AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Sunil Chhetri : ભારતીય ફૂટબોલનો કોહીનૂર છે સુનિલ છેત્રી, એક સમયે કોચે કહ્યું હતુ – તું ટોપમાં રમવાને લાયક નથી !

Sunil Chhetri Birthday : જેમ ક્રિકેટમાં સચિન, કોહલી અને ધોની જેવા ખેલાડીઓએ ભારતનો ડંકો વગાડ્યો છે, તે જ રીતે ફૂટબોલમાં સુનિલ છેત્રીને ભારતીય ફૂટબોલ ટીમનો કોહીનૂર માનવામાં આવે છે. બર્થ ડે બોય સુનિલ છેત્રીના નેતૃત્વમાં ભારતીય ફૂટબોલ ટીમે અનેક મોટી ટુર્નામેન્ટમાં શાનદાર જીત મેળવી છે.

Happy Birthday Sunil Chhetri : ભારતીય ફૂટબોલનો કોહીનૂર છે સુનિલ છેત્રી, એક સમયે કોચે કહ્યું હતુ - તું ટોપમાં રમવાને લાયક નથી !
Happy Birthday Sunil ChhetriImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 7:47 AM
Share

Sunil Chhetri Birthday : જેમ આર્જેન્ટિનામાં મેસ્સી ફૂટબોલ સ્ટાર છે, જેમ પોર્ટુગલ માટે રોનાલ્ડો ફૂટબોલ સ્ટાર છે તે જ રીતે ભારતીય ફૂટબોલ માટે સુનિલ છેત્રી ફૂટબોલનો કોહીનૂર છે. મેસ્સી અને રોનાલ્ડો જેવા દિગ્ગજ ફૂટબોલની હરોળમાં આવતા ભારતીય ફૂટબોલ સ્ટાર સુનિલ છેત્રીનો (Sunil Chhetri) આજે 39મો જન્મ દિવસ છે. ચાલો જાણીએ સુનિલ છેત્રીના સંઘર્ષની કહાણી.

3 ઓગસ્ટ, 1984માં તેલંગણામાં જન્મેલા સુનિલ છેત્રી ભારતીય ફૂટબોલનો સૌથી સફળ ખેલાડી છે. તેણે પોતાના આંતરાષ્ટ્રીય કરિયરની શરુઆત વર્ષ 2007માં પાકિસ્તાન સામે કરી હતી. કરિયરમાં અનેક મુશ્કેલીનો સામનો કરીને સુનિલ છેત્રી ભારત માટે સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી બની ગયો છે.

આ પણ વાંચો : World Cup 2023: અરુણ જેટલી સ્ટેડિયમની તસવીર સુધારવામાં આવશે, વર્લ્ડ કપમાં જોવા મળશે ચાર મોટા ફેરફાર

સુનિલ છેત્રીની ઉપલબ્ધિઓ

આ પણ વાંચો : Asia Cup 2023: ઈશાન કિશન માટે શુભમન ગિલ ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન છોડશે

  • ભારતીય ટીમ માટે કર્યા સૌથી વધારે 92 ગોલ
  • રોનાલ્ડો અને મેસ્સી બાદ વિશ્વનો ત્રીજો સૌથી એક્ટિવ ગોલ સ્કોરર
  • ભારત માટે AFC Cupની તમામ મેચ રમનાર ખેલાડી
  • SAFF Championshipમાં સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી
  • Khel Ratna એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ ખેલાડી
  • સાત વાર જીત્યો છે AIFF Player of the Year
  • પદ્મ શ્રી -2019, અર્જુન એવોર્ડ – 2011 અને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ – 2021

જ્યારે કોચે કહ્યુ કે તું ટીમમાં રમવાને લાયક નથી

વર્ષ 2012માં સુનિલ છેત્રી પોર્ટુગલના કલ્બ સ્પોટિંગ લિસ્બન સાથે જોડાયો હતો. આ દરમિયાન ટીમના હેડ કોચે તેના પ્રદર્શનને જોતા કહ્યુ હતુ કે તું ટોપ ટીમમાં રમવાને લાયક નથી. એટલે તારે આ ટીમ છોડી દેવી જોઈએ.

સુનિલ છેત્રીને આ વાતથી ધક્કો લાગ્યો અને તેણે 3 વર્ષનો કોન્ટ્રેક્ટ હોવા છતા 9 મહિનામાં ટીમ છોડી દીધી હતી. તેની મહેનતને કારણે તે આજે વિશ્વનો ટોપ ક્લાસ ખેલાડી છે. સુનિલ છેત્રીએ ભારતીય ફૂટબોલ ટીમે 142 મેચમાં 92 ગોલ કર્યા છે.

આ પણ વાંચો : IND vs WI: પાણીપુરી વેચનાર કહે છે ત્યારે યશસ્વીને ગુસ્સો આવે છે, જાણો શું છે કારણ

કોચની દીકરી સાથે કર્યા હતા લગ્ન

સુનિલ છેત્રીના પિતા કેબી છેત્રી ભારતીય સેનાની ટીમમાં રમતા હતા. તેની માતા સુશીલા છેત્રી પોતાની જુડવા બહેન સાથે નેપાળની રાષ્ટ્રીય ટીમ માટે રમતી હતી. સુનિલ છેત્રીના લગ્ન તેમના કોચની દીકરી સોનમ ભટ્ટાચાર્ય સાથે થયા હતા. 15 વર્ષની ઉંમરથી સોનમ ભટ્ટાચાર્ય, સુનિલ છેત્રીને પસંદ કરતી હતી. ટૂંક સમયમાં બંને માતા-પિતા બનવા જઈ રહ્યા છે.

પિતા આર્મીમાં હોવાથી તે દેશના ઘણા રાજ્યોમાં રહ્યા છે. 12ના અભ્યાસ બાદ તેમણે ફૂટબોલના કરિયર બનાવવાનું નક્કી કર્યુ હતુ. તે ફૂટબોલર બનવા માંગતા નહોતા, પણ કોલેજમાં સ્પોર્ટસ કોટાથી એડમિશન મેળવવા માટે તેમણે ફૂટબોલર બનવુ પડ્યુ હતુ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">