AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tennis: એમા રાડુકાનૂ નો પીછો કરનારા યુવકને કોર્ટે ફટકારી આકરી સજા, ટેનિસ સ્ટારની આસપાસ ફરકવા પર 5 વર્ષનો પ્રતિબંધ

35 વર્ષીય યુવકે ગયા વર્ષે ત્રણ અલગ-અલગ પ્રસંગોએ રાડુકાનૂ (Emma Raducanu) નો ​​પીછો કર્યો હતો અને તે તેના ઘરની આસપાસ ફરતો હતો, જેના પગલે તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

Tennis: એમા રાડુકાનૂ નો પીછો કરનારા યુવકને કોર્ટે ફટકારી આકરી સજા, ટેનિસ સ્ટારની આસપાસ ફરકવા પર 5 વર્ષનો પ્રતિબંધ
Emma Raducanu ના ઘરે પહોંચી યુવકે શૂઝ ચોર્યા હતા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 11:09 PM

લંડન (London) ની એક અદાલતે બ્રિટનની ઉભરતી ટેનિસ ખેલાડી એમા રાડુકાનૂ (Emma Raducanu) ને મોટી રાહત આપી છે. કોર્ટે રાડુકાનૂને હેરાન કરનાર વ્યક્તિ સામે કડક આદેશ જારી કરતા પર 5 વર્ષ સુધી બ્રિટિશ ટેનિસ સ્ટાર આસપાસ ફરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ગયા વર્ષની અમેરિકન ઓપન ચેમ્પિયન એમા નો પીછો કરવા બદલ દોષિત ઠરેલા વ્યક્તિ (Emma Raducanu Stalking Case) સામે 5 વર્ષ સુધીનો ​​બુધવારે 23 ફેબ્રુઆરીએ પાંચ વર્ષનો પ્રતિબંધ જારી કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિએ છેલ્લા એક વર્ષમાં જુદા જુદા પ્રસંગોએ યુવા ટેનિસ સ્ટારનો પીછો કર્યો હતો અને ઘણી વખત તેના ઘરની આસપાસ ફરતો જોવા મળ્યો હતો.

માહિતી મુજબ, રાડુકાનૂને હેરાન કરનાર આ વ્યક્તિ 35 વર્ષીય અમૃત માગર છે, જે લંડનનો રહેવાસી છે, જે ડિલિવરી ડ્રાઈવર હતો. પ્રતિબંધના આદેશ સિવાય કોર્ટે માગર સામે દોઢ વર્ષની સાર્વજનિક સેવાની સજા પણ સંભળાવી હતી. આ અંતર્ગત દોષિતે 200 કલાક સુધી પગાર વિના કામ કરવું પડશે. એટલું જ નહીં, અમૃત માગરને 8 અઠવાડિયા સુધી કર્ફ્યુ હેઠળ રાખવામાં આવશે અને ઈલેક્ટ્રોનિક ટેગથી તેની દેખરેખ રાખવામાં આવશે.

2021માં 3 વખત કામ કર્યું

આ બાબત ગયા વર્ષે સામે આવી હતી. 2021માં, અમૃત માગર 19 વર્ષની એમ્મા રાડુકાનૂ ના ઘરે ત્રણ અલગ-અલગ દિવસે પહોંચ્યો હતો. આ દરમિયાન, તે પરવાનગી વિના ગીફ્ટ અને કાર્ડ્સ છોડીને રાડુકાનૂના ઘરની બહાર ફરતો હતો. આટલું જ નહીં તેણે ઘરના વરંડામાંથી સામાન પણ ચોરી લીધો હતો. ગયા મહિને બ્રોમલી મેજિસ્ટ્રેટ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન આ તમામ બાબતો સામે આવી હતી.

પર્સમાં ચાવી રાખવાથી શું થાય છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
IPL ક્રિકેટર જોડિયા બાળકોનો પિતા બન્યો, આવો છે પરિવાર
પોટલી માલિશના ફાયદા શું છે?
ક્યારેક આપણને અચાનક કોઈનું નામ કેમ ભુલી જાય છીએ?
Vastu Tips: બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ કઈ દિશામાં રાખવું જોઈએ?
ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ કે અશુભ? જાણો વાસ્તુ નિયમ

સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે દોષિતે ફૂલોનો ગુલદસ્તો છોડ્યો હતો જેના પર અંગત ચિઠ્ઠી લખેલી હતી. આ ઉપરાંત, અન્ય એક પ્રસંગે, તેણે 23 માઈલ (37 કિમી) નો નકશો બનાવ્યો અને બતાવ્યું કે તે તેના ઘરથી કેટલો દૂર ચાલીને આવ્યો છે.

શૂઝ ચોરી કરી હતી

અમૃત માગરની એમા ના પિતાએ ધરપકડ કરાવી હતી. વરંડામાંથી શૂઝ ગુમ થયા પછી તેમણે ‘ડોરબેલ કેમેરા’ દ્વારા માગરની હિલચાલ વિશે જાણ થઈ. બ્રોમલી મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી દરમિયાન તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન, અમૃતે પોલીસ અધિકારીઓને જણાવ્યું હતું કે તે રાડુકાનૂ પ્રત્યે આકર્ષાયો હતો. કારણ કે તે યુએસ ઓપન જીતીને હાઈપ્રોફાઈલ બની હતી અને તેણે શૂઝ ને ટેનિસ ખેલાડીના હોવાનું વિચારીને ‘નિશાની’ તરીકે લીધા હતા.

રાડુકાનૂ પરિવારના 1 માઇલ વિસ્તારમાં આવવા પર રોક લગાવાઇ

કોર્ટના પાંચ વર્ષના પ્રતિબંધના આદેશ બાદ અમૃત માગર હવે ટેનિસ સ્ટાર કે તેના માતા-પિતાનો સંપર્ક કરી શકશે નહીં. આટલું જ નહીં, આ કડક આદેશ હેઠળ, તે તેમની ગલીના એક માઈલની અંદર આવી શકશે નહીં અને કોઈપણ રમત ગમતના મેદાન, સ્ટેડિયમ અથવા તાલીમ સુવિધામાં પણ જઈ શકશે નહીં જ્યાં તે સ્પર્ધા અથવા પ્રેક્ટિસ કરી રહી હોય.

આ પણ વાંચોઃ IND vs SL: કોણ છે T20માં સિક્સર કીંગ? જુઓ છગ્ગા ફટકારનારા મહારથીઓનુ લીસ્ટ

આ પણ વાંચોઃ IPL 2022: આઇપીએલ પ્રસારણ હક્ક ને લઇ બોલી ત્રણ ગણી ઉંચી લાગશે! હરાજી BCCI પર ટૂર્નામેન્ટ ધનનો વરસાદ કરી દેશે

g clip-path="url(#clip0_868_265)">