Tokyo Olympics: વિનેશ ફોગાટ ટોક્યો પહોંચવામાં મોડી પડી, મેડલની પ્રબળ દાવેદારના વિઝા ખતમ થતાં મુશ્કેલી થઈ

પ્રથમ દિવસે વેઈટલિફ્ટીંગમાં મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu)એ ઐતિહાસીક સિલ્વર મેડલ બાદ મોટેભાગે એથલેટોથી નિરાશા મળી છે. હવે ભારતની નજર બેડમિન્ટન, બોક્સિંગ અને કુશ્તી જેવી મેચોથી છે.

Tokyo Olympics: વિનેશ ફોગાટ ટોક્યો પહોંચવામાં મોડી પડી, મેડલની પ્રબળ દાવેદારના વિઝા ખતમ થતાં મુશ્કેલી થઈ
Vinesh Fogat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 11:51 PM

ટોક્યો ઓલિમ્પિક 2020માં (Tokyo Olympics 2020) ભારત માટે અત્યાર સુધી પરીણામો સારા નથી રહ્યા. રહી વાત કુશ્તીની તો તેની ટક્કર શરુ થવાની બાકી છે. આવામાં તમામ પહેલવાનો હજુ સુધી ટોક્યો પહોંચ્યા નથી. જેમાંથી એક છે, વિનેશ ફોગાટ (Vinesh Phogat). જેને ટોક્યો પહોંચવામાં એક દિવસ મોડુ થઈ ચુક્યુ છે. કારણ કે તેના યૂરોપીયન યૂનિયન વિઝા (EU)ખતમ થયા હતા. જેના કારણે તેણે રોકાવુ પડ્યુ હતુ.

પ્રથમ દિવસે વેઈટલિફ્ટીંગમાં મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu)એ ઐતિહાસીક સિલ્વર મેડલ બાદ મોટેભાગે એથલેટોથી નિરાશા મળી છે. હવે ભારતની નજર બેડમિન્ટન, બોક્સિંગ અને કુશ્તી જેવી મેચોથી છે. જેનાથી બેડમિન્ટનમાં પીવી સિંધુ અને બોક્સિંગમાં એમસી મેરીકોમ અને લવલિના બોરગોહેને સફળતા મળી ચુકી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મીડિયા રિપોર્ટનુસાર વિનેશ મંગળવારે 27 જૂલાઈએ ફ્રેન્કફર્ટથી ટોક્યો માટે પોતાની ઉડાન નહોતી ભરી શકી. કારણ કે ઈયૂ વિઝા વિનાની અવધી એક દિવસ પહેલા જ ખતમ થઈ ગઈ હતી. વિનેશ પાછળના કેટલાક સપ્તાહોથી હંગેરીમાં પોતાના કોચ વોલર અકોસ સાથે ટ્રેનિંગ કરી રહી હતી. તેને મંગળવારે જ ટોક્યો પહોંચવાનું હતુ. જોકે જર્મનીના શહેર ફ્રેન્કફર્ટથી જે કનેક્ટીંગ ફ્લાઈટ તેણે પકડવાની હતી, તેમાં તે મુસાફરી કરી શકી નહોતી. કારણ કે વીઝાની સમય મર્યાદા ખતમ થઈ જતા તેને એરપોર્ટ પર જ રોકી દેવામાં આવી હતી.

ભારતીય દૂતાવાસ લાવ્યુ ઉકેલ

આ અંગે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના સૂત્રોએ બતાવ્યુ હતુ કે મામલાને ઉકેલી લેવામાં આવ્યો છે. તે બુધવારે 28 જુલાઈએ ટોક્યો પહોંચી જશે. રિપોર્ટ મુજબ આ એક ભૂલ હતી અને તે જાણીને કરવામાં આવેલી નહોતી. તેના વિઝા 90 દિવસ માટે માન્ય હતા. પરંતુ બુડાપેસ્ટથી ફ્રેન્કફર્ટ પહોંચવા પર ખ્યાલ આવ્યો કે તે 91 દિવસ માટે યૂરોપિયન યૂનિયનમાં હતી. ભારતીય સ્પોર્ટસ ઓથોરીટી (SAI)એ આ મામલાને ઝડપથી હાથ પર લીધો હતો. ત્યારબાદ ફ્રેન્કફર્ટમાં ભારતીય વાણીજ્ય દૂતાવાસ મામલાને ઉકેલવા માટે એરપોર્ટ પર પહોંચ્યુ હતુ. વિનેશ આવતીકાલે ટોક્યોમાં હશે.

વિનેશ આજે રાત્રે ફ્રેન્કફર્ટ એરપોર્ટની એક હોટલમાં રોકાણ કરશે અને બુધવારે બપોરે 12.15 કલાકે (જર્મન સમયનુસાર) ટોક્યો માટે રવાના થશે. જોકે નીકળતા પહેલા તેણે RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. જે ટોક્યોમાં પહોંચવા માટે જરુરી છે. સાથે જ ટોક્યો પહોંચવા પર એરપોર્ટમાં તેનું પરીક્ષણ કરવામાં આવશે.

જીતની દાવેદાર છે વિનેશ ફોગાટ

વિનેશ ફોગાટ આ ઓલિમ્પિકમાં ભારત તરફથી મેડલની દાવેદાર એથલેટોમાંથી એક છે. તે મહિલાઓના 53 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલમાં હિસ્સો લઈ રહી છે. 2016માં રિયો ઓલિમ્પિકની તેની નિરાશા દુર કરવા માટે તે પ્રયત્ન કરશે. વિનેશ ઉપરાંત પુરુષોમાં ભારત તરફથી વિશ્વમાં નંબર વન પહેલવાન બજરંગ પૂણીયા મહત્વનો દાવેદાર છે. રેસલીંગના મેડલ ઈવેન્ટસ 2 ઓગસ્ટથી શરુ થશે.

આ પણ વાંચોઃ MS Dhoni ટીમ ઈન્ડીયાની રીટ્રો જર્સીમાં જોવા મળ્યો, ફેન્સે તસ્વીરો કરી જબરદસ્ત Viral

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">