Pro Kabaddi League: બેંગ્લુરુ બુલ્સને હરાવીને દબંગ દિલ્હી સતત બીજીવાર ફાઈનલમાં, 25 ફેબ્રુઆરીએ પટના સામે ટક્કર
આ સુપર રેડમાં સૌરભ નાંદલ, અમન અને પવન સહરાવતને મેટથી બહાર થવું પડ્યું હતું. સંદીપ નરવાલે અબોલફજલ મગશોદલુને ટેકલ કરી બેંગ્લુરુ ટીમને ફરીથી ઓલઆઉટ કરી દીધું.

બુધવારે હૈદરાબાદમાં રમાયેલી પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League)માં સિઝન 8માં બીજી સેમીફાઈનલ મેચમાં દબંગ દિલ્હી (Dabang Delhi KC)એ બેંગ્લુરુ બુલ્સ (Bengaluru Bulls)ને 40-35થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેનો સામનો ત્રણવારની ચેમ્પિયન પટના પાયરેટ્સ સામે થશે. સિઝન 7માં પણ દિલ્હી દબંગ ફાઈનલમાં પહોંચ્યું હતું. ત્યાં તેને બંગાળ વોરિયર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં બેંગ્લુરુ ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી પણ દિલ્હી ટીમે જલ્દી મેચમાં વાપસી કરી લીધી હતી. આ મેચમાં સૌરભ નાંદલે 4 ટેકલ પોઈન્ટ મેળવ્યા તો મહેંદર સિંહે 3 ખેલાડીઓને મેટની બહાર મોકલ્યા હતા. પવન સહરાવતે આ મેચમાં સૌથી વધુ 15 રેડ પોઈન્ટ મેળવ્યા તો નવીન કુમારે 11 પોઈન્ટ મેળવીને દિલ્હીને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.
Raiders balwaan, defenders chattaan, badhe final ke or… Delhi, Delhi, dabang dabang dabang dabang 🥳
Will @DabangDelhiKC finish off where they left off last season and lift the #VIVOProKabaddi 🏆?#DELvBLR pic.twitter.com/RACOvOWKL6
— ProKabaddi (@ProKabaddi) February 23, 2022
પહેલા હાફમાં પવનનું શાનદાર પ્રદર્શન કર્યું
દબંગ દિલ્હીએ ટોસ જીત્યો અને બેંગ્લુરુ બુલ્સને પહેલા રેડ માટે આમંત્રણ આપ્યું. પવન સહરાવતે મેચની પહેલી રેડમાં ટીમનું ખાતુ ખોલી દીધું તો નવીન કુમારે ટેકલ કરી બેંગ્લુરુ બુલ્સે લીડ મેળવી લીધી. ચંદ્રન રણજીતને જીવા કુમાર અને સંદીપ નરવાલને ટેકલ કરી સ્કોર 3-3ની બરોબરી પર લાવી દીધો હતો. ત્યારબાદ દિલ્હીએ દમદાર રમત દાખવી હતી અને બેંગ્લુરુ બુલ્સને ઓલઆઉટ કરી દીધું હતું. વિજય મલિકે ટેકલ કર્યું અને પવન સહરાવતના 1 પોઈન્ટની મદદથી બેંગ્લુરુ ટીમે સ્કોર 10-10 પર લાવી દીધો. પવને વધુ એક પોઈન્ટ મેળવી સુપર 10 પુરૂ કર્યું. ત્યારબાદ બંને ટીમો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી અને સ્કોર 14-14થી બરોબરી પર રહ્યો. પહેલા હાફની અંતિમ રેડમાં મંજીત છિલ્લરે ટેકલ કરી એક પોઈન્ટની લીડ મેળવી લીધી. પહેલા હાફના અંતે સ્કોર 17-16 રહ્યો હતો.
Ab hoga ᴀᴀʀ ʏᴀ ᴘᴀᴀʀ ⚔️@PatnaPirates and @DabangDelhiKC are all set to give it their all to take the #VIVOProKabaddi Season 8🏆 home!
Watch the Final, 25th February, 8:30 PM onwards only on the Star Sports Network and Disney+Hotstar!#SuperhitPanga pic.twitter.com/n715t8LnI6
— ProKabaddi (@ProKabaddi) February 23, 2022
નવીન એક્સપ્રેસે મેચનું પાસુ પલ્ટી નાખ્યું
બીજા હાફની શરૂઆતમાં જ કૃષ્ણા ધુલે પવન સહરાવતને ડૈસ કર દિલ્હીને લીડ અપાવી. ત્યારબાદ મંજીત છિલ્લરે ભરતને ટેકલ કરી દિલ્હીને 22-18થી આગળ કરી દીધું. જયદીપ અને મહેંદર સિંહે નવીનને સુપર ટેકલ કરી મેટ પર પવનની વાપસી કરાવી હતી. પવનના આવતા જ બેંગ્લુરુ બુલ્સને રેડમાં પોઈન્ટ અપાવ્યા. નીરજ નરવાલે સુપર રેડ કરી દિલ્હીને ફરીથી આગળ કરી દીધું.
આ સુપર રેડમાં સૌરભ નાંદલ, અમન અને પવન સહરાવતને મેટથી બહાર થવું પડ્યું હતું. સંદીપ નરવાલે અબોલફજલ મગશોદલુને ટેકલ કરી બેંગ્લુરુ ટીમને ફરીથી ઓલઆઉટ કરી દીધું. નવીને સતત બેવાર ભરતને આઉટ કરી ટીમને 31-24થી આગળ કરી દીધું. 33મી મિનિટે નવીને સુપર રેડ કરી દિલ્હી ટીમને ફાઈનલની ટિકિટ અપાવી દીધી. નવીને વધુ એક મલ્ટી રેડ કરી પોતાની સુપર-10 રેડ પુરી કરી. આમ આ મેચ દિલ્હી ટીમે રોમાંચક મેચ 40-35થી જીતી લીધી.
આ પણ વાંચો : Tennis: એમા રાડુકાનૂ ની પીછો કરનારા યુવકને કોર્ટે ફટકારી આકરી સજા, ટેનિસ સ્ટારની આસપાસ ફરકવા પર 5 વર્ષનો પ્રતિબંધ
આ પણ વાંચો : Pro Kabaddi League: યુપી યોદ્ધાને હરાવીને ત્રણવારની ચેમ્પિયન પટના પાઈરેટ્સ ફાઈનલમાં પહોંચી