Fifa World Cup 2022 India : ભારત ફિફા વર્લ્ડ કપમાં કેમ નથી રમી રહ્યું ? શું ક્યારેય તક મળી છે ?
ફિફા વર્લ્ડ કપ 2022 (Fifa World Cup )માં કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે પરંતુ તેમાં ભારતનું નામ સામેલ નથી. એવું નથી કે ભારત ક્યારેય ફૂટબોલ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું નથી.
વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાંની એક, FIFA વર્લ્ડ કપ 2022 આ મહિનાની 20મી (નવેમ્બર) થી શરૂ થઈ રહી છે. કતાર દ્વારા આયોજિત થનારી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 18 ડિસેમ્બરે રમાશે. લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા જાણીતા ખેલાડીઓ માટે આગામી ટુર્નામેન્ટ છેલ્લી સાબિત થઈ શકે છે. ફિફા વર્લ્ડ કપ 2022માં કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે, પરંતુ તેમાં ફરી એકવાર ભારતનું નામ સામેલ કરવામાં આવ્યું નથી. કારણ કે ભારતીય ટીમ ફિફા વર્લ્ડ કપ માટે ફરીથી ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે.
સુનીલ છેત્રીની કપ્તાનીવાળી ભારતીય ટીમને ક્વોલિફાઇંગ સ્ટેજના બીજા રાઉન્ડમાં જ બહાર થવું પડ્યું હતું. કોઈપણ રીતે, એશિયાની છ ટીમો કતાર, સાઉદી અરેબિયા, ઈરાન, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાને ભાગ લેવાની તક મળી રહી છે. એવું નથી કે ભારત ક્યારેય ફૂટબોલ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું નથી.
ખુલ્લા પગે રમવાની છૂટ નથી!
ટીમ ઈન્ડિયાએ વર્ષ 1950માં બ્રાઝિલમાં આયોજિત વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું, છતાં તે ભાગ લઈ શકી ન હતી. સૌથી મોટું કારણ એ હતું કે, ભારતીય ખેલાડીઓને તે સમયે ખુલ્લા પગે ફૂટબોલ રમવાની આદત હતી, જે તેમના માટે સમસ્યા બની ગઈ હતી. મોહમ્મદ અબ્દુલ સલીમ નામનો ભારતીય ફૂટબોલર તેના સમય દરમિયાન સ્કોટિશ ફૂટબોલ ક્લબ ‘સેલ્ટિક’ માટે ખુલ્લા પગે પણ રમતા હતા. ફિફાના નિયમો અનુસાર, ખેલાડીઓએ જૂતા પહેરીને વર્લ્ડ કપમાં રમવાનું હતું, પરંતુ ભારતીય ખેલાડીઓને જૂતા પહેરીને ફૂટબોલ રમવાની આદત ન હતી અને તેણે આ ટૂર્નામેન્ટમાં રમવાની ના પાડી.
ભારત ક્યારે પણ ક્વોલિફાય કરી શક્યું નહિ
બીજું કારણ એ પણ માનવામાં આવે છે કે, વિદેશી મેદાન પર વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેના માટે ભારતીય ફુટબોલ સંધની સાથે-સાથે સરકારે ખર્ચ ઉઠાવવાની ના પાડી હતી પરંતુ ફીફા ભારતની આ ટ્રિપ યાત્રાનો ખર્ચ ઉઠાવવા માટે તૈયાર હતી તેમ છતા ભારત આ ટૂર્નામેન્ટમાં સામેલ થઈ શક્યું નહિ. ટીમની અંદર સિલેક્શન પર વિવાદ પ્રેક્ટિસનો પણ ભાગ ન બનાવાનું કારણ હતુ.
ભારતની વર્તમાન રેન્કિંગ ઘણી નબળી છે
ચાહકો માટે દુખની વાત એ છે કે, 1950ના વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ આ મેગા ટુર્નામેન્ટ માટે ફરી ક્યારેય ક્વોલિફાય કરી શકી નથી. ફિફા રેન્કિંગમાં પણ ભારતીય ફૂટબોલ ટીમની હાલત નાજુક દેખાઈ રહી છે અને તેની વર્તમાન રેન્કિંગ 106 છે. એટલે કે તે ટોપ-100 દેશોમાં પણ સામેલ નથી.