AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરે નેશનલ ગેમ્સનું કરશે ઉદ્ઘાટન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ સાથે યોજાશે સમારોહ

PM નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરે નેશનલ ગેમ્સનું કરશે ઉદ્ઘાટન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ સાથે યોજાશે સમારોહ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 5:32 PM
Share

Ahmedabad: PM નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરે નેશનલ ગેમ્સનુ ઉદ્ઘાટન કરશે. આ સમારોહનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજન કરવામાં આવ્યુ છે. આ દરમિયાન રંગારંગ કાર્યક્રમ યોજાશે. જેમા ક્રિકેટ અને અન્ય રમતોના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ હાજર રહેશે. ગુજરાતમાં 17 સ્થળોએ 36 રમતોનું આયોજન થવાનુ છે.

ગુજરાતમાં યોજાઈ રહેલા નેશનલ ગેમ્સ(National Games)નું 29મી સપ્ટેમ્બરે PM નરેન્દ્ર મોદી (Narendra Modi)ઉદ્દ્ઘાટન કરશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ સમારોહનું આયોજન કરાશે. જ્યાં રંગારંગ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ હાજર રહેશે. જેમાં ક્રિકેટ અને અન્ય રમતોના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ હાજર રહેશે. ગુજરાત (Gujarat)માં 17 સ્થળોએ 36 રમતોનું આયોજન થવાનું છે. નેશનલ ગેમ્સનું સમાપન સુરત (Surat)ના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે. પ્રથમવાર ગુજરાત નેશનલ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યુ છે. રાષ્ટ્રહિત અને ટીમ ઈન્ડિયાની સ્પિરિટ જાગૃત થાય તે હેતુથી આ પ્રકારના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના ઐતિહાસિક રમતોત્સવમાં દેશભરમાંથી 7000થી વધુ ખેલાડીઓ સહભાગી થશે. નેશનલ ગેમ્સ પહેલા રમત-ગમતની પ્રવૃત્તિઓમાં પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા ઉદ્દેશથી આગામી તા.12, 13 અને 14 સપ્ટેમ્બરે રાજ્યભરની કોલેજ / યુનિવર્સિટી તેમજ તા.15 અને 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરની શાળાઓમાં વિવિધ રમતલક્ષી કાર્યક્રમો યોજાશે. તા.12 સપ્ટેમ્બરે રાજ્યના તમામ 33 જિલ્લા મથકે યોજાનાર રમતલક્ષી કાર્યક્રમોમાં મંત્રીઓ, સંસદઓ, ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો તેમજ રમતવીરો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, રમતવીરો ઉપરાંત સ્થાનિક આગેવાનો, રમતગમત સાથે સંકળાયેલી વિવિધ ક્લબો, મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, રમતવીરો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયામાં આયોજિત ભવ્ય સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે 36મા રાષ્ટ્રીય રમતોત્સવના મેસ્કોટનું અનાવરણ કર્યુ હતુ. ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું અમિત શાહે લોન્ચિંગ કર્યુ હતુ.

g clip-path="url(#clip0_868_265)">