AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryakumar Yadav, IPl 2023: સૂર્યકુમાર યાદવની વાનખેડેમાં ધમાલ, અંતિમ બોલ પર છગ્ગો જમાવી નોંધાવી અણનમ સદી

Suryakumar Yadav, IPl 2023: સૂર્યકુમાર યાદવે શાનદાર સદી નોંધાવી છે. આઈપીએલ 2023 માં સૂર્યા શાનદાર ફોર્મમાં છે અને તેણે વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ સામે સદી નોંધાવી હતી.

Suryakumar Yadav, IPl 2023: સૂર્યકુમાર યાદવની વાનખેડેમાં ધમાલ, અંતિમ બોલ પર છગ્ગો જમાવી નોંધાવી અણનમ સદી
Suryakumar Yadav scored century
| Updated on: May 12, 2023 | 9:57 PM
Share

સૂર્યકુમાર યાદવે શાનદાર સદી નોંધાવી છે. IPL 2023 માં સૂર્યા શાનદાર ફોર્મમાં છે અને તેણે વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ સામે સદી નોંધાવી હતી. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. સૂર્યાએ અંતિમ બોલ સુધી રમતા 20મી ઓવરના અંતિમ બોલ પર છગ્ગો ફટકારીને સદી નોંધાવી હતી. સૂર્યાકુમાર ફરી એકવાર મુંબઈને માટે ઉપયોગી બેટિંગ કરીને પોતાનો દમ બતાવ્યો હતો. રાશિદ ખાને 4 વિકેટ ઝડપીને એક તરફ મુંબઈને મુશ્કેલીઓ વધારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સૂર્યાએ બીજી તરફ જબરદસ્ત બેટિંગ વડે ગુજરાતના બોલર્સની ધુલાઈ જારી રાખી હતી.

મુંબઈએ શરુઆતથી જ ગુજરાત સામે ટોસ હારીને આક્રમક બેટિંગ કરવાની શરુઆત કરી હતી. હાર્દિક પંડ્યાએ પણ રાશિદ ખાનનો ઉપયોગ રણનિતી પૂર્વક કરીને મુંબઈને અંકુશમાં લેવા માટે મહત્વના હથિયારના રુપ ઉપયોગ કર્યો હતો. પરંતુ શરુઆત થી જ મુંબઈના બેટરો રન આક્રમકતાથી નિકાળવાની રણનિતી જાળવી રાખી હતી. આ અંદાજ મુંબઈએ અંક સુધી જાળવી રાખ્યો હતો.

સૂર્યાની તોફાની સદી

રોહિત શર્મા અને ઈશાન કિશને શરુઆત મુંબઈ માટે સારી કરી હતી. બંને 7મી ઓવરમાં વિકેટ ગુમાવી બેઠા હતા. પરંતુ પાવર પ્લેના અંત સુધીમાં બંનેએ મુંબઈના સ્કોર બોર્ડ પર 61 રન નોંધાવી દીધા હતા. પરંતુ 7મી ઓવરમાં રોહિત શર્મા પ્રથમ બોલે અને આગળ ઈશાન કિશન આઉટ થયો હતો. ઈશાન અને રોહિતને રાશિદ ખાને પોતાનો શિકાર બનાવ્યા હતા. જોકે આ ઓવરમાં સૂર્યકુમાર યાદવ રમતમાં આવ્યો હતો. સૂર્યા પાસે મેચ પહેલાથી જ મોટી આશા હતી. પરંતુ તેણે અપેક્ષા કરતા પણ વધારે સારી બેટિંગ ઈનીંગ રમતા આઈપીએલ કરિયરમાં પોતાની પ્રથમ સદી નોંધાવી હતી. ટી20 ક્રિકેટમાં તેણે આ ચોથી સદી નોંધાવી હતી.

સૂર્યાએ 49 બોલનો સામનો કરીને અણનમ ઈનીંગ રમતા 103 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 6 છગ્ગા અને 11 ચોગ્ગા સૂર્યાએ નોંધાવ્યા હતા. આમ સુર્યાએ ધમાલ મચાવતી બેટિંગ કરી હતી. જેને લઈ મુંબઈના બોલર્સ તેની સામે પરેશાન થઈ ગયા હતા. અંતિમ ઓવર મુંબઈની બેટિંગ ઈનીંગની અલ્ઝારી જોસેફ આવ્યો હતો અને તેના પર 2 છગ્ગા જમાવ્યા હતા. આમ સૂર્યાએ પોતાની સદી પુરી કરવા સાથે ગુજરાત સામેનો પડકાર વધારે મોટો બનાવ્યો હતો.

આ પણ વાંચોઃ India vs Pakistan World Cup: પાકિસ્તાનને ઘરમાં સુરક્ષાનુ ઠેકાણુ નથી અને ફરી બોયકોટની વાત, Asia Cup થી હટવા તૈયાર

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">