Paris Olympics 2024 : પીવી સિંધુ-શરત કમલ ભારતના ધ્વજવાહક હશે, ગગન નારંગને મોટી જવાબદારી મળી
પેરિસ ઓલિમ્પિક 2024ની શરુઆત 26 જુલાઈથી શરુ થશે, જેમાં ઓપનિંગ સેરેમનીમાં ભારત તરફથી ધ્વજવાહકના રુપમાં પીવી સિંધુ જવાબદારી નિભાવશે. જેમાં તેની સાથે શરત કમલ પણ હશે.
પેરિસ ઓલિમ્પિક 2024ને શરુ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ મહાકુંભની શરુઆત 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું છે. દુનિયાની સૌથી મોટી રમતના આ આયોજનમાં ભારતીય ચાહકો એથલીટ પાસે સારા પ્રદર્શનની આશા રાખી રહ્યા છે.
સ્ટાર ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ આ વખતે ઓપનિંગ સેરેમનીમાં મહિલા ધ્વજવાહકની જવાબદારી નિભાવશે. તો ભારતીય પુરુષ દળમાં ધ્વજવાહકની જવાબદારી ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ નિભાવશે. આ બંન્ને ખેલાડીઓના નામની જાહેરાત ઓલિમ્પિક સંધની અધ્યક્ષ પીટી ઉષાએ કરી છે.
ગગન-નાંરગને પણ મળી મોટી જવાબદારી
પીવી સિંધુ અને શરત કમલને ઓપનિંગ સેરેમની માટે ધ્વજવાહક બનાવવામાં આવ્યા છે. તો વર્ષ 2012ના ઓલિમ્પિક રમતમાં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ગગન નારંગને આ વખતે શેફ-ડી મિશનની જવાબદારી સોંપવામાં આવી છે.
આ જવાબદારીને લઈ કહીએ તો આ એક મોટું પદ છે. જેમાં ભાગ લેનાર એથલીટોની સુવિધા અને જરુરતનું ધ્યાન રાખતી આયોજન સમિતિ સાથે સતત સંપર્કમાં રહેવાનું હોય છે. ભારત તરફથી આગામી ઓલ્મિપિક રમતને લઈ અધિકારીઓના દળની જાહેરાત 21 માર્ચના રોજ કરવામાં આવ્યું હતુ.
View this post on Instagram
ભારત સર્વશ્રેષ્ઠ પરિણામ આપવા માટે તૈયાર
ભારતીય ઓલિમ્પિક સંધની અધ્યક્ષ પીટી ઉષાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, દળની આગેવાની માટે ઓલિમ્પિક મેડલ વિજેતાને શોધી રહી હતી. 2 વખત ઓલિમ્પિક વિજેતા ભારતની એકમાત્ર મહિલા ખેલાડી પીવી સિંધુ ઉદ્ધાટન સમારોહમાં ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ સાથે મહિલા ધ્વજવાહક હશે. મને વિશ્વાસ છે કે, અમારા ખેલાડી પેરિસ 2024 ઓલિમ્પિક રમતમાં ભારત સર્વશ્રેષ્ઠ પરિણામ આપવા માટે સારી રીતે તૈયાર છે.
ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા
આઈઓસીએ 2020માં પ્રોટોકલમાં બદલવા કરી એક દેશથી એક મહિલા અને એક પુરુષ ખેલાડીને સંયુક્ત રુપે ધ્વજવાહક બનાવવાની અનુમતિ આપવામાં આવી હતી. ટોક્યો ઓલિમ્પિક 2020માં મેરી કોમ અને ભારતીય હોકી કેપ્ટન મનપ્રીત સિંહ ધ્વજવાહક હતા.પેરિસ ઓલિમ્પિક્સ 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાશે અને આ માટે ભારત 100થી વધુ ખેલાડીઓની ટુકડી મોકલશે. દરમિયાન, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.