મુકેશ અંબાણીએ પાકિસ્તાનને માર્યો એવો જોરદાર તમાચો કે દર-બ-દરની ઠોકર ખાવા મજબૂર થઈ ગયું PCB
પુલવામા આતંકી હુમલા બાદ ભારતની પ્રોડક્શન કંપની IMG RELIANCEએ પાકિસ્તાન સુપર લીગ (PSL)ની બાકીની મૅચોના પ્રસારણમાંથી હાથ ખેંચી લીધો છે. TV9 Gujarati Web Stories View more સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે Liver Detox Tips : લિવર […]
પુલવામા આતંકી હુમલા બાદ ભારતની પ્રોડક્શન કંપની IMG RELIANCEએ પાકિસ્તાન સુપર લીગ (PSL)ની બાકીની મૅચોના પ્રસારણમાંથી હાથ ખેંચી લીધો છે.
આઈએમજી રિલાયંસના આ નિર્ણયના કારણે પાકિસ્તાનની હાલત કફોડી થઈ ગઈ છે, કારણ કે પીએસએલની મૅચોનું પ્રસારણ બંધ થઈ ગયું છે. આઈએમજીએ પીએસએલની અધિકૃત પ્રોડક્શન ભાગીદાર તરીકે ખસવાની જાહેરાત કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના મૅનેજિંગ ડાયરેક્ટર વસીમ ખાને આ અંગની પુષ્ટિ કરી છે. પીસીબીએ એક નિવેદન જાહેર કરતા કહ્યું, ‘આઈએમજી રિલાયંસે અમને સૂચિત કર્યા છે કે તેઓ પીસીએલની બાકીની મૅચોના પ્રસારણ માટે અમારી સાથે ભાગીદાર બનવામાં અસમર્થ છે. પીસીબી પાસે હંમેશા વૈકલ્પિક પ્લાન હોય છે. અમને વિશ્વાસ છે કે ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ અમે ટૂંકમાં જ નવા પાર્ટનર વિશે જાહેરાત કરવાની સ્થિતિમાં હોઇશું.’
જોકે હકીકત એ છે કે પીસીબીના પરસેવા છૂટી ગયા છે. અત્યાર સુધી પીસીબીને કોઈ બ્રૉડકાસ્ટર નથી મળ્યો. પાકિસ્તાનમાં મૅચોનો પ્રસારણ અધિકાર જિયો સુપર અને PTV સ્પોર્ટ્સ ચૅનલોનો છે, પરંતુ મેદાન પર કૅમેરા કોણ લગાવશે અને સાથે જ મૅચને પ્રોડ્યુસ કોણ કરશે, તેનો કોઈ અત્તો-પત્તો નથી.
નોંધનીય છે કે અત્યાર સુધી આઈએમજી રિલાયંસ પીએસએલની મૅચોના લાઇવ કવરેજમાં લાગેલુ હતું. પુલવામા આતંકી હુમલા બાદ આઈએમજી રિલાયંસે એક નિવેદનમાં કહ્યુ હતું, ‘અમે રવિવારથી પીએસએલનું પ્રોડક્શન રોકવાનો નિર્ણય કર્યો છે. આ અંગે પીસીબીને માહિતી આપી દેવાઈ છે. આઈએમજી રિલાયંસનું માનવું છે કે પુલવામા હુમલા બાદ તે પાકિસ્તાન સાથે કોઈ પણ જાતનો વ્યાવસાયિક ગઠજોડ નથી રાખી શકતું.’
દરમિયાન પીસીબીએ પુલવામા હુમલા બાદ ભારતમાં કેટલાક સ્થળોએ ઇમરાન ખાન સહિત કેટલાક પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોની તસવીરો ઢાંકવા પર પણ ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ BCCI સમક્ષ આ મુદ્દો ઉઠાવશે. વસીમ ખાને કહ્યું તેઓ ICCની બેઠક દરમિયાન બીસીસીઆઈ સમક્ષ આ મુદ્દો ઉઠાવશે. આઈસીસીની બેઠક 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે.
[yop_poll id=1589]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]