AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khelo india youth gamesમાં 20 મેડલ સાથે ગુજરાત મેડલ ટેલીમાં 15માં સ્થાને, જુઓ 13માં દિવસનું શેડયૂલ

ગુજરાતના ખેલાડીઓએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનમાં મેડલ જીતવામાં વધુ એક સફળતા મેળવી રહ્યા છે. ગુજરાતના યુવા ખેલાડીઓ એક પછી એક મેડલ જીતી રહ્યા છે. હાલ ગુજરાત 20 મેડલ સાથે મેડલ ટેલીમાં 15માં ક્રમે પહોંચ્યું છે.

Khelo india youth gamesમાં 20 મેડલ સાથે ગુજરાત મેડલ ટેલીમાં 15માં સ્થાને, જુઓ 13માં દિવસનું શેડયૂલ
દેવાંશ પરમારે ફરી એકવાર ગુજરાતનું ગૌરવ વધાર્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 7:56 AM
Share

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી વિવિધ શહેરોમાં ચાલી રહ્યું છે. આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના 12 દિવસ બાદ ગુજરાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેલાડીઓએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનમાં મેડલ જીતવામાં વધુ એક સફળતા મેળવી રહ્યાં છે. ગુજરાતના યુવા ખેલાડીઓ એક પછી એક મેડલ જીતી રહ્યાં છે. હાલ ગુજરાત 20 મેડલ સાથે મેડલ ટેલીમાં 15માં ક્રમે પહોંચ્યું છે.

ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આજે આ ટુર્નામેન્ટનો અંતિમ દિવસ છે.

સતત બીજા દિવસે ગુજરાતના ખાતામાં 3 મેડલ

દેવાંશ પરમારે ફરી એકવાર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, તેણે 12માં દિવસે સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 800 મીટર ફ્રી સ્ટાઈલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને 200 મીટર બેક સ્ટ્રોક કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ગુજરાતના આર્યન શાહે ટેનિસ પુરુષ સિંગલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મેડલ ટેલીમાં આ ક્રમે છે ગુજરાત

12માં દિવસની રમત બાદ ગુજરાત ટીમના ખાતામાં  5 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 8 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 20 મેડલ છે. આ 20 મેડલ સાથે ગુજરાતની ટીમ મેડલ ટેલીમાં 15માં સ્થાને છે.

ગુજરાતને 20 મેડલ અપાવનાર ખેલાડીઓ

  1. નિશિ ભાવસાર – ગોલ્ડ મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- બીમ)
  2. કેદાર પટેલ – ગોલ્ડ મેડલ – સાયકલિંગ (રોડ રેસ માસ સ્ટાર્ટ)
  3. દેવાંશ પરમાર – ગોલ્ડ મેડલ – સ્વિમિંગ (400 મીટર ફ્રી સ્ટાઈલ)
  4. દેવાંશ પરમાર – ગોલ્ડ મેડલ – સ્વિમિંગ (800 મીટર ફ્રી સ્ટાઈલ)
  5. આર્યન શાહ – ગોલ્ડ મેડલ – ટેનિસ ( સિંગલ પુરુષ)
  6. ગુજરાત વોલીબોલ ટીમ – સિલ્વર મેડલ – વોલીબોલ
  7. લક્ષિતા સાંડિલ્યા- સિલ્વર મેડલ – 800 મીટર દોડ
  8. દિયા ઠાકોર – સિલ્વર મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- બીમ)
  9. દિયા ઠાકોર – સિલ્વર મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- ફલોર)
  10. દિયા ઠાકોર – સિલ્વર મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- અસમાન બાર)
  11. દેવાંશ પરમાર – સિલ્વર મેડલ – સ્વિમિંગ (100 મીટર બેક સ્ટ્રોક)
  12. દેવાંશ પરમાર – સિલ્વર મેડલ – સ્વિમિંગ (200 મીટર બેક સ્ટ્રોક)
  13. લક્ષિતા સાંડિલ્યા – બ્રોન્ઝ મેડલ – ગર્લ્સ 1500 મીટર રન
  14. વિશ્વકર્મા પૂજા સતપાલ – બ્રોન્ઝ મેડલ – બોક્સિંગ 70 kg
  15. મંડીપસિંહ ગોહિલ- બ્રોન્ઝ મેડલ – ફેન્સીંગ (ફોઇલ – વ્યક્તિગત)
  16. અર્ચનાબેન નાઘેરા – બ્રોન્ઝ મેડલ – જુડો (-40 kg)
  17. અંકિતા નાઘેરા – બ્રોન્ઝ મેડલ – જુડો ( -44 kg)
  18. અનક ચૌહાણ – બ્રોન્ઝ મેડલ – કાયકિંગ અને કેનોઇંગ (સ્લેલોમ K1)
  19. દેવાંશ પરમાર – બ્રોન્ઝ મેડલ – સ્વિમિંગ (100 મીટર બેક સ્ટ્રોક)
  20. શાહિન દરજાદા – બ્રોન્ઝ મેડલ- જૂડો (અંડર-57 કિલો)

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું 13માં દિવસનું શેડયૂલ

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના આજે 13માં દિવસે રેસલિંગ અને સ્વિમિંગ જેવી મહત્વપૂર્ણ રમતો રમાશે. આજે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો અંતિમ દિવસ છે.

મેડલ ટેલીમાં મહારાષ્ટ્રનો દબદબો યથાવત

મેડલ ટેલીમાં મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધારે મેડલ સાથે ટોપ પર છે. મહારાષ્ટ્ર 53 ગોલ્ડ, 54 સિલ્વર, 47 બ્રોન્ઝ આમ કુલ 154 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. હરિયાણા રાજ્ય 40 ગોલ્ડ, 27 સિલ્વર અને 50 બ્રોન્ઝ આમ કુલ 117 મેડલ સાથે બીજા ક્રમે છે. યજમાન રાજ્ય મધ્યપ્રદેશ કુલ 92 મેડલ સાથે ત્રીજા સ્થાને છે.

g clip-path="url(#clip0_868_265)">