AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024 : મનુ ભાકર ફરી મેડલ પર નિશાન સાધશે, જુઓ 30 જુલાઈનું સંપૂર્ણ શેડ્યૂલ

પેરિસ ઓલિમ્પિક 2024માં ચોથો દિવસ ખુબ મહત્વનો રહેશે, મનુ ભાકર ફરી એક વખત મેડલ ઈવેન્ટ રમતી જોવા મળશે. આ સિવાય અન્ય રમતમાં ભારતીય ખેલાડીઓ પાસે સારા પ્રદર્શનની આશા રહેશે. તો ચાલો આજે આપણે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું શેડ્યૂલ જોઈએ.

Paris Olympics 2024 : મનુ ભાકર ફરી મેડલ પર નિશાન સાધશે, જુઓ 30 જુલાઈનું સંપૂર્ણ શેડ્યૂલ
| Updated on: Jul 30, 2024 | 10:25 AM
Share

પેરિસ ઓલિમ્પિક 2024માં અત્યારસુધી 3 દિવસની રમત પુરી થઈ ચૂકી છે. ભારતના ખાતામાં માત્ર એક મેડલ અત્યાર સુધી આવ્યો છે, આ મેડલ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં જીત્યો હતો. આ બ્રોન્ઝ મેડલ છ. હવે ચોથા દિવસે એટલે કે, આજે 30 જુલાઈના રોજ ફરી એક વખત મેડલ ઈવેન્ટમાં રમતી જોવા મળશે.

દેશને તેની પાસે વધુ એક મેડલની આશા છે. આ સિવાય પુરુષ હોકી ટીમ પણ એક્શનમાં જોવા મળશે. બેડમિન્ટન અને આર્ચરીની મેચમાં ભારતીય ખેલાડી મેદાનમાં ઉતરશે. તો ચાલો આજનું 30 જુલાઈનું ભારતનું શેડ્યુલ જોઈએ. તેમજ આ લાઈવ રમત ક્યાં અને ક્યારે જોવા મળશે તે જાણીએ.

દિવસની શરૂઆત શૂટિંગથી થશે

ભારત 30 જુલાઈની શરુઆત નિશાનેબાજી સાથે કરશે. ટ્રૈપ પુરુષ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતીય શૂટર પુથ્વીરાજ તોડઈમન એક્શનમાં જોવા મળશે.તેની આ મેચ ભારતીય સમયઅનુસાર બપોરે 12:30 કલાકે શરુ થશે. આ સિવાય મહિલા ક્વોલિફિકેશનની મેચ પણ રમાશે. જેમાં ભારતની શ્રેયસી સિંહ અને રાજેશ્વરી કુમારી ભાગ લેશે.

આ બંન્ને મહિલા શૂટિંગ ઈવેન્ટમાં બપોરે 12:30 રમતી જોવા મળશે. ત્યારબાદ મનુ ભાકર અને સરબજોત સિંહ 10 મીટરની એર પિસ્તોલ મિક્સટીમમાં બ્રોન્ઝ મેડલ મેચ માટે ઉતરશે. તેનો સામનો કોરિયાની ટીમ સામે થશે. આ મેચ બપોરના 1 કલાકે રમાશે.

આ તીરંદાજો એક્શનમાં જોવા મળશે

તીરંદાજોમાં મહિલા વ્યક્તિગત સ્પર્ધાની એલિમિનેશન રાઉન્ડ જોવા મળશે. મહિલા વ્યક્તિગત ઈવેન્ટમાં અંકિતા ભક્ત પૌલેન્ડની વાયલેટા સામે ટકરાશે. આ મેચ સાંજે 5:14 કલાકે શરુ થશે. આ સિવાય ભજન કૌર પણ આ ઈવેન્ટમાં રમતી જોવા મળશે. ભજન કૌર ઈન્ડોનેશિયાની સાઈફા સામે ટકરાશે આ મેચની શરુઆત સાંજે 5:30 કલાકે રમાશે. પુરુષ વ્યક્તિગત ઈવેન્ટના એલિમિનેશન રાઉન્ડમાં ધીરજ બોમ્માદેવર ઉતરશે. આ મેચ સાંજે 10:45 કલાકે રમાશે.

ભારતીય હોકી પુરુષની ટીમ આયરલેન્ડ સામે સાંજે 4:45 કલાકે રમાશે. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં હાલમાં ત્રીજા નંબર પર છે. જો ભારતીય હોકી ટીમ આ મેચ જીતી જાય છે તો તે ટોપ-2માં આવશે.

સાત્વિક-ચિરાગની જોડીની ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ

બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં, ભારતની સ્ટાર જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો આગામી મુકાબલો ઈન્ડોનેશિયાના ફજર અલ્ફિયાન અને મુહમ્મદ રિયાન અર્દિયંતો સામે થશે. આ મેચ સાંજે 5.30 કલાકે શરૂ થશે. જો તેઓ આ મેચમાં ઈન્ડોનેશિયાની જોડીને હરાવે છે તો ભારતીય જોડી ગ્રુપ સ્ટેજમાં ટોપ પર પહોંચી જશે.

બોક્સિંગ મેચ શેડ્યૂલ

  • મેન્સ 51 કિગ્રા રાઉન્ડ ઓફ 16: અમિત પંઘાલ વિ પેટ્રિક ચિનયેમ્બા (ઝામ્બિયા) – સાંજે 7:15
  • મહિલા 57 કિગ્રા રાઉન્ડ ઓફ 32: જાસ્મીન લેમ્બોરિયા વિ નેસ્ટી પેટેસિયો (ફિલિપાઈન્સ) – રાત્રે 9:25
  • મહિલા 54 કિગ્રા રાઉન્ડ ઓફ 16: પ્રીતિ પવાર વિ યેની માર્સેલા એરિયસ (કોલંબિયા) – બપોરે 1:20 (31 જુલાઈ)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">