AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pro Kabaddi League: યુપી યોદ્ધાને હરાવીને ત્રણવારની ચેમ્પિયન પટના પાઈરેટ્સ ફાઈનલમાં પહોંચી

યુપી યોદ્ધાએ ટોસ જીત્યો અને પટના ટીમને પહેલા રેડ કરવા માટે આમંત્રણ આપ્યું. સચિન તંવરે પહેલી જ રેડમાં ટીમનું ખાતુ ખોલ્યું, તો મોહમ્મદરજા શાદલુએ સુરેન્દર ગિલને ટેકલ કરી શાનદાર શરૂઆત કરી.

Pro Kabaddi League: યુપી યોદ્ધાને હરાવીને ત્રણવારની ચેમ્પિયન પટના પાઈરેટ્સ ફાઈનલમાં પહોંચી
Patna Pirates enter in Final (PC: Pro Kabaddi)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 10:39 PM
Share

બુધવારે બેંગ્લુરુના શેરેટોન ગ્રાન્ડ વ્હાઈટપીલ્ડમાં પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) સિઝન 8ની પહેલી સેમીફાઈનલમાં પટના પાઈરટ્સ (Patna Pirates)એ યુપી યુદ્ધા (UP Yoddha) ટીમને 38-27 થી હરાવ્યું. આ જીત સાથે પટના ટીમે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે તો યુપી યોદ્ધા ફરી એકવાર ફાઈનલમાં પહોંચવાથી ચુકી ગઈ હતી. હવે 25 ફેબ્રુઆરીના રોજ પટના પાઈરટ્સ ટાઈટલ માટે મેટ પર ઉતરશે. સેમીફાઈનલ મેચમાં પટના ટીમ શરૂઆતથી જ ડિફેન્સના બળ પર યુપી યોદ્ધાને ધુળ ચટાવતું હતું. મોહમ્મદરજાએ પોતાની હાઈ-5 પુરી કરી તો સુનિલે પણ પોતાનું યોગદાન આપ્યું અને હાઈ-5 પુરી કરી. યુપી યોદ્ધા તરફથી આશું સિંહે પોતાની હાઈ-5 પુરી કરી પણ પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો.

પટના પાઇરટ્સે યોદ્ધાઓને હંફાવ્યા

યુપી યોદ્ધાએ ટોસ જીત્યો અને પટના ટીમને પહેલા રેડ કરવા માટે આમંત્રણ આપ્યું. સચિન તંવરે પહેલી જ રેડમાં ટીમનું ખાતુ ખોલ્યું તો મોહમ્મદરજા શાદલુએ સુરેન્દર ગિલને ટેકલ કરી શાનદાર શરૂઆત કરી. સચિને પરદીપ નરવાલને ટેકલ કરી પટનાને 4-0થી આગળ કર્યું. આશુ સિંહે સુપર ટેકલ કરી યુપી યોદ્ધાને પહેલો પોઈન્ટ અપાવ્યો. શ્રીકાંત જાધવે રેડમાં ટીમ યોદ્ધાનું ખાતુ ખોલ્યું હતું.

ડુ ઓર ડાઈ રેડમાં ગુમાન સિંહે મલ્ટી પાઈન્ટ રેડ કરી તો મોહમ્મદરજાએ શ્રીકાંતને ટેકલ કર્યું. સુરેંદર ગિલે ટેકલ કરી પટનાને ઓલઆઉટ કરી દીધું હતું. પ્રશાંત રાયે નીતેશ કુમાર અને સુમિત સાંગવાનને એક જ રેડમાં આઉટ કરી પટનાને 13-4થી આગળ કરી દીધું હતું. ગુમાન સિંહે સુમિતને આઉટ કરી યુપીને બીજીવાર ઓલઆઉટ કર્યું હતું. 17મી મિનિટમાં યુપી ટીમ ઓલઆઉટ કરી પટનાએ 21-7થી લીડ બનાવી લીધી. 19મી મિનિટ પર પરદીપ નરવાલે પહેલો પોઈન્ટ લીધો પણ પહેલો હાફ પુરો થાય ત્યાં સુધી પટના ટીમે 23-9ના સ્કોર સુધી પહોંચી ગઇ હતી.

બીજા હાફમાં પણ પટનાનો દબદબો રહ્યો

બીજા હાફની શરૂઆતમાં સચિન તંવરે પહેલા રેડ કરી પણ પોઈન્ટ મેળવી શક્યો નહીં. ડુ ઓર ડાઈ રેડમાં ગુમાને રનિંગ હેડ ટચથી પોઈન્ટ લઈને પટનાનો સ્કોર 26-11થી આગળ કરી દીધો હતો. આશુ સિંહે ગુમાનને સુપર ટેકલ કર્યું પણ રેડિંગમાં સતત અસફળતાને યુપી યોદ્ધાને ઘણું પાછળ છોડી દીધું હતું. સચિને યુપીના સુકાની નીતેશ કુમારને આઉટ કરીને ઓલઆઉટની નજીક પહોંચાડી દીધું અને શુભમને ડૈસ કરી સાજિન ચંદ્રશેખરે યુપીને ત્રીજીવાર ઓલઆઉટ કરી દીધું.

આ પણ વાંચો : IPL 2022: અજીત અગારકર દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે જોડાયો, ટીમે આપી મહત્વની જવાબદારી

આ પણ વાંચો : IND vs SL: ભારત સામેની પ્રથમ T20 માંથી વધુ બે શ્રીલંકન ખેલાડી બહાર, પહેલા હસારંગા પહેલાથી જ ટીમથી દુર

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">