AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નીરજ ચોપરાને કોમનવેલ્થ ગેમમાં મોટી જવાબદારી સોંપવામાં આવી, આ ભૂમિકા જોઈ ભારતની છાતી પહોળી થશે

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા (Neeraj Chopra)ને બર્મિંગહામમાં આ વર્ષ જુલાઈમાં યોજાનાર કોમનવેલ્થ ગેમમાં ભારતની એથ્લેટિક્સ ટીમની આગેવાની કરવાની જવાબદારી સોંપવામાં આવી છે

નીરજ ચોપરાને કોમનવેલ્થ ગેમમાં મોટી જવાબદારી સોંપવામાં આવી, આ ભૂમિકા જોઈ ભારતની છાતી પહોળી થશે
નીરજ ચોપરાને કોમનવેલ્થ ગેમમાં મોટી જવાબદારી સોંપવામાં આવીImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 3:03 PM
Share

નીરજ ચોપરા (Neeraj Chopra) ના નામ પર હિંદુસ્તાનને માન છે આ સ્ટાર એથ્લેટિક્સ (Athletics) નીરજ ચોપરાને હવે મોટું કામ સોંપવામાં આવ્યું છે, તે છે ટીમને લીડ કરવાનું , કોમનવેલ્થ ગેમના મંચ પર ભારતનો ધ્વજ લઈ સૌથી આગળ ચાલવાનું કામ નીરજ ચોપરાને સોંપવામાં આવ્યું છે, નીરજ ચોપરા બર્મિંગહામાં રમાનાર કોમનવેલ્થ ગેમ (Commonwealth Game)માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. તમને જણાવી દઈએ કે, ભારતીય એથલેટિક્સ મહાસંધે કોમનવેલ્થ ગેમ માટે 37 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, આ ટીમમાં 18 મહિલા છે.

જેમા હિમા દાસ અને દુતી ચંદ જેવી સ્ટારક્વિન છે, આ ટીમમાં એથ્લેટિક્સના દરેક ખેલાડીઓને મળી પસંદગી કરવામાં આવી છે, જેનું નેતૃત્વ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાના ખભા પર રહેશે.

એથ્લેટિક્સ ટીમમાં થઈ પસંદગી

ભારતીય પસંદગીકર્તાઓએ 400 મીટરની રિલે ટીમના સિલેક્શન સિવાય ટીમમાં 300 મીટર સ્ટીપલચેજનો નેશનલ રેકોર્ડ તોડનાર અવિનાશ સાબ્લે અને ગત્ત મહિને 100 મીટરનો નેશનલ રેકોર્ડ તોડનાર જ્યોતિ યારાજીને પણ સ્થાન આપવામાં આવ્યું છે

ડિસ્ક થ્રોઅર સીમા પૂનિયા તેમની 5મી કોમનવેલ્થ ગેમ રમતી જોવા મળશે. આ સિવાય તેમણે AFI ક્વોલિફાય માર્ક મેળવવા પડશે, પૂનિયાએ કોમનવેલ્થ ગેમમાં અત્યાર સુધી 4 મેડલ જીત્યા છે

કોમનવેલ્થ ગેમ 2022 માટે ભારતની એથલેટિક્સ ટીમ

પુરુષ ટીમ: એમ શ્રી શંકર અને મોહમ્મદ અનસ યાહિયા, (લાંબી કૂદ) અવિનાશ સાબ્લે (3000 મીટર સ્ટીપલચેજ ) નિતેદર રાવત (મૈરાથન) પ્રવીણ ચિત્રાવેલ અને એલદોસે (ત્રિપલ જંપ) અમોજા જૈકબ, નોહ નિર્મલ ટોમ, રાજીવ અરોકિયા, મોહમ્મદ અજમલ,નાગાનાથન પાંડી અને રાજેશ રમેશ (4X 400 મીટર રિલે) તેજિંગપાલ સિંહ તૂર (શૉટ પુટ) નીરજ ચોપરા, ડીપી મનુ અને રોહિત યાદવ (જૈવલિન થ્રો) સંદિપ કુમાર અને અમિત ખત્રી

મહિલા ટીમ: અન્નુ રાની અને શિલ્પા રાની (ભાલા ફેંક), મંજુ બાલા સિંહ અને સરિતા રોમિત સિંહ (હેમર થ્રો), ભાવના જાટ અને પ્રિયંકા ગોસ્વામી , હિમા દાસ, દુતી ચંદ, શ્રાવણી નંદા, એમવી જીલાના અને એનએસ સિમી (4X 100 મીટર રિલે), એસ ધનલક્ષ્મી (100 મીટર અને 4X 100 મીટર રિલે), જ્યોતિ યારાજી (100 મીટર હર્ડલ્સ), ઐશ્વર્યા બી (લોંગ જમ્પ અને ટ્રિપલ જમ્પ) અને એ.સોજન (લોંગ જમ્પ), મનપ્રીત કૌર (શોટ પુટ) નવજીત કૌર ઢિલ્લોન અને સીમા પુનિયા (ડિસ્કસ થ્રો)

g clip-path="url(#clip0_868_265)">