Indian vs Pakistanની મેચ દરમિયાન મેદાન પર થઈ બબાલ, હેડ કોચને મળ્યો રેડ કાર્ડ, જુઓ Video
SAFF Championship 2023 Full Schedule: ભારતના બેંગ્લોરમાં આજથી ફૂટબોલ ટુર્નામેન્ટ SAFF Championshipની શરુઆત થઈ હતી. ભારતીય ફૂટબોલ ટીમની આજે પહેલી મેચ પાકિસ્તાન સામે હતી. આ મેચના પ્રથમ હાફમાં વરસાદ સાથે બંને ટીમો વચ્ચે બબાલના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
Bengaluru : ભારત અને પાકિસ્તાન આ બંને દેશો ભલે ભૌગોલિક રીતે એકબીજાની નજીક છે, પણ તેમની વચ્ચે ખરા અર્થમાં 36નો આંકડો છે. વૈશ્વિક મંચ હોય કે ક્રિકેટનું મેદાન, દરેક જગ્યા એ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ રહે છે. આજે ફૂટબોલના મેદાન પર આવી જ એક ઘટના સામે આવી હતી. ભારત-પાકિસ્તાનની ફૂટબોલ ટીમો વચ્ચે આજે બેંગ્લોરમાં SAFF Championship 2023ની પ્રથમ મેચ રમાઈ હતી.
આ મેચ દરમિયાન કોઈ કારણસર ભારતીય ટીમના હેડ કોચ Igor Stimac એ પાકિસ્તાનના ખેલાડી પાસેથી બોલ છીનવી લીધો. પાકિસ્તાની ખેલાડી તે સમયે ભારતીય હેડ કોચ પર ગુસ્સે થયો, જેના કારણે બંને ટીમના ખેલાડીઓ બબાલના મૂડમાં આવી ગયા હતા. આ ઘટનાને કારણે રેફરી એ હેડ કોચને રેડ કાર્ડ બતાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : MS Dhoni: ધોની આગામી IPL રમશે કે નહીં? CSKના CEOને જણાવ્યો પ્લાન, જાણો શું કહ્યું
મેદાન પર ભારત-પાકિસ્તાનની ટીમ આવી સામસામે
Fight Between India and Pakistan in football match 🔥🔥🔥🔥 Kuch bhi bolo, apna Igor Stimac hai dabang🤣🤣🤣#IndianFootball #PakistanFootball #INDvsPAK #SAFFChampionship pic.twitter.com/mRZ655iLVc
— ^•^ (@silly_fs) June 21, 2023
Wow loving this @IgorStimac #INDvPAK #SAFFChampionship pic.twitter.com/ZHTjJ7DcMb
— Aayush Shetty (@bebaslachara_) June 21, 2023
Igor Stimac booked.(red card) Bro, this is getting more interesting !! #INDvsPAK pic.twitter.com/LFdHXcS3O4
— Aniruddh Singh (@realAniruddh) June 21, 2023
બેંગ્લોરના શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં આજે 21 જૂનથી એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપની શરુઆત થઈ છે. આ ચેમ્પિયનશિપ 4 જુલાઈ સુધી ચાલશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 દેશોની રાષ્ટ્રીય ટીમો ભાગ લઈ રહી છે. આ 8 ટીમોને 2 ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે. આ પણ વાંચો : ICC Test Rankings : માર્નસ લાબુશેનને પછાડી જો રૂટ બન્યો નંબર-1 ટેસ્ટ બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ
SAFF ચેમ્પિયનશિપ 2023નું સંપૂર્ણ શેડયૂલ
તારીખ | મેચ | સમય | સ્થળ |
21 જૂન, 2023 | કુવૈત vs નેપાળ | 3:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
21 જૂન, 2023 | ભારત vs પાકિસ્તાન | 7:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
22 જૂન, 2023 | લેબનાન vs બાંગ્લાદેશ | 3:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
22 જૂન, 2023 | માલદીવ vs ભૂટાન | 7:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
24 જૂન, 2023 | પાકિસ્તાન vs કૂવૈત | 3:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
24 જૂન, 2023 | ભારત vs નેપાળ | 7:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
25 જૂન, 2023 | બાંગ્લાદેશ vs લેબનાન | 3:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
25 જૂન, 2023 | ભૂટાન vs લેબનાન | 7:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
27 જૂન, 2023 | નેપાળ vs પાકિસ્તાન | 3:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
27 જૂન, 2023 | ભારત vs કુવૈત | 7:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
28 જૂન, 2023 | લેબનાન vs માલદીવ | 3:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
28 જૂન, 2023 | ભૂટાન vs બાંગ્લાદેશ | 7:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
1 જૂલાઈ, 2023 | સેમી-ફાઇનલ 1 – ગ્રુપ A વિજેતા vs ગ્રુપ B રનર અપ | 3:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
1 જૂલાઈ, 2023 | સેમી-ફાઇનલ 2 – ગ્રુપ B વિજેતા vs ગ્રુપ A રનર અપ | 7:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |
4 જૂલાઈ, 2023 | ફાઈનલ | 7:30 PM | શ્રી કાંતીરવા સ્ટેડિયમ |