Paris Olympics 2024 Google Doodle : પેરિસ ઓલિમ્પિક 2024 આજથી શરુ, ગુગલે બનાવ્યું રંગબેરંગી ડૂડલ

|

Jul 26, 2024 | 2:15 PM

આજથી શરુ થવા જઈ રહેલા પેરિસ ઓલિમ્પિક પર ગુગલે રંગબેરંગી ડૂડલ બનાવ્યું છે. તો ચાલો જોઈએ આ ડુડલમાં શું શું છે.પેરિસમાં આ વર્ષે 26 જૂલાઈ 2024થી શરુ થઈ રહેલી ઓલિમ્પિક રમત 11 ઓગસ્ટ સુધી ચાલશે.

Paris Olympics 2024 Google Doodle : પેરિસ ઓલિમ્પિક 2024 આજથી શરુ, ગુગલે બનાવ્યું રંગબેરંગી ડૂડલ

Follow us on

આજથી પેરિસ ઓલિમ્પિક 2024ની જશ્ન શરુ થયો છે. જેને લઈ ગુગલે ખાસ ડૂડલ બનાવ્યું છે. પેરિસમાં આ વર્ષે 26 જૂલાઈ 2024થી શરુ થઈ રહેલી ઓલિમ્પિક રમત 11 ઓગસ્ટ સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે, ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દુનિયાભરના ખેલાડીઓ અને રમતપ્રેમીઓ સામેલ થવા ફ્રાન્સ પહોંચ્યા છે.

તો આ માટે ગુગલ પણ કેમ પાછળ રહે ? તો ગુગલે ખાસ પેરિસ ઓલિમ્પિક 2024 માટે ડુડલ બનાવ્યું છે. જે  ગુગલના હોમપેજ પર જોવા મળે છે. તો ચાલો જોઈએ પેરિસ ઓલિમ્પિક રમત માટે બનાવેલા ગુગલના ડુડલમાં ખાસ શું શું છે.

ગુગલના ડુડલમાં ખાસ શું શું છે.

ગુગલે આ એનિમેટેડ ડુડલ આજથી શરુ થઈ રહેલી પેરિસ ઓલિમ્પિક 2024ની એક ઝલક દેખાડી છે. જેમાં સિટી ઓફ લાઈફ કહેવાતા પેરિસમાં નવા ઈનોવેશન અને ટ્રેડિશન જોવા મળશે, કારણ કે, ઓલિમ્પિકની રમતની ગ્રાન્ડ ઓપનિંગ કોઈ સ્ટેડિયમમાં નહિ પરંતુ પેરિસની ઐતિહાસિક સીન નદી પર થશે. ગુગલે ડૂડલમાં ખેલાડીઓને વ્હેલ, બતક તેમજ અન્યને તરતા દેખાડ્યા છે. કોઈ પાસે વોલીબોલ તો કોઈ પાસે ટેનિસ બોલ જોવા મળી રહ્યો છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

પેરિસ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમની ભારતીય સમયઅનુસાર રાત્રે 11 કલાકે શરુ થશે, હજારો ચાહકો ઓપનિંગ સેરેમનીને સીન નદીની બંને બાજુએથી નિહાળી શકશે.

4 નવી રમતને ઓલિમ્પિકમાં સામેલ કરાય

તમને જણાવી દઈએ કે, આજથી શરુ થઈ રહેલા પેરિસ ઓલિમ્પિકમાં દુનિયાભરના 200થી વધુ દેશ ભાગ લઈ રહ્યા છે. કુલ 329 ઈવેન્ટ હશે. આ ઈવેન્ટમાં 10500 ખેલાડીઓ ભાગ લેવાના છે. આ વખતે 4 નવી રમતને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી છે. ભારતના 47થી વધુ ખેલાડી એકથી વધુ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે.

મહિલા તીરંદાજી ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી

ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત 1896માં થઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાય છે. આ પ્રથમ વખત છે જ્યારે સ્ટેડિયમની બહાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે, 25 જુલાઈના રોજ ભારતીય મહિલા તીરંદાજી ટીમે પેરિસ ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તીરંદાજીના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારત ચોથા સ્થાને રહ્યું, જ્યારે કોરિયાએ ઓલિમ્પિક રેકોર્ડ તોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે.

 

 

Next Article