Liam Livingstone Fifty: લિયામ લિવિંગસ્ટનની શાનદાર લડત, 9 છગ્ગા વાળી બેટિંગે મેચ રોમાંચક બનાવી દીધી

PBKS vs DC: પંજાબ કિંગ્સે રન ચેઝ કરવા માટે પૂરો દમ દેખાડ્યો હતો. પરંતુ ધર્મશાળામાં દિલ્હી કેપિટલ્સ સામે હાર સાથે પ્લેઓફની રેસમાથી હવે પંજાબ બહાર થઈ ચુક્યુ છે.

Liam Livingstone Fifty: લિયામ લિવિંગસ્ટનની શાનદાર લડત, 9 છગ્ગા વાળી બેટિંગે મેચ રોમાંચક બનાવી દીધી
Liam Livingstone એ 94 રનની ઈનીંગ રમી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 11:38 PM

IPL 2023 એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ દિલ્હી કેપિટલ્સને ધર્મશાળામાં પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતાર્યુ હતુ. જોકે દિલ્હીના બેટરોએ ધુલાઈ કરતી બેટિંગ કરતા માત્ર 2 જ વિકેટ ગુમાવીને 213 રન નોંધાવ્યા હતા. જોકે જવાબમાં રનચેઝ કરવા માટે મેદાને ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમે શરુઆતમાં જ સુકાની અને ઓપનર શિખર ધવન ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો. પંજાબ કિંગ્સે ધર્મશાળામાં મેચ ગુમાવી હતી, પરંતુ, આ માટે લિયામ લિવિંગસ્ટને શાનદાર ઈનીંગ રમી હતી. તે સદી પૂરી કરવા માટે મેચના અંતિમ બોલ પર વિશાળ શોટ લગાવવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તે આઉટ થયો હતો.

લિવિંગસ્ટને 94 રનની તોફાની ઈનીંગ રમીને પંજાબ કિંગ્સને માટે મજબૂત લડાઈ કરી હતી. હાર અને જીત વચ્ચે મોટુ અંતર હતુ આમ છતાં પંજાબની ટીમને લિવિંગસ્ટન નજીક લઈ આવ્યો હતો. તેણે શાનદાર 9 છગ્ગા વાળી રમત રમી હતી. જેને લઈ મેચ અંતિમ ઓવર સુધી રોમાંચક બની હતી.

ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો

આ પણ વાંચોઃ Pakistan ક્રિકેટ બોર્ડને BCCI થી થઈ ઈર્ષા, રેવન્યૂ મોડલ જોઈ PCB ને મરચા લાગતા ધમકીના સૂર નિકાળવા લાગ્યુ

આતશી ઈનીંગ, ચૂક્યો સદી

ધર્મશાળામાં સદી નોંધાવવાથી લિયામ લિવિંગસ્ટન ચૂક્યો હતો. મેચના અંતિમ બોલ પર તેણે છગ્ગો ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતિમ બોલ પર જ તે અક્ષર પટેલના હાથમાં કેચ ઝડપાયો હતો. આમ તે 94 રન પર વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે તેની ઈનીંગ શાનદાર રહી હતી. લિયામે 94 રન આતશી બેટિંગ વડે નોંધાવ્યા હતા. આ માટે તેણે 48 બોલનો સામનો કર્યો હતો. દરમિયાનમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. 195.83 ની સ્ટ્રાઈક રેટથી લિયામે બેટિંગ કરી હતી.

એક સમયે દિલ્હી માટે શરુઆતમાં મેચ એક તરફી લાગી રહી હતી. ટીમનો સ્ટાર બેટર શિખર ધવન ગોલ્ડન ડક વિકેટ ગુમાવતા મોટા સ્કોરને ચેઝ કરવો મુશ્કેલ લાગી રહ્યો હતો. પરંતુ લિયામ લિવિંગસ્ટને ચોથા ક્રમે આવીને તોફાન મચાવતી બેટિંગ કરી હતી. લિયામ મેચમાં ફરી એકવાર પંજાબને લઈ આવ્યો હતો અને મેચને રોમાંચક બનાવી દીધી હતી. મેચમાં અંતિમ ઓવરમાં નો બોલ મળતા મેચમાં રોમાંચ વધારે સર્જાયો હતો, પરંતુ ઈશાંત શર્મા ફ્રિ હિટમાં બોલને ડોટ કરાવવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચોઃ IPL 2023 દરમિયાન Sourav Ganguly ની અચાનક વધારી સુરક્ષા, દાદા હવે ‘Z’ કેટેગરીના સુરક્ષા ઘેરામાં રહેશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">