AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેશનલ ગેમ્સ 2022 માં ટેબલ ટેનિસમાં ગુજરાતે અત્યાર સુધીના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે 6 પદક જીત્યા

નેશનલ ગેમ્સ 2022 માં ટેબલ ટેનિસની રમતમાં 3 સુવર્ણ અને 3 કાંસ્ય પદક સાથે કુલ 6 મેડલ સાથે ગુજરાતનો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન. 2015 માં નેશનલ ગેમ્સમાં ગુજરાતે 1 સુવર્ણ, બે રજત અને બે કાંસ્ય પદક સાથે કુલ 5 મેડલ જીત્યા હતા.

નેશનલ ગેમ્સ 2022 માં ટેબલ ટેનિસમાં ગુજરાતે અત્યાર સુધીના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે 6 પદક જીત્યા
Gujarat wins 3 gold and 3 bronze medals in table tennis at 2022 National Games
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 8:12 PM
Share

નેશનલ ગેમ્સ 2022 (National Games 2022) ની શરૂઆત ગુજરાતના સુરત ખાતે ટેબલ ટેનિસ રમતથી થઇ હતી. ટેબલ ટેનિસની રમત 20 થી 24 સપ્ટેમ્બર વચ્ચે યોજાઇ હતી. 36 મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની ટીમનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. ટેબલ ટેનિસમાં ગુજરાતે કુલ 6 મેડલ જીત્યા હતા. ગુજરાતની ટીમે ટેબલ ટેનિસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવતા 3 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ એમ 6 મેડલ જીત્યા હતા. ગુજરાતની ટીમે ટુર્નામેન્ટના બીજા જ દિવસે પુરૂષોની ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને અંતિમ દિવસે છેલ્લી પુરૂષ સિંગલ્સ ઇવેન્ટમાં ગુજરાતના હરમીત દેસાઇએ તેનો બીજો સુવર્ણ અને ગુજરાતને તેનો ત્રીજો સુવર્ણ પદક અપાવ્યો હતો.

ગુજરાતે ટેબલ ટેનિસમાં જીત્યા ત્રણ સુવર્ણ પદક

ગુજરાતની પુરૂષ ટીમે ટીમ ઇવેન્ટમાં સુવર્ણ પદક જીતીને ગુજરાત માટે શાનદાર શરૂઆત નોંધાવી હતી. હરમીત દેસાઇ, માનુષ શાહ અને માનવ વિકાસ ઠક્કરે દિલ્હીની ટીમને ફાઇનલમાં 3-0 થી હરાવીને ટુર્નામેન્ટના બીજા જ દિવસે સુવર્ણ પદક જીત્યો હતો. પુરષ ટીમનો પ્રદર્શન દમદાર રહ્યો હતો. ગુજરાત માટે બીજો સુવર્ણ પદક મિક્સડ ડબલ્સમાં માનુષ ઉત્પલ શાહ અને કૃત્વિકા સિન્હા રોયની જોડીએ જીત્યો હતો.

ગુજરાત માટે ત્રીજો ગોલ્ડ મેડલ હરમીત દેસાઇએ પુરૂષોની સિંગલ્સ ઇવેન્ટમાં જીત્યો હતો. હરમીત દેસાઇએ ફાઇનલમાં હરિયાણાના સૌમ્યજીતને 4-0 થી હરાવી સુવર્ણ પદક પોતાના નામે કર્યો હતો. હરમીતે સેમિફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરી ટુર્નામેન્ટના ટોચ ક્રમાંકિત ખેલાડી જી સાથિયાનને હરાવ્યો હતો. છેલ્લા દિવસે પ્રતિયોગિતાના અંતે સુવર્ણ પદક જીતવા પર હરમીતને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ શુભેચ્છા પાઠવી હતી. હર્ષ સંઘવીએ ટ્વીટર પર હરમીત સાથેનો ફોટો પણ શેર કર્યો હતો.

ગુજરાતે ટેબલ ટેનિસમાં જીત્યા ત્રણ કાંસ્ય પદક

ગુજરાતે ટેબલ ટેનિસમાં ત્રણ ગોલ્ડ ઉપરાંત ત્રણ બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા. પુરૂષ સિંગલ્સમાં સેમિફાઇનલમાં હારના કારણે માનુષ શાહે બ્રોન્ઝ મેડલ સાથે સંતોષ કરવો પડયો હતો. જો માનુષ સેમિફાઇનલ જીત્યો હોત તો ઓલ ગુજરાત ફાઇનલ જોવાનો ગુજરાતના દર્શકોને લાભ મળ્યો હોત. બાકી બે બ્રોન્ઝ મેડલ ગુજરાતને પુરૂષ ડબલ્સ ઇવેન્ટમાં મળ્યા હતા. સેમિફાઇનલમાં હરમીત દેસાઇ અને માનવ વિકાસ ઠક્કરની જોડીની હાર થઇ હતી તો અન્ય સેમિફાઇનલમાં માનુષ શાહ અને ઇશાન હિંગોરાનીની જોડીની પણ હાર થઇ હતી તેથી ગુજરાતે બે કાંસ્ય પદક જીત્યા હતા.

2015 ની નેશનલ ગેમ્સમાં ગુજરાતે ટેબલ ટેનિસમાં જીત્યા હતા 5 મેડલ

ટેબલ ટેનિસમાં 2015 માં કેરળમાં આયોજિત નેશનલ ગેમ્સમાં ગુજરાતની ટીમે કુલ 5 મેડલ જીત્યા હતા. ગુજરાતની ટીમે 2015 માં એક જ ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે બે-બે રજત અને કાંસ્ય પદક જીત્યા હતા. 2022 નેેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં યજમાન ગુજરાતનો સફર રોમાંચક રહ્યો હતો, તેણે અત્યાર સુધીના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે 3 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ જીત્યા હતા.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">