AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spain vs Morocco : મોરક્કો ઐતિહાસિક જીત સાથે પહેલીવાર કવાર્ટર ફાઈનલમાં પહોંચ્યુ , 2010ની વર્લ્ડ ચેમ્પિયન ટીમ સ્પેન વર્લ્ડ કપમાંથી બહાર

FIFA World cup 2022 Spain vs Morocco match Result : ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો મોરોક્કોની ટીમ આ યાદીમાં 22માં સ્થાને છે, જ્યારે સ્પેનની ટીમ આ યાદીમાં 7માં સ્થાને છે.

Spain vs Morocco : મોરક્કો ઐતિહાસિક જીત સાથે પહેલીવાર કવાર્ટર ફાઈનલમાં પહોંચ્યુ , 2010ની વર્લ્ડ ચેમ્પિયન ટીમ સ્પેન વર્લ્ડ કપમાંથી બહાર
FIFA World cup 2022 Spain vs Morocco match ResultImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 9:48 PM
Share

આજે કતારના એજ્યુકેશન સિટી સ્ટેડિયમમાં આજે સ્પેન અને મોરોક્કોની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી.ફિફા વર્લ્ડકપ 2022ની સાતમી પ્રી કવાર્ટરફાઈનલ મેચ હતી. ફિફા વર્લ્ડકપ 2022ના 17માં દિવસે આ 55મી મેચ રમાઈ હતી. પેનલ્ટી શૂટઆઉટમાં 2010ની વર્લ્ડકપ ચેમ્પિયન ટીમને 3-0થી હરાવીને મોરક્કોની ટીમે ઐતિહાસિક જીત મેળવી છે.આ રસાકસીવાળી મેચમાં પ્રથમ હાફમાં બંને ટીમો એક પણ ગોલ મારી શકી ન હતી. મેચમાં 90+5 મિનિટમાં એક પણ ગોલ થયો ન હતો. મેચ 0-0થી ડ્રો રહી હતી. મેચમાં 30 મિનિટની વધારાની રમત રમવામાં આવી હતી. મેચ દરમિયાન ગોલ કરવાની તક બંને ટીમોએ ગુમાવી હતી.

120 મિનિટ પછી પણ મેચમાં એક પણ ગોલ ન થતા.વિજેતા મેળવવા માટે પેનલટી શૂટઆઉટની મદદ લેવામાં આવી હતી. આ ફિફા વર્લ્ડકપ 2022ની સતત બીજી પેનલટી શૂટઆઉટ હતુ. પ્રી કવાર્ટર ફાઈલનની સતત બીજી મેચમાં રમાયેલી આ પેનલટી મેચમાં સ્પેનનો એક પણ ગોલ ન થયો હતો. અને 3 ગોલ સાથે મોરક્કોની ટીમ પહેલીવાર કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે.

રોમાંચક પેનલટી શૂટઆઉટમાં મોરક્કોની 3-0થી ભવ્ય જીત

પેનલટી શૂટઆઉટમાં મોરક્કોની ટીમે 4 માંથી 3 ગોલ માર્યા હતા. જ્યારે સ્પેન ટીમે એક પણ ગોલ મારી શકી ન હતી.આ મેચમાં મોરક્કોનો ગોલકીપર બોનો 3 ગોલ બચાવીને મેચનો હીરો બન્યો હતો.

આ મેચમાં જીત મેળવી મોરક્કોની ટીમ વર્લ્ડકપના કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર ચોથી આફ્રિકન ટીમ બની ગઈ છે. આ પહેલા સેનેગલ (2002), કેમરુમ (1990) અને ઘાના (2010) વર્લ્ડકપના કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર આફ્રિકન ટીમ બની હતી.

સ્પેનમાં જન્મેલા ખેલાડી એ જ સ્પેનને હરાવ્યુ

24 વર્ષીય અચરફ હકીમી મોરક્કો તરફથી રમી રહ્યો હતો. પેનલટી શૂટઆઉટમાં તેણે મોરક્કો તરફથી વિનિંગ ગોલ માર્યો હતો. તેના માતા-પિતા મોરક્કોના છે પણ તેનો જન્મ 4 નવેમ્બર, 1998ના રોજ સ્પેનમાં થયો હતો.

પહેલીવાર કવાર્ટર ફાઈનલમાં પહોંચી મોરક્કોની ટીમ

ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો મોરોક્કોની ટીમ આ યાદીમાં 22માં સ્થાને છે, જ્યારે સ્પેનની ટીમ આ યાદીમાં 7માં સ્થાને છે. ફિફા વર્લ્ડકપ 2022ની 3 ગ્રુપ સ્ટેજમાંથી મોરોક્કોની ટીમ 2 મેચ જીતી અને 1 મેચ ડ્રો રહી હતી. સ્પેનની ટીમે ગ્રુપ સ્ટેજની 3 મેચમાં 1 મેચમાં જીત અને 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે 1 મેચ ડ્રો રહી હતી.

સ્પેનની ટીમના શ્રેષ્ઠ પ્રદર્શનની વાત કરીએ ફિફા વર્લ્ડકપમાં વર્ષ 2010માં વર્લ્ડકપ ચેમ્પિયન બન્યુ હતુ. આ ટીમ 16 વાર વર્લ્ડકપ માટે કવોલિફાય થઈ છે. પહેલીવાર આ ટીમ વર્ષ 1934માં વર્લ્ડકપ માટે કવોલિફાય થઈ હતી. મોરોક્કોની ટીમ વર્ષ 1986 પછી આ બીજીવાર પ્રી કવાર્ટરફાઈનલમાં પહોંચી હતી.આ ટીમ 6 વાર વર્લ્ડકપ માટે કવોલિફાય થઈ છે. પહેલીવાર આ ટીમ વર્ષ 1970માં વર્લ્ડકપ માટે કવોલિફાય થઈ હતી.

આ હતી બંને ટીમો

હેડ ટુ હેડ

સ્પેન અને મોરોક્કો વચ્ચે રમાયેલી 3 મેચમાંથી 2 મેચમાં સ્પેનનો વિજય થયો હતો. જ્યારે 1 મેચ ડ્રો રહી હતી. સ્પેનની ટીમે આ મેચ દરમિયાન 6 અને મોરક્કોની ટીમે 4 ગોલ કર્યા હતા.

વર્લ્ડકપ ટ્રોફી સુધીનો રસ્તો

પ્રથમ પ્રી કવાર્ટર ફાઈનલમાં મેચમાં નેધરલેન્ડની ટીમે જીત મેળવી હતી. જ્યારે બીજી મેચમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિનાની ટીમે જીત મેળવી હતી. આર્જેન્ટિના અને નેધરલેન્ડની ટીમ વચ્ચે 10મી ડિસેમ્બરે કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. ત્રીજી મેચમાં ફ્રાન્સની ટીમે અને ચોથી પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે જીત મેળવી હતી. હવે 11 ડિસેમ્બરના રોજ ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચે કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. પાંચમી પ્રી કવાર્ટર ફાઈનલમાં ક્રોએશિયા એ પેનલટી શૂટઆઉટમાં જીત મેળવી હતી. જ્યારે છઠ્ઠી પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં બ્રાઝિલની ટીમે જીત મેળવી હતી. બ્રાઝિલ અને ક્રોએશિયા વચ્ચે 9 ડિસેમ્બરના રોજ કવાર્ટર ફાઈનલ મેચ રમાશે.

પ્રી કવાર્ટર ફાઈનલની મેચો

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

દરેક ગ્રુપની ટોપ 2 ટીમો

48 ગ્રુપ સ્ટેજ મેચ પછી આ તમામ ટીમો ગ્રુપમાં ટોપ-2માં પહોંચી હતી. આ તમામ ટીમો 3 ગ્રુપ સ્ટેજ મેચમાં સારુ પ્રદર્શન કરીને પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. 32માંથી કુલ 16 ટીમો પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. આ તમામ ટીમોમાંથી કોઈ પણ ટીમો તેની તમામ 3 ગ્રુપ સ્ટેજ મેચો જીતી નથી.

ફિફા વર્લ્ડકપ 2022 માટે કતારના 8 સ્ટેડિયમ

1. અલ બાયત સ્ટેડિયમ 2. લુસેલ સ્ટેડિયમ 3. અહમદ બિન અલી સ્ટેડિયમ 4. અલ જાનુબ સ્ટેડિયમ 5. અલ થુમામા સ્ટેડિયમ 6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 8. સ્ટેડિયમ 974

g clip-path="url(#clip0_868_265)">