36માં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે PM મોદી, આજે રગ્બી, લૉન બોલ્સ અને શૂટિંગમાં ખેલાડી વચ્ચે જામશે જંગ

આ કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. 7 વર્ષ બાદ આયોજિત આ ગેમ્સ ગુજરાતના 6 શહેરોમાં 12 ઓક્ટોબર સુધી યોજાશે.

36માં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે PM મોદી, આજે રગ્બી, લૉન બોલ્સ અને શૂટિંગમાં ખેલાડી વચ્ચે જામશે જંગ
PM મોદીના 36માં નેશનલ ગેમ્સ ઉદ્ઘાટન કરશેImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 10:09 AM

National Games 2022 : ગુજરાત રાજ્યમાં પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાઈ રહ્યો છે. તેનું આયોજન 29મી સપ્ટેમ્બરથી 12મી ઓક્ટોબર, 2022 દરમિયાન કરવામાં આવશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 36માં નેશનલ ગેમ્સનું (National Games 2022)નું ઉદ્ઘાટન કરશે, આ તકે લાખોની મેદની મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દેશભરમાંથી અંદાજે 15,000 ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ 36 રમતની શાખાઓમાં ભાગ લઈ રહ્યા છે, જે તેને અત્યાર સુધીની સૌથી મોટી રાષ્ટ્રીય રમત બનાવશે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર એમ 6 શહેરોમાં આ રમતોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. 7 વર્ષ બાદ આયોજિત આ ગેમ્સ ગુજરાતના 6 શહેરોમાં 12 ઓક્ટોબર સુધી યોજાશે.

આજના કાર્યક્રમને લઈ 3000 જેટલી બસ મોદી સ્ટેડિયમ આવશે.આ વખતે પ્રથમ વખત ડ્રોન કેમેરાનો ઉપયોગ બંદોબસ્ત માટે કરવામાં આવશે, જેથી ટ્રાફિકમાં કોઈ માટે અડચણ જોવા મળે તો તાત્કાલિક ત્યાં ડ્રોન કેમેરાથી કંટ્રોલરૂમની માહિતી મળશે.અંદાજે 1500 જેટલા પોલીસ ટ્રાફિક બંદોબસ્ત કરવામાં આવશે.આ કાર્યક્રમમાં ભાગ લેનાર લોકો અને કાર્યક્રમના પ્રેક્ષકો સલામત રીતે પોતાના સ્થળ પર પહોંચી શકે તેના માટે વહીવટ તંત્ર દ્વારા તથા પ્રયત્નો કરવામાં આવ્યા છે

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

લગભગ 15,000 ખેલાડીઓ, કોચ અને અધિકારીઓને સંબોધિત કરશે

અમદાવાદના દેશના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારથી 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રંગારંગ સમારોહ દ્વારા ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન પીએમ ગેમ્સમાં ભાગ લેવા આવતા દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 15,000 ખેલાડીઓ, કોચ અને અધિકારીઓને સંબોધિત કરશે.રગ્બી અને કબડ્ડી રમતની શરુઆત અમદાવાદમાં 28 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે. આજથી ટેનિસની શરુઆત સાબરમતી ખાતે શરુ થઈ છે, લોન બોલ ગેમ પણ રમાઈ રહી છે. ભાવનગર શહેરમાં નેટ બોલ્સની રમત ચાલું છે.

ખેલાડી વચ્ચે જામશે જંગ

36મી નેશનલ ગેમ્સમાં આજે એટલે કે, 29મી સપ્ટેમ્બર-2022ના રોજ રગ્બી – અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ફૂટબોલ ગ્રાઉન્ડ (સમય- 08:00 – 15:30), લૉન બોલ્સ – કેન્સવિલે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ (સમય : 8:45 – 18:15) અને શૂટિંગ (શોટગન) – રાઈફલ ક્લબ, ખાનપુર (સમય- 09:05 – 11:50) આયોજન કરવામાં આવ્ચું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">