India vs Nepal : સતત બીજી જીત મેળવી ભારતીય ટીમ પહોંચી સેમિફાઈનલમાં, નેપાળ સામે 2-0થી મેળવી જીત

|

Jun 24, 2023 | 10:01 PM

Indian Football team : ભારતીય ફૂટબોલર સુનિલ છેત્રી અને નોરેમ મહેશ સિંઘના બે ગોલની મદદથી ભારતીય ફૂટબોલ ટીમે નેપાળ સામે 2-0થી જીત મેળવી હતી. આ સાથે જ ભારતીય ફૂટબોલ ટીમ SAFF ચેમ્પિયનશિપ 2023 સેમિફાઈનલમાં પહોંચી છે.

India vs Nepal : સતત બીજી જીત મેળવી ભારતીય ટીમ પહોંચી સેમિફાઈનલમાં, નેપાળ સામે 2-0થી મેળવી જીત
SAFF Championship 2023 India vs Nepal

Follow us on

SAFF Championship 2023 :  ભારતીય ફૂટબોલ ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે.  SAFF Championshipની પ્રથમ મેચમાં પાકિસ્તાનની સામે 4-0થી જીત મેળવીને ભારતીય ટીમે વિજયી શરુઆત કરી હતી. આજે બીજી મેચમાં ભારતીય ફૂટબોલર સુનિલ છેત્રી અને નોરેમ મહેશ સિંઘના બે ગોલની મદદથી ભારતીય ફૂટબોલ ટીમે નેપાળ સામે 2-0થી જીત મેળવી હતી. આ સાથે જ ભારતીય ફૂટબોલ ટીમ SAFF ચેમ્પિયનશિપ 2023 સેમિફાઈનલમાં પહોંચી છે.

નેપાળ સામે પ્રથમ હાફ ગોલ રહિત રહ્યો હતો. ભારતીય કેપ્ટન સુનિલ છેત્રી એ 61મી મિનિટે આ મેચનો પહેલો ગોલ કર્યો હતો. તેણે પોતાના કરિયરનો 91મો ગોલ કર્યો હતો. 70મી મિનિટે નોરેમ મહેશ સિંઘ એ રોમાંચક ગોલ કર્યો હતો. હવે 27 જૂનના રોજ ભારતની ટક્કર કુવૈત સામે થશે. બીજી બાજુ આજે પાકિસ્તાનને 4-0થી હરાવીને કુવૈતની ટીમ પણ સેમિફાઈનલમાં પહોંચી છે.

કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા
અંબાણી પરિવારની નાની વહુ 23 હજારનુ જીન્સ પહેરી પતિ સંગ ડિનર પર ગઈ
Sobhitaand wedding : શોભિતા ધુલીપાલાએ રાતા સેરેમનીમાં માતા અને દાદીની જ્વેલરી પહેરી
Sesame seeds benifits : શિયાળામાં તલ આપશે શરીરને હૂંફ, સ્કીન કહેશે ચમકતી
ડિસેમ્બરમાં શનિ સહિત આ 7 ગ્રહોની બદલાશે ચાલ,3 રાશિઓની વધશે મુશ્કેલીઓ

આ પણ વાંચો : Lionel Messi Happy Birthday: 36 વર્ષનો થયો મેસ્સી, જાણો મેસ્સીના મોટા ફૂટબોલ રેકોર્ડસ

નેપાળ સામે 2-0ના સ્કોરથી ભારતીય ટીમની જીત

 

આ પણ વાંચો :  Happy Birthday Messi : ફેક્ટ્રી વર્કરનો દીકરો આ રીતે બન્યો વર્લ્ડ ચેમ્પિયન, જાણો મેસ્સીના સંઘર્ષની કહાની

આ પણ વાંચો :  Happy Birthday Messi: ખુબ જ સુંદર છે ફૂટબોલર મેસ્સીનો પરિવાર, ત્રણેય દીકરાઓ છે પોતાના પિતાની કોપી

ભારત vs નેપાળનો હેડ ટુ હેડ રેકોર્ડ :

ભારત અને નેપાળ છેલ્લા આઠ વર્ષમાં પાંચ એકબીજા સામે રમ્યા છે. નેપાળની ટીમ ક્યારેય ભારતીય ટીમને હરાવી શકી નથી.

  • ભારત 3-0 નેપાળ – SAFF ચેમ્પિયનશિપ 2021 ફાઇનલ
  • નેપાળ 0-1 ભારત – SAFF ચેમ્પિયનશિપ 2021
  • નેપાળ 1-2 ભારત – ફ્રેન્ડલી મેચ
  • નેપાળ 0-0 ભારત – વર્લ્ડ કપ ક્વોલિફિકેશન AFC 1મો રાઉન્ડ
  • ભારત 2-0 નેપાળ – વર્લ્ડ કપ ક્વોલિફિકેશન AFC 1 લીગ રાઉન્ડ
  • આજે , ભારત 2-0 નેપાળ – SAFF ચેમ્પિયનશિપ 2023 લીગ રાઉન્ડ

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ભારત: ગુરપ્રીત સિંહ સંધુ (GK), રાહુલ ભેકે, મહેતાબ સિંહ, આકાશ મિશ્રા, નિખિલ પૂજારી, રોહિત કુમાર, અનિરુદ્ધ થાપા, સહલ અબ્દુલ સમદ, મહેશ સિંહ નૌરેમ, ઉદંતા સિંહ, સુનીલ છેત્રી (C)

નેપાળ: કિરણ કુમાર લિંબુ (GK)(C), અનંતા તમંગ, લેકન લિમ્બુ, બિમલ ઘરતી મગર, આયુષ ગાલન, દેવેન્દ્ર તમંગ, અરિક બિસ્તા, અંજન બિસ્તા, સનિશ શ્રેષ્ઠ, મનીષ ડાંગી, રોહિત ચંદ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:39 pm, Sat, 24 June 23

Next Article