FIFA WC : શું ક્રોએશિયા બ્રાઝિલનું ધમંડ તોડશે ? અહીં ક્વાર્ટર-ફાઇનલ મેચનું શેડ્યુલ જુઓ

TV9 GUJARATI

|

Updated on: Dec 09, 2022 | 10:13 AM

ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup 2022) માં આજે 2 ક્વાર્ટર ફાઈનલ મેચો રમાશે. દિવસની પ્રથમ મેચ ક્રોએશિયા અને બ્રાઝિલ વચ્ચે રમાશે. બીજી મેચમાં નેધરલેન્ડ અને આર્જેન્ટીનાની ટીમ આમને-સામને થશે.

FIFA WC : શું ક્રોએશિયા બ્રાઝિલનું ધમંડ તોડશે ? અહીં ક્વાર્ટર-ફાઇનલ મેચનું શેડ્યુલ જુઓ
Fifa World Cup 2022 Quarterfinals
Image Credit source: Instagram

ફુટબોલનું વર્લ્ડ ચેમ્પિયન કોણ હશે. જેનો જવાબ આવનાર થોડા દિવસમાં જ થઈ જશે. 8 ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન જોઈ રહી છે પરંતુ આ 8 ટીમમાંથી કઈ 4 ટીમ ટ્રોફીની નજીક પહોંચી શકશે તે માટેનો જંગ શુક્રવારથી શરુ થશે. ફિફા વર્લ્ડકપમાં આજે 2 ક્વાર્ટર ફાઈનલ મેચ રમાશે. દિવસની પ્રથમ મેચ સ્ટાર ટીમ બ્રાઝીલ અને ગત્ત વખતની રનરઅપ ટીમ ક્રોએશિયા આમને-સામને હશે. બીજી મેચ મોડી રાત્રે નેધરલેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે રમાશે.

બ્રાઝિલ અને ક્રોએશિયા વચ્ચેની ટક્કરની વાત કરીએ તો ક્રોએશિયાની સાથે 4 મેચમાં બ્રાઝીલની ટીમ એક વખત પણ હારી નથી. 3 મેચ બ્રાઝીલે જીતી અને 1 મેચ ડ્રો રહી હતી. તો ક્રોએશિયાએ સાઉથ અમેરિકન ટીમ વિરુદ્ધ પોતાના 5 વર્લ્ડકપ મેચમાંથી 4માં હારી છે. બીજા દિવસની મેચમાં તમામ લોકોની નજર આર્જિન્ટિના અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. બંન્ને ટીમ વર્લ્ડકપમાં 6ઠ્ઠી વખત આમને -સામને ટક્કરાશે. આર્જિન્ટિના વિરુદ્ધ 9 મેચમાંથી નેધરલેન્ડ માત્ર એક જ મેચ હારી છે.

FIFA WCમાં ક્યારે, ક્યાં અને કઈ રીતે તમામ મેચ જોઈ શકશો ?

FIFA World Cup 2022 Quarter finalsની મેચ આજે કોની વચ્ચે રમાશે ?

ફિફા વર્લ્ડકપ 2022ની ક્વાર્ટર ફાઈનલમાં આજે 2 મેચ રમાશે. પ્રથમ મેચ ક્રોએશિયા અને બ્રાઝીલ વચ્ચે રમાશે. જ્યારે દિવસની બીજી મેચ નેધરલેન્ડ અને આર્જિન્ટિનાની ટીમ આમને-સામને થશે.

FIFA World Cup 2022 Quarter finals માં આજે 2 મેચ ક્યાં સમય પર રમાશે ?

ભારતીય સમય અનુસાર આજે રાત્રે બંન્ને મેચ રમાશે. ક્રોએશિયા અને બ્રાઝીલ વચ્ચે રાત્રે 08:30 કલાકે મેચ શરુ થશે, તો નેધરલેન્ડ અને આર્જિન્ટિના વચ્ચે બીજી મેચ મોડી રાત્રે 12 કલાકે શરુ થશે.

FIFA World Cup 2022માં આજે 2 મેચનું લાઈવ ટેલીકાસ્ટ ક્યાં થશે ?

ફિફા વર્લ્ડકપમાં આજે બંન્ને મેચનું લાઈવ ટેલીકાસ્ટ Sports18 અને Sports18 HD પર થશે.

FIFA World Cup 2022માં મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે ?

ફિફા વર્લ્ડકપની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જીયો સિનેમા એપ પર કરવામાં આવશે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati