાં સ્થાન પર રહી નેત્રા

  સેલિંગમાં મહિલા સિંગલ ડિંગી લેજર રૈડિયાલની ત્રીજી રેસમાં નેત્રા કુમાનન પાંચમા સ્થાન પર રહી. પહેલી રેસમાં તેઓ 33માં સ્થન પર રહ્યા. બીજી રેસમાં 16માં સ્થાન . ત્રીજી રેસ બાદ ઓવરઓલ 21માં સ્થાન પર પહોંચી ગયા છે. સાત રેસ હજી બાકી છે.

 • 26 Jul 2021 12:20 PM (IST)

  ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympic) કોરોનાના કેસની સંખ્યા 148

  ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympic) કોરોનાના કેસની સંખ્યા 148 થઇ ગઇ છે. આયોજકોએ  સોમવારે 16 નવા કેસની પુષ્ટી કરી છે. જેમાં ત્રણ ખેલાડીઓ સામેલ છે.

 • 26 Jul 2021 12:17 PM (IST)

  ટેનિસ (Tennis) – ટેનિસમાં પૂર્ણ થયો ભારતનો પડકાર

  સુમિત નાગલની હાર સાથે ટોક્યો ઓલિમ્પિકના ટેનિસ ઇવેન્ટમાં ભારતનો પડકાર પૂર્ણ થઇ ચૂક્યો છે. ભારતે આ વખતે માત્ર પુરુષ સિંગલ્સ અને મહિલા ડબલ્સમાં ભાગ લઇ રહ્યુ હતુ. અને બંનેમાં દેશને હાર મળી છે.

 • 26 Jul 2021 12:02 PM (IST)

  ભારતના તલવારબાજ ભવાની દેવીએ માગી માફી

  ઓલિમ્પિકમાં જનારા ભારતના પહેલા ફેંસર ભવાની દેવીએ ટ્વિટર પર પોતાના ફેન્સ પાસે હાર માટે માફી માગી છે. ભવાની દેવીને બીજા રાઉન્ડમાં વર્લ્ડ નંબર ત્રણથી હારનો સામનો કરવો પડ્યો હતો.

 • 26 Jul 2021 11:54 AM (IST)

  ટેનિસ (Tennis) – બીજા સેટમાં દાનિલ મેદવદેવ 4-1થી આગળ

  દાનિલ મેદવેદેવ માટે આ મેચ સરળ નહી હોય. સુમિત નાગલ તેનો સામનો સારી રીતે કરી રહ્યા છે. મેદવેદેવ બીજા સેટમાં 4-1થી આગળ ચાલી રહ્યા છે.

 • 26 Jul 2021 11:35 AM (IST)

  સેલિંગ(Sailing) – વિષ્ણુ સરવાનન ત્રીજી રેસમાં 24માં સ્થાન પર

  સેલિંગના સિંગલ પુરુષ ડિંગી લેજરની ત્રીજી રેસમાં વિષ્ણુ સરવાનન 24માં સ્થાન પર રહ્યા. તેઓ પહેલી અન બીજી રેસમાં 14માં સ્થાન પર અને 20માં સ્થાન પર હતા. હજી સાત રેસમાં તેઓ ભાગ લેશે. કુલ 10 રેસ બાદ ટોપ 10 ખેલાડી ફાઇનલ માટે ક્વોલિફાઇ કરશે.

 • 26 Jul 2021 11:29 AM (IST)

  શૂટિંગ (Shooting) – સ્કીટના ફાઇનલમાં ન પહોંચ્યા કોઇ ભારતીય

  ભારતના સ્કીટ નિશાનેબાજ અંગદ બાજવા અને મેરાજ ખાન ફાઇનલ માટે ક્વોલિફાઇ ન કરી શક્યા.

 • 26 Jul 2021 11:27 AM (IST)

  બેડમિન્ટન( Badminton) – પુરુષ યુગલ વર્ગમાં હાર

  બેડમિન્ટનના પુરુષ યુગલ વર્ગમાં સાત્વિકસાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીને ઇન્ડોનેશિયાની માર્કસ ફર્નાલ્ડી ગિડિયોન અને કેવિન સંજય સુકામુલ્જોની જોડી સામે ગેમમાં હારનો સામનો કરવો પડ્યો

 • 26 Jul 2021 11:19 AM (IST)

  ટેનિસ – સુમિત નાગલની દુનિયાના બીજા નંબરના ખેલાડી દાનિલ મેદવેદવ સામે રમી રહ્યા છે.

  ટેનિસમાં સુમિત નાગલની મેચ ચાલુ છે. તે દુનિયાના બીજા નંબરના ખેલાડી રુસ ઓલિમ્પિક સિમિતિના દાનિલ મેદવેદવ સામે રમી રહ્યા છે.

 • 26 Jul 2021 11:03 AM (IST)

  બેડમિન્ટન – ભારતીય જોડી પાસે હજી પણ છે મોકો

  ભારતીય જોડીનુ સફર હજી પૂર્મ થયુ નથી. તેઓ આગામી મેચમાં બ્રિટેનની બેન લેન અને શોન વેંડીની જોડીને હરાવે છે તો પછીના રાઉન્ડ માટે ક્વોલિફાઇ કરી શકે છે.

 • 26 Jul 2021 10:47 AM (IST)

  આર્ચરી (Archery) – કોરિયા સામે ક્વાર્ટર ફાઇનલમાં હારી ભારતીય પુરુષ ટીમ

  ભારત છેલ્લો સેટ પણ હારી ગયુ. ભારતે 9-9-8 સાથે શરુઆત કરી. ત્યારે કોરિયાએ પહેલા રાઉન્ડમાં 8-10-10 સ્કોર મેળવ્યો. ત્રીજા રાઉન્ડમાં ભારત તરફથી 9-10-9 સ્કોર રહ્યો. પરંતુ કોરિયાએ 9-10-9 સાથે આ સેટ પોતાના નામે કર્યો. આ સાથે જ મેચ 6-0થી જીતી.

 • 26 Jul 2021 10:34 AM (IST)

  સ્કેટબોર્ડિંગ – 13 વર્ષની નિશિયાએ જીત્યો ગોલ્ડ

 • 26 Jul 2021 10:32 AM (IST)

  તીરંદાજીમાં કાંટાનો મુકાબલો

  તીરંદાજીમાં પહેલા સેટ બાદ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે 5 અંકનુ અંતર છે. કોરિયાએ પહેલા સેટમાં 10,10,9,10,10,10 અંક મેળવ્યા. ત્યારબાદ કુલ 59 અંક રહ્યા. જ્યારે ભારતે 8,10,10,9,9,8 અંક મેળવ્યા, કુલ અંક 54 રહ્યા. સેટ પોઇન્ટમાં કોરિયા આગળ રહ્યુ

 • 26 Jul 2021 10:17 AM (IST)

  સેલિંગ – વિષ્ણુ સરવાનન સિંગલ ડિંગી રેસમાં 14માં સ્થાન પર પહોંચ્યા

  વિષ્ણુ સરવાનને પુરુષ સિંગલ ડિંગીમાં પોતાની બીજી રેસમાં 20મુ સ્થાન મેળવ્યુ. આ પહેલા તેઓ પહેલી રેસમાં 29માં સ્થાન પર હતા. બંને રેસ મળીને હવે તેઓ 14માં સ્થાન પર છે.

 • 26 Jul 2021 10:09 AM (IST)

  ટેનિસ-એક્શનમાં હશે સુમિત નાગલ

  ટેનિસ ખેલાડી સુમિત નાગલ હવે થોડી વાર બાદ એક્શનમાં હશે. તેમનો મુકાબલો રુસ ઓલિમ્પિક સમિતિના દાનિલ મેદવેદેવ સામે છે.

 • 26 Jul 2021 09:42 AM (IST)

  બેડમિન્ટન (Badminton) – બી સાઇ પ્રણિતની ઓલિમ્પિક સફર સમાપ્ત

  બીજો મુકાબલો રમ્યા પહેલા જ બી સાઇ પ્રણિતની ઓલિમ્પિક સફર સમાપ્ત થઇ ચૂકી છે. પ્રણીતને હરાવવા વાળા ઇઝરાયલના મિશા જિલ્બરમેને પોતાનો બીજો મુકાબલો જીત્યો જે બાદ હવે પ્રણીતના ગ્રુપ 2માં રહેવાની સંભાવના પૂર્ણ થઇ ચૂકી છે.

 • 26 Jul 2021 09:35 AM (IST)

  ભારતને આજે વધુ મેડલની આશા

  ભારતની મેડલની સંખ્યામાં આજે વધારો થઇ શકે છે. તીરંદાજીમાં મેડલની આશા છે. ભારતીય પુરુષ તીરંદાજીની ટીમે આજે પોતાના પહેલા મુકાબલામાં કઝાકિસ્તાનને 6-2થી હરાવ્યુ છે. હવે તેમનો સામનો ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયા સામે થશે.

 • 26 Jul 2021 09:31 AM (IST)

  ટેબલ ટેનિસમાં (Table Tennis) ભારતને મળી હાર

  ટેબલ ટેનિસમાં ભારતને હાર મળી  છે. સુતીર્થા મુખર્જી રાઉન્ડ 2ના મુકાબલામાં હારી ગયા છે. તેમને પોર્ટુગલની ખેલાડી સામે હાર મળી છે. સુતીર્થી 0-4થી મેચ હારી છે.

 • 26 Jul 2021 09:25 AM (IST)

  સ્વીમિંગ (Swimming) – અમેરિકાની સ્ટાક કેટી લેડીને મળી મ્હાત

  400 મીટર મહિલા ફ્રી સ્ટાઇલમાં ઑસ્ટ્રેલિયાની એરિએન ટિટમસે અમેરિકાના દિગ્ગજ કેટી લેડેકીને મ્હાત આપી ગોલ્ડ મેડલ મેળવ્યો.

 • 26 Jul 2021 08:54 AM (IST)

  ટેબલ ટેનિસ (Table Tennis) –સુતીર્થા મુખર્જીનો મુકાબલો શરુ

  ભારતના ટેબલ ટેનિસ સ્ટાર સુતીર્થા મુખર્જીનો મુકાબલો શરુ. પાછલી મેચમાં તેમણે જોરદાર જીત મેળવી હતી. આ મેચમાં તેમનો મુકાબલો પોર્ટુગલની ખેલાડી સામે

 • 26 Jul 2021 08:46 AM (IST)

  શૂટિંગ (Shooting) – ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પાછળ રહ્યા અંગદ અને મેરાજ

  પુરુષ સ્કીટના ક્વોલિફાઇંગના પાંચમાં રાઉન્ડમમાં મેરાજ અહમદ અને અંગદ બાજવાએ 23/25 અંક મેળવ્યા. મેરાજ 25માં સ્થાન પર છે. જ્યારે અંગદ 19માં સ્થાન પર છે.

 • 26 Jul 2021 08:30 AM (IST)

  બેડમિન્ટન (Badminton) – થોડી વારમાં શરુ થશે બેડમિન્ટનનો મુકાબલો

  થોડી વારમાં બેડમિન્ટનમાં પુરુષ યુગલ ગ્રુપ એનો મુકાબલો શરુ થશે. 09:10એ સાત્વિકસાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી સામે માર્કસ ગિડિયોન ફર્નાલ્ડી અને કેવિન સંજયા સુકામુલ્જોની મેચ થશે.

 • 26 Jul 2021 08:21 AM (IST)

  શૂટિંગ (Shooting) – ભારતના અંગદ બાજવાના હાથથી મોકો નિકળ્યો

  ભારતના અંગદ બાજવા પાસે ક્વોલિફાઇ કરવાનો સારો મોકો હતો. પરંતુ તેમણે ચોથા રાઉન્ડમાં માત્ર 23 અંક મેળવ્યા અને ટૉપ 6માંથી બહાર થઇ ગયા. આપને જણાવી દઇએ કે ટૉપ 6 ફાઇનલ માટે ક્વોલિફાઇ કરશે,

 • 26 Jul 2021 08:11 AM (IST)

  ફેંસિગ (Fencing) – બીજા રાઉન્ડમાં વર્લ્ડ નંબર 3 ખેલાડી સામે હાર્યા ભવાની દેવી

  પહેલીવાર ઓલિમ્પિકમાં રમનાર ભવાની દેવીએ ફ્રાંસના વર્લ્ડ નંબર ત્રણ ખેલાડી મૈનન બ્રુનેટને જોરદાર ટક્કર આપવાની કોશિશ કરી પરંતુ મુકાબલો 7-15થી હારી ગયા. હારવા છતા ફેંસિંગમાં ભવાની દેવીએ ઇતિહાસ રચ્યો છે.

 • 26 Jul 2021 08:01 AM (IST)

  ફેંસિંગ (Fencing) – ભવાની 2-8થી પાછળ ચાલી રહ્યા છે.

  મહિલા ફેંસિગના સેબર ઇવેન્ટમાં ફ્રાંસની મેનન બ્રુનેટ સામે ભવાની દેવી (Bhavani Devi) ઘણા પાછળ ચાલી રહ્યા છે. વર્લ્ડ નંબર ત્રણ ખેલાડીએ 8-2થી લીડ મેળવી છે.

 • 26 Jul 2021 07:43 AM (IST)

  ટેબલ ટેનિસ (Table Tennis) – અચંત શરત કમલે 6-2થી જીત મેળવી

  અચંત શરત કમલે પુર્તગાલના ટિએગોને 4-2થી મ્હાત આપી ત્રીજા રાઉન્ડમાં જગ્યા મેળવી. રોમાંચક મુકાબલામાં શરતે 2-11, 11-8,11-5,9-11, 11-6, 11-9 જીત મેળવી. અચંતનો હવેનો મુકાબલો ચીનના મા લોન્ગ સાથે મંગળવારે થશે.

 • 26 Jul 2021 07:17 AM (IST)

  ટેબલ ટેનિસ Table Tennis)  – શરત કમલ ચોથો રાઉન્ડ હાર્યા

  શરત 7-5થી આગળ હતા પરંતુ ફરી ટિએગો 9-7થી આગળ થઇ ગયા. મુકાબલો જોરદાર રહ્યો પરંતુ અંતે ટિએગોએ જીત મેળવી અને સ્કોર 2-2 બરાબર કર્યો.

 • 26 Jul 2021 07:09 AM (IST)

  ટેબલ ટેનિસ (Table Tennis) – અચંત શરત ત્રીજો રાઉન્ડ જીત્યા

  બીજા રાઉન્ડના પ્રદર્શનને શરતે ત્રીજા રાઉન્ડમાં પણ જાળવી રાખ્યુ. શરુઆતમાં લીડ મેળવી ટિએગો પર દબાવ બનાવ્યો.અને આ રાઉન્ડ 11-5 થી પોતાના નામે કર્યો. સાથે 2-1ની લીડ પણ મેળવી

 • 26 Jul 2021 06:40 AM (IST)

  ટેબલ ટેનિસ- અચંત શરત કમલનો મુકાબલો શરુ

  ભારત તરફથી અચંત શરત કમલ એકશનમાં છે.

 • 26 Jul 2021 06:35 AM (IST)

  આર્ચરી –ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી પુરુષ ટીમ

  છેલ્લા રાઉન્ડમાં કઝાકિસ્તાને 54/60નો સ્કોર મેળવ્યો હતો. ભારતને છેલ્લા શોટમાં 9 કે તેથી વધારે જોઇતા હતા. અતનુ દાસે 9 કરીને ટીમને જીત અપાવી.ભારત હવે ક્વાર્ટર ફાઇનલમાં કોરિયાનો સામનો કરશે.

 • 26 Jul 2021 06:27 AM (IST)

  આર્ચરી-ભારતીય આર્ચરી ટીમ કઝાકિસ્તાનનો સામનો કરી રહી

  ભારતીય આર્ચરી ટીમ પહેલા રાઉન્ડમાં કઝાકિસ્તાનનો સામનો કરી રહી છે. દરેક રાઉન્ડમાં ત્રણ ખેલાડીઓને વારા ફરતી બે-બે તીર ચલાવવાનો મોકો મળશે. અત્યાર સુધી આર્ચરીમાં દેશ પાસે માત્ર નિરાશા જ આવી છે.

 • 26 Jul 2021 06:08 AM (IST)

  તીરંદાજીમાં મેડલની દાવેદર છે પુરુષ ટીમ

  દિવસની શરુઆત સારી રહી છે, હવે નજર રહેશે ભારતીય તીરંદાજ ટીમ પર જે મેડલની દાવેદાર છે. પુરુષ આર્ચરી ટીમનો રેકિંગ રાઉન્ડ થોડીવારમાં શરુ થશે. ભારતીય ટીમમાં અતનુ દાસ, તરુણદીપ રોય અને પ્રવિણ જાદવ સામેલ છે.

 • 26 Jul 2021 05:57 AM (IST)

  ભવાની દેવીએ 15-3 થી હાંસલ કરી જીત

  ભવાની દેવીની વિરોધીએ સ્કોરને 3-13 કરીને પરત ફરવાની કોશીષ કરી હતી. પરંતુ તે વધારે વાર સુધી પોતાની હાર ટાળી શકી નહોતી. ભવાની દેવી પ્રથમ ટક્કર 15-3 થી પોતાના નામે કરી હતી. 

   

 • 26 Jul 2021 05:55 AM (IST)

  ભવાની દેવીએ હાંસલ કરી લીડ

  આ ટક્કર ટેબલ ઓફ 64નો છે. ભવાની દેવીએ મેચમાં સારી શરુઆત કરી છે અને શરુઆતમાં પાંચ આંકની લીડ મેળવી છે. પ્રથમ પિરીયડમાં ભવાની લીડ કરી રહી છે. જે પણ ખેલાડી પ્રથમ 15 પોઇન્ટ હાંસલ કરશે એ જીતશે.

 • 26 Jul 2021 05:52 AM (IST)

  ભારતની પ્રથમ ઓલિમ્પિક તલવારબાજ ભવાની દેવીની ટક્કર શરુ

  ભારત તરફ થી ઓલિમ્પિકમાં જનારી ભવાની દેવીની ટક્કર શરુ થઇ ચુકી છે. તેની વર્લ્ડ રેન્કિંગ 42 છે અને ઓલિમ્પિકમાં તેને 29મી સીડ આપવામાં આવી છે. આજે તેનો સામનો ટ્યૂનિશીયાની બેન અજીજી નાદીયા સામે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati