Paris Olympics 2024 : જાણો પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતના કેટલા ખેલાડીઓ રમશે, અન્ય રાજ્યનું જુઓ લિસ્ટ
પેરિસ ઓલિમ્પિક 2024માં 117 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે. તો ચાલો આપણે આજે જાણીએ કે, ભારતમાં ક્યાં રાજ્યના કેટલા ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં રમતા જોવા મળશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ગુજરાતના 3 પ્રતિભા સંપન્ન ખેલાડીઓ હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને ઇલા વેનીલ વાલારિવાન સહિત સૌ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે.
તો આજે આપણે જોઈએ કે, પેરિસ ઓલિમ્પિકમાં ક્યાં રાજ્યના કેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે તેના વિશે જાણીએ. તો તમને જણાવી દઈએ કે, હરિયાણાના સૌથી વધારે 24 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધત્વ કરશે. ત્યારબાદ બીજા નંબર પર પંજાબ બીજા સ્થાને છે. જેના કુલ 19 ખેલાડીઓ છે. ત્રીજા નંબર પર તમિલનાડુના 13 ખેલાડીઓ ભાગ લેશે.
ગુજરાતના 2 ખેલાડીઓ
| નામ | સ્પોર્ટસ ઈવેન્ટ |
| હરમીત દેસાઈ | ટેબલ ટેનિસ |
| માનવ ઠક્કર | ટેબલ ટેનિસ |
સુરતનો હરમીત દેસાઈ અને રાજકોટના માનવ ઠક્કરની નજર હવે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાની છે. ગુજરાતી ચાહકોએ બંન્નેને પેરિસ ઓલિમ્પિક માટે શુભકામના પણ પાઠવી છે.
