AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: પાણીપુરી વેચનાર કહે છે ત્યારે યશસ્વીને ગુસ્સો આવે છે, જાણો શું છે કારણ

યશસ્વી જયસ્વાલના બાળપણના કોચ જ્વાલા સિંહે કહ્યું કે તેમને પણ ખરાબ લાગે છે કે લોકો કહે છે કે તે પાણીપુરી વેચતો હતો અને પછી ક્રિકેટર બન્યો. જ્વાલા સિંહે યશસ્વીની પાણીપુરી વેચવાની વાતને નકારી કાઢી હતી. યશસ્વી જયસ્વાલે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં પાણીપુરી વેચી હોવાનો ફોટો પણ વાયરલ થયો હતો.

IND vs WI: પાણીપુરી વેચનાર કહે છે ત્યારે યશસ્વીને ગુસ્સો આવે છે, જાણો શું છે કારણ
Yashasvi Jaiswal
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 10:48 PM
Share

યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) ટીમ ઈન્ડિયાનો ઉભરતો બેટ્સમેન છે. IPLમાં ધમાલ મચાવ્યા બાદ તેણે વેસ્ટ ઈન્ડિઝમાં ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું અને ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારી. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર જયસ્વાલ 17મો ભારતીય બેટ્સમેન છે. તેના માટે અહીં પહોંચવું સરળ નહોતું. ટીમ ઈન્ડિયા (Team India) ની જર્સી પહેરવા માટે તેને કેટલીય રાત ટેન્ટમાં વિતાવવી પડી હતી. અંધારામાં રહેવું પડ્યું હતું. વરસાદમાં ટપકતા છત નીચે સૂવું પડ્યું હતું. લોકો તેના સંઘર્ષની ઘણી વાર્તાઓથી વાકેફ છે. આવી જ એક વાર્તા તેની પાણીપુરી (PaniPuri) વેચવાની પણ છે.

યશસ્વીના બાળપણના કોચે કર્યો ખુલાસો

અંડર-19 વર્લ્ડ કપમાં તે લાઇમલાઇટમાં આવ્યો હતો, ત્યારથી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેના સંઘર્ષની વાર્તા મુંબઈની સડકો પર પાણીપુરી વેચવાથી શરૂ થાય છે. એવા અહેવાલો હતા કે જયસ્વાલે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં પાણીપુરી વેચી હતી, પરંતુ શું આ સંપૂર્ણ રીતે સાચું છે. આ વાતનું સત્ય તેના બાળપણના કોચ જ્વાલા સિંહે જણાવ્યું હતું. તેણે કહ્યું કે તેને અને જયસ્વાલ બંનેને ખરાબ લાગે છે કે લોકો કહે છે કે તે પાણીપુરી વેચતો હતો અને પછી ક્રિકેટર બન્યો હતો.

મિત્રતામાં પાણીપુરી ખવડાવી હતી

જ્વાલા સિંહે એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, 2013માં જ્યારે યશસ્વી એક ટેન્ટમાં રહેતો હતો, તે દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. આઝાદ મેદાનમાં ઘણી લારીઓ હતી, જે સાંજે પાણીપુરી જેવી વસ્તુઓ વેચતી હતી. ત્યાં બધા યશસ્વીને ઓળખતા હતા. આવી સ્થિતિમાં જયસ્વાલ માત્ર મિત્રતામાં લોકોને પાણીપુરી ખવડાવતો હતો.

આ પણ વાંચો : Asia Cup: કેએલ રાહુલ-શ્રેયસ અય્યર એશિયા કપમાં નહીં રમે! જાણો શું છે કારણ

ફોટો વાયરલ થયો

જ્વાલા સિંહે કહ્યું કે પાણીપુરી સાથે જયસ્વાલનો જે પણ ફોટો વાયરલ થયો છે, તે સામાન્ય ફોટો હતો, જે ખોટી રીતે વાયરલ થયો હતો. યશસ્વી અને જ્વાલાને ખરાબ લાગે છે કે લોકો ખોટી રીતે કહે છે કે યશસ્વી માત્ર પાણીપુરી વેચતો હતો અને તે પછી તે ક્રિકેટર બની ગયો. યશસ્વીએ પોતે પણ કહ્યું છે કે તેણે મદદ માટે જ પાણીપુરી વેચી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">