SAFF Championship Final માં ભારતે કુવૈતને હાર આપતા સ્ટેડિયમ વંદે માતરમના નાદથી ગુંજી ઉઠ્યું, Video જોઈ રુંવાડા ઉભા થઈ જશે
ભારત અને કુવૈત વચ્ચે SAFF ચેમ્પિયનશિપની ફાઈનલ ( SAFF Championship Final)મેચ જોવા માટે અંદાજે 30 હજાર પ્રશંસકો આવ્યા હતા. આ મેચ બેંગલુરુના કાન્તેરવા સ્ટેડિયમમાં રમાઈ હતી.

SAFF Championship Final : યજમાન ભારતે કુવૈતને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી હરાવી નવમી વખત SAFF ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી હતી. આ જીત સાથે ભારતીય ટીમે તેની હેટ્રિક પૂરી કરી. તે આ ટુર્નામેન્ટ પહેલા નેશન્સ કપ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ જીતી ચૂકી છે. ભારતીય ટીમની જીત બાદ સ્ટેડિયમમાં જે નજારો જોવા મળ્યો હતો તે ચાહકોને વર્ષો સુધી યાદ રહેશે.
આ પણ વાંચો : Praveen Kumar Accident: પૂર્વ ફાસ્ટ બોલર પ્રવીણ કુમારની કારને કન્ટેનરે મારી ટક્કર, ક્રિકેટર અને દીકરો માંડ માંડ બચ્યા
ચાહકોએ એકસાથે વંદે માતરમ ગાયું
ભારત અને કુવૈત વચ્ચેની રોમાંચક ફાઇનલ મેચના સાક્ષી બનવા માટે અંદાજે 30,000 ચાહકો બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં ઉમટી પડ્યા હતા. મેચ પૂરી થતાં જ સુનીલ છેત્રીએ ચાહકોનું અભિવાદન કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે જ આખા સ્ટેડિયમમાં વંદે માતરમ ગીત ગુંજવા લાગ્યું. છેત્રી અને ચાહકો આ ગીત સાથે ગાતા જોવા મળ્યા હતા. ધીરે ધીરે, આખી ટીમ ઈન્ડિયા પણ ચાહકોની સાથે ‘મા તુઝે સલામ’ ગાતી જોવા મળી. સ્ટેડિયમમાં દેશભક્તિ જ દેખાતી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.
As #India wins it’s 9th #SAFFChampionship more than the winning movement I am cherishing how the crowd is embracing the win along with the team by singing Vande Matram and cheering them further… Something that we do not witness often… pic.twitter.com/DIhxACXR6L
— Anuradha S (@anuradhamax7) July 4, 2023
છેત્રીએ ચાહકોનો આભાર માન્યો
સુનિલ છેત્રીએ મેચ બાદ ચાહકોનો આભાર માન્યો હતો. તેણે આ રોમાંચક મેચમાં તેને ઉત્સાહિત કરવા બદલ બેંગ્લોરના ચાહકોનો આભાર માન્યો હતો. છેત્રીએ કહ્યું કે આ મેચ બિલકુલ સહેલી ન હતી પરંતુ ચાહકોએ તેને ઉત્સાહિત કરવામાં કોઈ કસર છોડી ન હતી. છેત્રી બેંગલુરુ એફસી માટે પણ રમે છે.
આ પણ વાંચો : PV Sindhu Birthday : આજે છે પીવી સિંધુનો જન્મદિવસ, બર્થ ડે પહેલા સ્પેશિયલ વ્યક્તિને કરી યાદ જુઓ ફોટો
ભારતીય ટીમે મેચ જીતી
ગોલકીપર ગુરપ્રીત સિંહ સંધુએ નિર્ણાયક પેનલ્ટી બચાવવા માટે ડાઇવ કરી કારણ કે ભારતે કુવૈતને શૂટઆઉટમાં 5-4થી હરાવી નવમી વખત SAFF ફૂટબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું. 120 મિનિટની રમત સુધી બંને ટીમો 1-1ની બરાબરી પર હતી. પેનલ્ટી શૂટઆઉટના પાંચ રાઉન્ડ પછી પણ સ્કોર 4-4 હતો, ત્યારબાદ સડન ડેથનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહેશ નોરેમે ગોલ કર્યો અને ભારતના ગોલકીપર ગુરપ્રીત સંધુએ ખાલિદ હાજિયાના શોટને બચાવીને ડાઇવિંગ કરી.