Wimbledon 2021: ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી વિમ્બલ્ડન ચેમ્પિયન, ફાઇનલમાં કેરોલિના પ્લિસ્કોવાને હરાવી
વિમ્બલ્ડન (Wimbledon) ટાઇટલ ઓસ્ટ્રેલિયન ખેલાડીને 41 વર્ષ બાદ નસીબ થયુ છે. એશ્લે બાર્ટી (Ashleigh barty) તેનુ પ્રથમ વિમ્બલ્ડન અને બીજુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યુ હતુ. બાર્ટી ટેનિસ માંથી બ્રેક લઇ ક્રિકેટની રમતમાં પણ ભાગ લઇ ચુકી છે.
ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી (Ashleigh barty) વિમ્બલ્ડનમ (Wimbledon) ની નવી ચેમ્પિયન બની છે. વિશ્વ નબર વન બાર્ટી એ શનિવાર, 10 જૂલાઇએ મહિલા સિંગલ્સ ની ફાઇનલમાં કેરોલિના પ્લિસ્કોવા (Karolina Pliskova) ને હરાવી હતી. બાર્ટી અને 6-3, 6-7 (4-7) અને 6-3 થી કેરોલિનાને હરાવી દીધી હતી. આ સાથે જ બાર્ટીએ વિમ્બલ્ડન ટાઇટલને પ્રથમ વખત પોતાને નામ કરી લીધુ હતુ. બાર્ટી માટે આ બીજુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે.
બાર્ટી અને કેરોલિના બંને ટેનિસ પ્લેયર પ્રથમ વખત વિમ્બલ્ડન ફાઇનલમાં ઉતરી હતી, જ્યાં બંને વચ્ચે જોરદાર ટક્કર રહી હતી. પ્રથમ સેટમાં બાર્ટી એ દમદાર રમત દર્શાવી હતી. પરંતુ બીજા સેટમાં કેરોલિના એ બાર્ટીને ફસાવી હતી અને ટાઇબ્રેકરમાં જીત મેળવતા મેચ ત્રીજા સેટમાં પહોંચી હતી. ત્રીજા સેટમાં બાર્ટીએ શરુઆત થી જ દબદબો બનાવી લીધો હતો અને ટાઇટલ પોતાને નામ કરવામાં સફળ રહી હતી.
25 વર્ષીય બાર્ટી ફક્ત બીજી વખત જ કોઇ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી હતી. જે બંને ફાઇનલમાં તેણે જીત નોંધાવી હતી. આ પહેલા બાર્ટીએ 2019માં ફ્રેંન્ચ ઓપન જીતી લીધી હતી. જોકે આ માટે તેણે ખૂબ પરસેવો વહાવ્યો હતો. ફાઇનલમાં જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહેલી બાર્ટી એ શરુઆત એજ અંદાજ થી કરી હતી. પ્રથમ સેટમાં બે વખત કેરોલિનાની સર્વિસ તોડીને 4-0 થી લીડ મેળવી લીધી હતી. જોકે કેરોલિના એ ફરી થી સતતબે વખત સર્વિસ બ્રેક કરીને પરત ફરવા કોશિષ કરી હતી. જોકે બાર્ટીએ 6-3 થી સેટને પોતાને નામ કર્યો હતો.
બીજા સેટમાં દમદાર રહી કેરોલિના
બીજા સેટમાં સ્થિતી એવી નહોતી. આ વખતે આઠમા ક્રમાંકની કેરોલિના પ્લિસ્કોવા એ પોતાનો દમદાર દેખાવ કર્યો હતો. કેરોલિનાએ બાર્ટીનો મજબૂતાઇ થી સામનો કરીને પોઇન્ટ એકઠા કર્યા હતા. આ સેટ સાથે કેરોલિના રંગમાં આવતી જોઇ શકાતી હતી. મેચ ટાઇ બ્રેકરમાં આવી ચુક્યો હતી. અહી ચેક ખેલાડી પુરી રીતે બાર્ટી પર હાવી થઇ ગઇ હતી. અને 7-4 થી ટાઇબ્રેકર જીતીને 7-6 થી સેટ પોતાના નામે કરી લીધો હતો.
ઓસ્ટ્રેલિયા એ વિમ્બલ્ડન ટાઇટલ માટે 41 વર્ષ રાહ જોઇ
ત્રીજા સેટની શરુઆતમાં જ પ્લિસ્કોવાની સર્વિસ તોડીને બાર્ટી એ લીડ મેળવી હતી. તેના બાદ તેને પરત ફરવાનો કોઇ જ મોકો આપવામાં આવ્યો નહોતો. બાર્ટી એ 6-3 થી નિર્ણાયક સેટ જીતીને પ્રથમ વખત વિમ્બલ્ડન ચેમ્પિયન બનવાનુ ગૌરવ હાંસલ કર્યુ હતુ. બાર્ટી એ આ રીતે વિમ્બલ્ડન મહિલા સિંગ્લસમાં ઓસ્ટ્રેલિયા એ 41 વર્ષની લાંબી રાહ ખતમ કરી હતી.
🏆 #Wimbledon | @ashbarty pic.twitter.com/JC25bcZp8X
— Wimbledon (@Wimbledon) July 10, 2021
ઓસ્ટ્રેલિયા એ આ પહેલા અંતિમ વાર 1980 માં વિમ્બલ્ડન ટાઇટલ મેળવ્યુ હતુ. તે વેળા ઓસ્ટ્રેલિયાની ઇવોન ગૂલાગોન્ગ કોલીએ ટાઇટલ જીત્યુ હતુ. કોલી 2 વાર વિમ્બલ્ડન ટાઇટલ વિજેતા રહી હતી. આ સાથે જ બાર્ટી મહિલા સિંગલ્સમાં વિમ્બલ્ડનનુ ટાઇટલ જીતનારી ત્રીજી ઓસ્ટ્રેલિયન ખેલાડી બની ચુકી છે. બાર્ટી અને કોલી ઉપરાંત મહાન ખેલાડી માર્ગ્રેટ કોર્ટ એ 3 વખત વિમ્બલ્ડન ટાઇટલ પોતાના નામે જીત્યુ હતુ.
ટેનિસમાં બ્રેક લઇ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો
બાર્ટી આલ પહેલા વર્ષ 2011 માં 15 વર્ષની ઉંમરે જ જૂનિયર ચેમ્પિયનશીપ જીતી હતી. તે વખતે બાર્ટી જૂનિયર સર્કિટમાં ટોચની ખેલાડીઓમાં સામેલ હતી. જોકે બાર્ટી એ 2014માં અનિશ્વિત કાળ માટે ટેનિસ છોડી દીધુ હતુ. આ દરમ્યાન તેણે ઓસ્ટ્રેલીયામાં ઘરેલુ ક્રિકેટ અને બિગ બેશ ટી20 લીગમાં ભાગ લીધો હતો. બાર્ટી 2016માં ફરી થી ટેનિસ કોર્ટ પર પરત ફરી હતી.
પરત ફર્યા બાદ બાર્ટીના કરિયરનો ગ્રાફ સતત ઉપરની તરફ જ જવા લાગ્યો હતો. 2019માં બાર્ટી ફ્રેંન્ચ ઓપન વિજેતા રહી હતી. જે બાર્ટી માટે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હતુ. આ સાથે જ જૂન 2019માં તે નંબર વન રેન્ક ધરાવતી ખેલાડી બની હતી. સપ્ટેમ્બર 2019 થી સતત અત્યાર સુધી નંબર 1 રેન્કીંગ ધરાવે છે.
આ પણ વાંચોઃ Sunil Gavaskar Birthday: ધીમી રમતને આજે પણ ઘટીયા નહી ‘ગાવાસ્કર સ્ટાઇલ’ ઓળખવામાં આવે છે, જાણો કેમ