Tokyo Olympics: ભારતીય હોકી ટીમ મંગળવારે સવારે સેમીફાઈનલ રમવા મેદાને ઉતરશે, 4 દાયકાની તરસ સંતોષાવાની આશા

ભારતીય ટીમે છેલ્લે 1980માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદથી ભારતીય પુરુષ હોકીની ટીમ મેડલ જીતવાની આશા વર્તાઈ રહી છે. આમ હવે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં હોકી પુરુષ ટીમ મેડલ અપાવવાના જોશ સાથે સેમીફાઈનલમાં ઉતરશે.

Tokyo Olympics: ભારતીય હોકી ટીમ મંગળવારે સવારે સેમીફાઈનલ રમવા મેદાને ઉતરશે, 4 દાયકાની તરસ સંતોષાવાની આશા
Indian Hockey Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 12:18 AM

ભારતીય પુરુષ હોકી ટીમ (Indian Men’s Hockey Team) સેમીફાઈનલ મેચ રમનારી છે. ભારતને ચાર દાયકા બાદ હોકીમાં મેડલ મળવાની આશાઓ બંધાઈ છે. ભારતીય પુરુષ હોકી ટીમે ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવીને ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020)ની સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે. સાથે જ 41 વર્ષ બાદ મેડલ મેળવવાની દિશામાં ટીમ આગળ વધી છે. ભારતને અંતિમ મેડલ મોસ્કો ઓલિમ્પિક 1980માં મળ્યો હતો.

પુરુષ હોકી ટીમમાં છેલ્લા ચાર દાયકા બાદ આશા જાગી છે. 49 વર્ષ બાદ હોકી ટીમ ઓલિમ્પિક સેમીફાઈનલ મેચ રમનાર છે. અંતિમ મેડલ 1980માં મોસ્કો ઓલિમ્પિક દરમ્યાન મેળવ્યો હતો. જે દરમ્યાન ભારતીય ટીમ ગોલ્ડ  જીતી લઈ આવી હતી. જે સમયે ભારતીય ટીમની રાઉન્ડ રોબિન આધારે ટોચ પર રહેનારી બે ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. આ પહેલા 1972માં ભારતીય હોકી ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ભારત અને બેલ્જીયમ (Belgium) વચ્ચે ત્રણ ઓગસ્ટને મંગળવારે ઓલિમ્પિક સેમીફાઈનલ મેચ રમાનારી છે. બેલ્જીયમ હાલમાં વિશ્વ ચેમ્પિયન ટીમ છે. જેની સામે આ ટક્કર થનારી છે. ભારત અને બેલ્જીયમ વચ્ચેની સેમીફાઈનલ ટક્કર મંગળવારે સવારે 7.00 કલાકે શરુ થનાર છે. ભારતની આ મેચ ખૂબ જ ટક્કર ભરી બની રહેશે. બેલ્જીયમ હાલના સમયની સૌથી તાકાતવર હોકી ટીમો પૈકીની એક છે.

ભારતીય હોકી ટીમે બેલ્જીયમને સેમીફાઈનલમાં હરાવવા માટે પુરો દમ લગાવી દેવો પડશે. સાથે જ ટીમે ઓછામાં ઓછી ભૂલો કરવી પડશે. જો ભારતીય ટીમ સેમીફાઈનલ જીતી લેવા સફળ બને છે તો ભારતીય ટીમ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અથવા જર્મની સામે ટકરાશે. ફાઈનલ મેચ 5 ઓગસ્ટે રમાનાર છે.

ક્વાર્ટર ફાઈનલમાં શ્રીજેશની શાનદાર રમત

ભારતીય દિવાલ તરીકે ઓળખાતા શ્રીજેશે ક્વાર્ટર ફાઈનલમાં શાનદાર રમત દર્શાવી હતી, શ્રીજેશે ક્વાર્ટર ફાઈનલ દરમ્યાન 39મી મિનિટે બ્રિટીશ ટીમને ગોલ કરવાથી રોકી દીધી હતી. 44મી મિનિટે પણ તેણે રક્ષણ કરવાની જવાબદારીના પોતાના કૌશલ્યના શાનદાર નમુનાને રજૂ કર્યુ હતુ. ચોથા ક્વાર્ટરમાં ચાર મિનિટની અંદર બે પેનલ્ટી કોર્નર હરીફ ટીમે હાંસલ કર્યા હતા. જે બંને વખત શ્રીજેશે હરીફની મુરાદોને બહાર આવવા દીધી નહોતી.

આ પણ વાંચોઃ semifinal ticket : દરેક ભારતીયને આ વિડીયો જોઈ ગર્વ થશે, તમારી આખમાં પણ આસું આવશે

આ પણ વાંચોઃ tokyo olympics : સાયના નેહવાલે પીવી સિંધુને શુભકામના ન પાઠવી, સિંધુએ કહ્યું અમે વાત કરતા નથી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">