Khelo india youth gamesમાં 17 મેડલ સાથે ગુજરાત મેડલ ટેલીમાં 16માં સ્થાને, જુઓ 12માં દિવસનું શેડયૂલ

ગુજરાતના ખેલાડીઓએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનમાં મેડલ જીતવામાં વધુ એક સફળતા મેળવી રહ્યાં છે. ગુજરાતના યુવા ખેલાડીઓ એક પછી એક મેડલ જીતી રહ્યાં છે. હાલ ગુજરાત 17 મેડલ સાથે મેડલ ટેલીમાં 16માં ક્રમે પહોંચ્યું છે.

Khelo india youth gamesમાં 17 મેડલ સાથે ગુજરાત મેડલ ટેલીમાં 16માં સ્થાને, જુઓ 12માં દિવસનું શેડયૂલ
Khelo india youth gamesImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2023 | 6:58 AM

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી વિવિધ શહેરોમાં ચાલી રહ્યું છે. આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના 11 દિવસ બાદ ગુજરાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેલાડીઓએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનમાં મેડલ જીતવામાં વધુ એક સફળતા મેળવી રહ્યાં છે. ગુજરાતના યુવા ખેલાડીઓ એક પછી એક મેડલ જીતી રહ્યાં છે. હાલ ગુજરાત 17 મેડલ સાથે મેડલ ટેલીમાં 16માં ક્રમે પહોંચ્યું છે.

ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 11 ફેબ્રુઆરી, 2023 સુધી રમાશે.

11માં દિવસે ગુજરાતના ખેલાડીઓ જીત્યા 3 મેડલ

11માં દિવસે ગુજરાતના ખેલાડી કેદાર પટેલે સાયકલિંગ (રોડ રેસ માસ સ્ટાર્ટ)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાયકલિંગમાં ગુજરાતના ખેલાડીઓની રેકિંગના આધારે ગુજરાતે સાયકલિંગની ટ્રોફી પણ જીતી છે. દેવાંશ પરમારે સ્વિમિંગ (400 મીટર ફ્રી સ્ટાઈલ)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ટુર્નામેન્ટનો તેનો ત્રીજો મેડલ હતો. આ પહેલા તે સ્લિવર અને બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યો હતો. જ્યારે જૂનાગઢની શાહિન દરજાદાએ જૂડો (અંડર-57 કિલો) માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ગુજરાતને 17 મેડલ અપાવનાર ખેલાડીઓ

  1. નિશિ ભાવસાર – ગોલ્ડ મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- બીમ)
  2. કેદાર પટેલ – ગોલ્ડ મેડલ – સાયકલિંગ (રોડ રેસ માસ સ્ટાર્ટ)
  3. દેવાંશ પરમાર – ગોલ્ડ મેડલ – સ્વિમિંગ (400 મીટર ફ્રી સ્ટાઈલ)
  4. ગુજરાત વોલીબોલ ટીમ – સિલ્વર મેડલ – વોલીબોલ
  5. લક્ષિતા સાંડિલ્યા- સિલ્વર મેડલ – 800 મીટર દોડ
  6. દિયા ઠાકોર – સિલ્વર મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- બીમ)
  7. દિયા ઠાકોર – સિલ્વર મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- ફલોર)
  8. દિયા ઠાકોર – સિલ્વર મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- અસમાન બાર)
  9. દેવાંશ પરમાર – સિલ્વર મેડલ – સ્વિમિંગ (100 મીટર બેક સ્ટ્રોક)
  10. લક્ષિતા સાંડિલ્યા – બ્રોન્ઝ મેડલ – ગર્લ્સ 1500 મીટર રન
  11. વિશ્વકર્મા પૂજા સતપાલ – બ્રોન્ઝ મેડલ – બોક્સિંગ 70 kg
  12. મંડીપસિંહ ગોહિલ- બ્રોન્ઝ મેડલ – ફેન્સીંગ (ફોઇલ – વ્યક્તિગત)
  13. અર્ચનાબેન નાઘેરા – બ્રોન્ઝ મેડલ – જુડો (-40 kg)
  14. અંકિતા નાઘેરા – બ્રોન્ઝ મેડલ – જુડો ( -44 kg)
  15. અનક ચૌહાણ – બ્રોન્ઝ મેડલ – કાયકિંગ અને કેનોઇંગ (સ્લેલોમ K1)
  16. દેવાંશ પરમાર – બ્રોન્ઝ મેડલ – સ્વિમિંગ (100 મીટર બેક સ્ટ્રોક)
  17. શાહિન દરજાદા – બ્રોન્ઝ મેડલ- જૂડો (અંડર-57 કિલો)

મેડલ ટેલીમાં મહારાષ્ટ્રનો દબદબો યથાવત

મેડલ ટેલીમાં મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધારે મેડલ સાથે ટોપ પર છે. મહારાષ્ટ્ર 44 ગોલ્ડ, 49 સિલ્વર, 40 બ્રોન્ઝ આમ કુલ 133 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. હરિયાણા રાજ્ય 38 ગોલ્ડ, 25 સિલ્વર અને 35 બ્રોન્ઝ આમ કુલ 98 મેડલ સાથે બીજા ક્રમે છે. યજમાન રાજ્ય મધ્યપ્રદેશ કુલ 73 મેડલ સાથે ત્રીજા સ્થાને છે.

મેડલ ટેલીમાં આ ક્રમે છે ગુજરાત

11માં દિવસની રમત બાદ ગુજરાત ટીમના ખાતામાં  3 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 8 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 17 મેડલ છે. આ 17 મેડલ સાથે ગુજરાતની ટીમ મેડલ ટેલીમાં 16માં સ્થાને છે.

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું 12માં દિવસનું શેડયુલ

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના આજે 12માં દિવસે ફૂટબોલ, જુડો, સ્વિમિંગ, મલખમ, ટેનિસ અને કબડ્ડી જેવી મહત્વપૂર્ણ રમતો રમાશે. ગુજરાતના ખેલાડીઓ આ મેચોમાં વધારે મેડલ જીતવા માટે ઉતરશે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">