ફિફા વર્લ્ડકપમાં ઉથલપાથલ જોવા મળી હતી. જે જાપાને કરી છે. જેમણે સ્પેનને હરાવી 20 વર્ષ બાદ ટૂર્નામેન્ટના નોકઆઉટમાં જગ્યા પાક્કી કરી છે. જો કે, જાપાનની આ ઉથલપાથલનો માર જર્મનીને સહન કરવો પડ્યો. જર્મન ટીમને ટુર્નામેન્ટની ખિતાબની દાવેદાર માનવામાં આવી રહી હતી. પરંતુ, સ્પેન પર જાપાનની જીત પછી, તેની આગળ વધવાની તકો ધૂંધળી થઈ ગઈ હતી. ફિફા વર્લ્ડ કપ 2022ના ગ્રુપ સ્ટેજમાંથી જર્મની બહાર થઈ ગયું છે.
જર્મનીની સાથે ફિફા વર્લ્ડકપના 92 વર્ષના ઈતિહાસમાં પ્રથમ એવું થયું કે,જ્યારથી તે બેક ટુ બેક ટૂર્નામેન્ટના ફર્સ્ટ રાઉન્ડથી બહાર થઈ છે. આ પહેલા જર્મની ટીમ 2018માં રમાયેલા વર્લ્ડકપના ફર્સ્ટ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. જર્મની ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો રસ્તો ખુબ મોંધો પડ્યો છે. જ્યારથી તે પોતાની ગ્રુપ મેચમાં કોસ્ટા રિકાને 4-2થી હરાવ્યું હતુ.
જાપાને સ્પેન સામે મોટો અપસેટ સર્જ્યો અને મેચ 2-1થી જીતી લીધી. જોકે મેચના પહેલા હાફમાં સ્પેને સરસાઈ મેળવી લીધી હતી. પ્રથમ હાફ 1-0થી સ્પેનના નામે હતો. પરંતુ બીજા હાફમાં જાપાનની જબરદસ્ત વાપસી જોવા મળી હતી. જાપાને મેચની 48મી અને 51મી મિનિટે બે-બે ગોલ કર્યા અને મેચ 2-1ના તફાવત સાથે સમાપ્ત કરી.
સ્પેન પરની આ જોરદાર જીત સાથે જાપાન પોતાના ગ્રુપમાં નંબર વન પર પહોંચી ગયું છે. આ સાથે જ હાર બાદ પણ સ્પેનને નોક આઉટ રાઉન્ડની ટિકિટ મળી ગઈ છે. હકીકતમાં સ્પેનની હાર બાદ ત્રણેયના સમાન પોઈન્ટ હતા. પરંતુ, વધુ સારા ગોલ તફાવતના આધારે, સ્પેનને નોક આઉટ રાઉન્ડની ટિકિટ મળી. ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચમાં સ્પેને કોસ્ટા રિકાને 7-0થી હરાવ્યું હતું.
જાપાનની ટીમ આ પહેલા 2002માં ફિફા વર્લ્ડકપના નોકઆઉટમાં પહોંચી હતી. ત્યારથી આ ટૂર્નામેન્ટનું આયોજન તેની અને સાઉથ કોરિયાની મેજબાનીમાં થયું હતુ, સ્પેન પર જીત મેળવ્યા બાદ હવે જાપાનની મેચ નોકઆઉટમાં ક્રોએશિયા સામે થઈ હતી. તો સ્પેનની મેચ રાઉન્ડ 16માં મોરક્કો સામે થશે. જ્યારે ગ્રુપ ઈમાંથી જર્મની સિવાય કોસ્ટા રિકા પણ ફર્સ્ટ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે.