AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Pakistan World Cup: પાકિસ્તાનને ઘરમાં સુરક્ષાનુ ઠેકાણુ નથી અને ફરી બોયકોટની વાત, Asia Cup થી હટવા તૈયાર

BCCI vs PCB: પાકિસ્તાન હજુય Asia Cup ને લઈ પોતાના તરફથી નિવેદન બાજી કરી રહ્યુ છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે એશિયા કપના તેમના હાઈબ્રિડ મોડલનો અસ્વિકારની સ્થિતીમાં પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી હટી જવાની વાત કરી છે.

India vs Pakistan World Cup: પાકિસ્તાનને ઘરમાં સુરક્ષાનુ ઠેકાણુ નથી અને ફરી બોયકોટની વાત, Asia Cup થી હટવા તૈયાર
Najam Shethi હજુ બોયકોટની વાત કરી રહ્યા છે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 9:35 AM
Share

IPL 2023 નો રોમાંચ જબરદસ્ત ચાલી રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાનમાં ઈમરાનખાનની ધરપકડ અને છૂટકારાના ઘટના ક્રમ દરમિયાન અફડાતફડીનો માહોલ રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સ્થાનિક પરિસ્થિતીઓની વચ્ચે Asia Cup ને લઈ નિવેદન બાજી કરી રહ્યુ છે. એક રીતે એમ પણ લાગી રહ્યુ છે કે, લોકોનુ ધ્યાન વર્તમાન પાકિસ્તાનમાં રહેલી સ્થિતી વચ્ચે અન્ય મુદ્દા તરફ ભટકાવાવનુ હોઈ શકે છે. જોકે અધ્યક્ષ નજમ શેઠીનુ કહેવુ છે કે, રજૂ કરેલ હાઈબ્રિડ મોડલને સ્વિકારવામાં નહીં આવે તો પાકિસ્તાન એશિયા કપ ટૂર્નામેન્ટથી બહાર થઈ શકે છે. સાથે જ વિશ્વકપ માટે પાકિસ્તાનની ટીમ ભારત નહીં મોકલે.

નજમ શેઠીના આ નિવેદનને લઈ એશિયા કપ ટૂર્નામેન્ટનો મામલો ખૂબ જ પેચીદો બનતો જઈ રહ્યો એમ લાગી રહ્યુ છે. જોકે પાકિસ્તાન પણ પોતાની માંગ પર અડી રહ્યુ એમ નિવેદન કરી રહ્યુ છે. હાલમાં એશિયા કપને પાકિસ્તાનના બદલે અન્ય દેશમાં આયોજીત કરવાની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન પાકિસ્તાન હવે આ મુદ્દા પર બોયકોટની વાતો કરવા લાગ્યુ છે.

ભારત પ્રવાસની નહીં મળે મંજૂરી

એશિયલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ અને બીસીસીઆઈના સચિવ જય શાહે ગત વર્ષે જ ભારતીય ટીમને પાકિસ્તાન પ્રવાસે મોકલવાનો ઈન્કાર કર્યો હતો. જેને લઈ પાકિસ્તાન ભડક્યુ હતુ અને સતત એશિયા કપને લઈ નિવેદન બાજી કરી રહ્યુ છે. કેટલીકવાર તો પાકિસ્તાને વિશ્વકપનો બોયકોટ કરવાનુ કહી દીધુ છે, તો હવે એશિયા કપથી પણ હટવાની તૈયારી હોવાનુ કહી રહ્યુ છે. આ દરમિયાન હવે પીસીબીના અધ્યક્ષ નજમ શેઠીએ એક ભારતીય ન્યૂઝ વેબસાઈટ સાથેના ઈન્ટરવ્યૂમાં ફરી એક વાર ભારત નહીં આવવાને લઈ વાત કરી છે. શેઠીએ કહ્યુ હતુ કે, બીસીસીઆઈ પાકિસ્તાન પ્રવાસ માટે ભારત સરકારનો હવાલો આપે છે તો, પાકિસ્તાન સરકાર પણ પોતાની ટીમ નહીં મોકલે અને મેચ ન્યૂટ્રલ વેન્યૂ પર રમશે.

શેઠીએ કહ્યુ હતુ કે, જો ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે કે, બીસીસીઆઈ પાકિસ્તાન દ્વારા પ્રસ્તાવિત હાઈબ્રિડ મોડલને લઈ તૈયાર નહીં થાય તો, પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે વિશ્વકપ માટે નહીં આવે. શેઠી આગળ કહ્યુ કે, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોએ પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો છે. આવામાં ભારતને પાકિસ્તાન આવામાં કોઈ મુશ્કેલી નહીં હોવી જોઈએ. આમ સુરક્ષાના કારણોને લઈ શેઠીએ આ વાત કરી હતી.

એશિયા કપથી હટી જશે?

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શેઠીએ પોતાના હાઈબ્રિડ આયોજનને લઈ વાત કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, એશિયા કપ માટે ACC બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને લઈ બાકીની ટીમો પોતાની મેચ પાકિસ્તાનમાં રમી શકે છે અને બાદમાં તમામ ટીમો બીજા સ્થળે ભારત સાથેની મેચ રમવા માટે જઈ શકે છે. આ દરમિયાન તેઓએ કહ્યુ કે, આ જ મોડલને વિશ્વકપ અને આગળ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં લાગુ કરી શકાય છે.

આગળ શેઠીએ કહ્યુ હતુ કે, જો મોડલ પર સહમતી નહીં સધાય અને ટૂર્નામેન્ટ પાકિસ્તાન બહાર લઈ જવામાં આવશે તો, પાકિસ્તાન તેમાં હિસ્સો નહીં લે. આમ એશિયા કપથી હટી જવા તૈયાર હોવાનુ તેમણે આ રીતે કહ્યુ છે.

આ પણ વાંચોઃ SP અને કલેકટરના નંબરો બદલાઈ જશે? અધિકારીઓના મોબાઈલ સિમ કાર્ડને લઈ રાજ્ય સરકાર કરી રહી છે મોટો ફેરફાર!

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">