માનુષ ઉત્પલ શાહ અને કૃત્વિકા સિન્હા રોયે નેશનલ ગેમ્સ 2022 માં ગુજરાતને અપાવ્યો વધુ એક સુવર્ણ પદક
આજે ટુર્નામેન્ટના અંતિમ દિવસે માનુષ ઉત્પલ શાહ અને કૃત્વિકા સિન્હા રોયે ટેબલ ટેનિસમાં મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટ જીતીને ગુજરાત માટે વધુ એક ગોલ્ડ જીત્યો છે. ફાઇનલ મુકાબલામાં ગુજરાતની ટીમે તેલંગાણાને 3-0 થી માત આપી હતી.
નેશનલ ગેમ્સ 2022 (National Games 2022) નું આયોજન ગુજરાત ખાતે થઇ રહ્યું છે, જેમાં ટેબલ ટેનિસ (Table Tennis) રમતની શરૂઆત 20 સપ્ટેમ્બરથી સુરત (Surat) ખાતે થઇ છે. ટેબલ ટેનિસમાં ગુજરાતની શાનદાર શરૂઆત રહી છે. પુરૂષોની ટીમ ઇવેન્ટમાં ગુજરાતની ટીમે સુવર્ણ પદક જીત્યો હતો. હરમીત દેસાઇ, માનવ ઠક્કર અને માનુષ શાહની ટીમે ફાઇનલમાં દિલ્હીને 3-0 થી માત આપીને પુરૂષોની ટીમ ઇવેન્ટમાં સુવર્ણ પદક જીત્યો હતો. તો આજે ટુર્નામેન્ટના અંતિમ દિવસે માનુષ ઉત્પલ શાહ અને કૃત્વિકા સિન્હા રોયે ટેબલ ટેનિસમાં મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટ જીતીને ગુજરાત માટે વધુ એક ગોલ્ડ જીત્યો છે. ફાઇનલ મુકાબલામાં ગુજરાતની ટીમે તેલંગાણાને 3-0 થી માત આપી હતી.
માનુષ ઉત્પલ શાહ અને કૃત્વિકા સિન્હા રોયની જોડીએ જીત્યો ગોલ્ડ
માનુષ ઉત્પલ શાહ અને કૃત્વિકા સિન્હા રોયે ટેબલ ટેનિસમાં મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટની ફાઇનલ જીતીને ગુજરાત માટે વધુ એક ગોલ્ડ જીત્યો છે. માનુષ અને કૃત્વિકાની જોડીએ ફાઇનલમાં તેલંગાણાની જોડીને 3-0 થી માત આપી હતી. ફાઇનલમાં માનુષ અને કૃત્વિકાએ તેલંગાણાની ફિડેલ અને અકુલા શ્રીજાની જોડીને 11-8, 11-5, 11-6 થી માત આપીને જીત મેળવી હતી. ગુજરાતનો ટેબલ ટેનિસમાં આ બીજો ગોલ્ડ મેડલ છે. જ્યારે માનુષનો પણ આ પ્રતિયોગિતાનો બીજો સુવર્ણ પદક છે કારણ કે પુરૂષોની ટીમ ઇવેન્ટમાં પણ તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
સેમિફાઇનલમાં ગુજરાતની જોડીએ પશ્ચિમ બંગાળની જોડીને માત આપી હતી. સેમિ ફાઇનલમાં ગુજરાતની બંગાળ સામે 3-2 થી જીત થઇ હતી. સેમિફાઇનલ મેચમાં માનુષ અને કૃત્વિકાની જોડીએ અનિર્બાન ઘોષ અને મૌમા દાસની જોડીને 4-11, 11-4, 11- 8, 9-11, 11-8 થી માત આપી હતી. અન્ય સેમિફાઇનલમાં તેલંગાણાની જોડીએ પશ્ચિમ બંગાળની જોડીને 3-2 થી માત આપી હતી. સેમિ ફાઇનલ મેચમાં ફિડેલ અને અકુલાની જોડીએ બંગાળની આકાશ અને પ્રાપ્તિની જોડી સામે 7-11, 12-10, 8-11, 11-7, 11-8 થી જીત મેળવી હતી.
આમ બંને બ્રોન્ઝ મેડલ પશ્ચિમ બંગાળના નામે રહ્યા હતા અને ફાઇનલમાં ગુજરાતની સામે હારના કારણે તેલંગાણાને રજત પદકથી સંતોષ કરવો પડ્યો હતો. ફાઇનલ મુકાબલામાં માનુષ ઉત્પલ શાહ અને કૃત્વિકા સિન્હા રોયની જોડીએ દમદાર પ્રદર્શન કરતા તેલંગાણાની ફિડેલ અને અકુલા શ્રીજાની જોડીને એક પણ સેટ જીતવા દીધો નહોતો.
Manush Utpal Shah and Krittwika Sinha Roy clinch another 🥇 Gold for Gujarat as they win the Mixed Doubles event in Table Tennis at the #36thNationalGames#36thNationalGames #NationalGamesGujarat #UnityThroughSports #JudegaIndiaJitegaIndia@CMOGuj @Media_SAI @sagofficialpage pic.twitter.com/8xa8Ab3epw
— National Games Gujarat (@Nat_Games_Guj) September 24, 2022