T20 લીગ: દિલ્હી કેપિટલ્સની બીજી જીત અને ચેન્નાઈ સુપર કિંગ્સની બીજી હાર

દુબઇ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમ પર ભારતીય ટી-20 ક્રિકેટ લીગની સાતમી મેચ રમાઈ.  દિલ્હી કેપીટલ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં લક્ષ્યાકનો પીછો કરતા ચેન્નાઇની 44 રને હાર થઈ છે. આમ દિલ્હી કેપીટલ્સે સિઝનમાં બીજી જીત મેળવી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ ફીલ્ડીંગ પંસદ કરી હતી. દિલ્હીએ બેટીંગની શરુઆત કરતા ઓપનર પૃથ્વી […]

T20 લીગ: દિલ્હી કેપિટલ્સની બીજી જીત અને ચેન્નાઈ સુપર કિંગ્સની બીજી હાર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 25, 2020 | 11:23 PM

દુબઇ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમ પર ભારતીય ટી-20 ક્રિકેટ લીગની સાતમી મેચ રમાઈ.  દિલ્હી કેપીટલ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં લક્ષ્યાકનો પીછો કરતા ચેન્નાઇની 44 રને હાર થઈ છે. આમ દિલ્હી કેપીટલ્સે સિઝનમાં બીજી જીત મેળવી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ ફીલ્ડીંગ પંસદ કરી હતી. દિલ્હીએ બેટીંગની શરુઆત કરતા ઓપનર પૃથ્વી શો અને શિખર ધવને મક્કમ શરુઆત દાખવી હતી. જેને લઇને દિલ્હીએ ત્રણ વિકેટે 175 રનનો લક્ષ્યાંક ચેન્નાઇ સામે રાખ્યો હતો. જેની સામે ચેન્નાઇ સુપર કિંગ્સ દ્વારા  20 ઓવરના અંતે  વિકેટે સ્કોર 131 રન 07 વિકેટે થયો હતો. ચેન્નાઇએ ત્રણ પૈકી આ એક હાર મેળવી છે, જ્યારે દિલ્હી પોઇન્ટ ટેબલ પર હવે ટોપ પર પહોંચી ચુકી છે તો વળી ચેન્નાઈની આખીય ઇનીંગમાં માત્ર એક છગ્ગો લગાવાયો હતો અને તે પણ શેન વોટ્સન દ્વારા ફટકારાયો હતો.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પૃથ્વી શોની શાનદાર ઓપનીંગ

પૃથ્વી શોએ ઓપનીંગ બેટીંગની સુંદર શરુઆત કરી હતી અને પ્રથમ ઓવરમાં જ તેણે ઉપરા ઉપરી બે ચોગ્ગા ફટકારીને સ્કોરબોર્ડની શરુઆત કરી હતી. યુવાન ખેલાડી પૃથ્વી શો માટે દિલ્હી પહેલાથી ટુર્નામેન્ટને લઇને આશા રાખવામાં આવી રહી હતી. પૃથ્વીએ 43 બોલમાં 09 ચોગ્ગા અને 01 છગ્ગાની મદદ થી 64 રન બનાવ્યા હતા. જે દિલ્હી માટે ઉપયોગી રમત સાબિત થઇ હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દિલ્હીની બેટીંગ લાઇન

દિલ્હી કેપીટલ્સના ઓપનીંગ બેટ્સમેન પૃથ્વી શોએ રમત દરમ્યાન 43 બોલમાં 64 રન કર્યા હતા. જ્યારે બીજા છેડાના ઓપનર શિખર ધવને 27 બોલમાં 35 રન ફટકાર્યા હતાં. બંનેએ ઓપનીંગ બેટ્સમેન દ્વારા મક્કમ શરુઆત કરવાને લઇને દિલ્હીએ મજબુત લક્ષ્યાંક ચેન્નાઇ સામે રાખ્યુ હતુ. પૃથ્વી શોએ શરુઆતથી જ સારી રમત દાખવતા તેના પરીણાંમે એક સારી સ્થિતીના સ્કોર સુધી મુકામ દિલ્હીનો પહોંચી શક્યો હતો. પૃથ્વીએ 64 રનની પારીમાં 09 ચોગ્ગા અને 01 છગ્ગો લગાવ્યો હતો. દિલ્હીએ પ્રથમ વિકેટ 94 રનના સ્કોર પર ધવનની વિકેટ પિયુષ ચાવલાના બોલ પર એલબીડબલ્યુ આઉટ થતાં ગુમાવી હતી.

ચેન્નાઇની બોલીંગ લાઇન

ચેન્નાઇ સુપર કિંગ્સના બોલરોને દિલ્હીની વિકેટ મેળવવા માટે જાણે કે પરસેવો વહાવવા રુપ મહેનત કરવી પડી હતી. ઓપનીંગ આવેલી જોડી 94 રન સુધી ક્રીઝ પર ટકી રહી હતી. સ્પીનર પિયુષ ચાવલાએ જોકે પ્રથમ બે વિકેટ ઝડપી લેવામાં સફળ રહ્યો હતો. પ્રથમ સફળતા શિખર ધવનના રુપમાં અપાવી હતી, ત્યારબાદ બીજી વિકેટ પૃથ્વી શોના સ્વરુપમાં ટીમને અપાવતા બંને ધુંઆધાર ઓપનરને પેવેલીયન તરફ મોકલવામાં સફળ નિવડ્યો હતો. સેમ કુરને અંતિમ ઓવરમાં કેપ્ટન શ્રેયસ ઐયરને કિપરના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો.

ચેન્નાઈની બેટીંગ લાઇન

મુરલી વિજય અને સેન વોટસન મેદાનમાં ઓપનર તરીકે આવ્યા હતા પરંતુ બંને એક પછી એક ઝડપથી પરત પેવેલીયન ફર્યા હતા. દિલ્હીના અક્ષર પટેલે શેન વોટ્સનને હેટમેયરના હાથે કેચ આઉટ કર્યો હતો. એ વખતે સીએસકેનો સ્કોર માત્ર 32 રન હતો. ત્યારબાદ 34 રનના સ્કોરે બીજો ઓપનર મુરલી વિજય પણ પેવેલીયન ફર્યો હતો આમ પ્રથમ બંને વિકેટો ઓપનરોના સ્વરુપે ચેન્નાઇ ગુમાવતા રનની ગતી ધીમી થઇ ગઇ ગતી. હજુ રન વધારવા પ્રયાસ થાય ત્યાં 44ના સ્કોરે રુતુરાજ ગાયકવાડ પણ રન આઉટ થતા 21 રનના ટુંકાગાળામાં જ ત્રણ વિકેટ ગુમાવવી પડી હતી. જોકે બાદમાં મોરચો ફાફ ડુ પ્લેસિસે સંભાળ્યો હતો અને સ્કોરને ધીરે ધીરે આગળ વધારવા પ્રયાસ કર્યો હતો, પરંતુ 35 બોલમાં 43 રન ટીમ માટે જોડીને 113 રનના સ્કોર પર રબાડાના બોલ પર કેચ આઉટ થયો હતો. કેદાર જાદવ 26 રને આઉટ થયો હતો.  કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ અંતમાં રમતમાં આવ્યા હતા પરંતુ ત્યા સુધી ટીમ ભીંસમાં મુકાઇ ગઇ હતી. પરંતુ તે પણ ટીમ માટે કશુ કરી શકવા સમર્થ ના રહ્યો અને માત્ર 15 રનના વ્યક્તિગત સ્કોરે પોતાની વિકેટ ગુમાવી હતી.

દિલ્હીની બોલીંગ લાઇન

દિલ્હી તરફ બોંલીંગ આક્રમણ જાણે કે યોગ્ય રીતે યોજના બદ્ધ રીતે રહ્યુ હોય તેમ લાગ્યુ હતુ. પહેલી ઓવરથી જ બોલરો સીએસકે પર હાવી થવાના પ્રયાસ સાથે બોલીંગ કરતા નજરે ચઢતા હતા. બોલરોએ શરુઆતથી જ રનને લઇને ચેન્નાઇના ધુરંધરોને નિયંત્રીત કરી રાખ્યા હતા. કાગીસો રબાડાએ ત્રણ વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે ચાર ઓવર દરમ્યાન એક પણ એક્સ્ટ્રા રન આપ્યા વગર માત્ર 18 રન આપ્યા હતા. તેણે 04.50 ની ઇકોનોમીથી ઓવર કરી હતી અને મહત્વની એક વિકેટ પણ ઓપનર શેન વોટસનની મેળવી હતી. એનરીંચ ફીંચે બે વિકેટ ઝડપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">