AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતીય ફૂટબોલ ટીમે પાંચ વર્ષ બાદ જીત્યો Intercontinental Cup, સુનીલ છેત્રી એ ગોલ કરીને લેબનાનને ફાઈનલમાં હરાવ્યું

રવિવારે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં લેબનોનને 2-0થી હરાવ્યું. ભારત માટે આ મેચમાં પ્રથમ ગોલ કેપ્ટન સુનીલ છેત્રીએ કર્યો હતો. તેના પછી લલિયાન્ઝુઆલા ચાંગતેએ બીજો ગોલ કર્યો હતો. ભારતીય ફૂટબોલ ટીમે બીજી વાર Intercontinental Cup જીત્યો છે. 

Breaking News :  ભારતીય ફૂટબોલ ટીમે પાંચ વર્ષ બાદ જીત્યો Intercontinental Cup, સુનીલ છેત્રી એ ગોલ કરીને લેબનાનને ફાઈનલમાં હરાવ્યું
Intercontinental cup final 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 10:02 PM
Share

Bhuvneshwar : ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમે પાંચ વર્ષ બાદ ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ ટુર્નામેન્ટ જીતી છે. આજે 18 જૂન રવિવારે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં લેબનોનને 2-0થી હરાવ્યું. ભારત માટે આ મેચમાં પ્રથમ ગોલ કેપ્ટન સુનીલ છેત્રીએ કર્યો હતો. ત્યાર પછી લલિયાન્ઝુઆલા ચાંગતેએ બીજો ગોલ કર્યો હતો. ભારતીય ફૂટબોલ ટીમે બીજી વાર Intercontinental Cup જીત્યો છે.

છેલ્લે ભારતીય ફૂટબોલ ટીમે વર્ષ 2018માં આ ટુર્નામેન્ટ જીતી હતી. વર્ષ 2019માં બીજી આવૃત્તિમાં ઉત્તર કોરિયાની ટીમ ચેમ્પિયન બની હતી. તે સમયે ભારત ચોથા સ્થાને હતું. વર્ષ 2019 પછી આ ટૂર્નામેન્ટ કોરોના મહામારીને કારણે યોજાઈ શકી ન હતી. ઇન્ટરકોન્ટિનેન્ટલ કપની આ ત્રીજી આવૃત્તિ હતી અને ભારત બીજી વખત ચેમ્પિયન બન્યું છે.

આ પણ વાંચો : Breaking News : Indonesia Open 2023માં ભારતીય જોડી એ રચ્યો ઈતિહાસ, સાત્વિક અને ચિરાગ બન્યા Super 1000 title ચેમ્પિયન, જુઓ Video

ફાઈનલમાં 2-0થી ભારતીય ફૂટબોલ ટીમે મેળવી જીત

આ પણ વાંચો : LIVE મેચમાં દુનિયાની મહાન ટેનિસ ખેલાડી પર થયો હતો ચાકૂથી હુમલો, જુઓ Viral Video

ભારતીય ખેલાડીઓએ મેચમાં શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું પરંતુ ગોલ કરવાની તકનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ફાઈનલ મેચનો પ્રથમ હાફ ગોલ રહિત રહ્યો હતો. સક્રિય ખેલાડીઓમાં ત્રીજા સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરનાર છેત્રીએ બીજા હાફની શરૂઆતમાં જ પ્રહારો કર્યા જ્યારે ગોલમાં મદદ કરનાર ચાંગટે 66મી મિનિટે ટીમની લીડ બમણી કરી હતી. આ પછી બંને ટીમોએ વધુ પ્રયાસો કર્યા પરંતુ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">