AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SAFF Championship: લેબનોનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવી ભારતનો ફાઇનલમાં પ્રવેશ, હવે કુવૈત સામે થશે ટક્કર

સુનીલ છેત્રીની આગેવાની હેઠળની ભારતીય ટીમે સેમી ફાઇનલ મેચમાં લેબનોનને 4-2થી હરાવ્યું હતું અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત-લેબનોન મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી થયો હતો.

SAFF Championship: લેબનોનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવી ભારતનો ફાઇનલમાં પ્રવેશ, હવે કુવૈત સામે થશે ટક્કર
SAFF Championship
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 9:00 AM
Share

ભારતીય ફૂટબોલ ટીમ SAFF ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. સુનીલ છેત્રીની આગેવાની હેઠળની ભારતીય ટીમે સેમી ફાઇનલ મેચમાં લેબનોનને 4-2થી હરાવ્યું હતું. ભારત-લેબનોન મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટમાં થયો હતો. ખરેખર, બંને ટીમો નિર્ધારિત સમય સુધી એક પણ ગોલ કરી શકી ન હતી. જે બાદ મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ હતી પરંતુ એક્સ્ટ્રા ટાઈમમાં પણ બંને ટીમો કોઈ ગોલ કરી શકી ન હતી. ત્યારબાદ મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી.

View this post on Instagram

A post shared by Indian Football (@indianfootball)

પેનલ્ટી શૂટઆઉટમાં લેબનોનને 4-1થી હરાવ્યું

ભારતે સેમી ફાઇનલ મુકાબલામાં પેનલ્ટી શૂટઆઉટમાં લેબનોનને 4-1થી હરાવ્યું હતું. આ રીતે ભારતીય ફૂટબોલ ટીમ SAFF ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારત અને લેબનોનની ટીમો બેંગ્લોરના શ્રીકાંતિરવા સ્ટેડિયમમાં આમને-સામને હતી. ભારત તરફથી પ્રથમ ગોલ કેપ્ટન સુનીલ છેત્રીએ કર્યો હતો.

ફાઇનલમાં કુવૈત સામે ભારતની થશે ટક્કર

હવે ભારતીય ચાહકોની નજર SAFF ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પર ટકેલી છે. આ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો મજબૂત કુવૈતની ટીમ સામે થશે. કુવૈતની ટીમે પ્રથમ સેમી ફાઇનલ મેચમાં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

આ પણ વાંચોઃ Ashes: ઈજાગ્રસ્ત લિયોન બેટિંગ કરવા મેદાનમાં આવતા દર્શકોએ તાડીઓથી વધાવી લીધો, જુઓ Video

કુવૈત સામે મેચ ડ્રો થઈ હતી

અગાઉ SAFF ચેમ્પિયનશિપ 2023 ટૂર્નામેન્ટમાં જ્યારે ટીમ ઈન્ડિયા અને કુવૈતની ટીમો ટકરાઈ હતી ત્યારે ફૂટબોલ મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. જ્યારે ભારતે કુવૈત સામેની મેચ પહેલા નેપાળને હરાવ્યું હતું. તે મેચમાં કેપ્ટન સુનીલ છેત્રીની ટીમે નેપાળને 2-0થી હરાવ્યું હતું. નેપાળ સામે કેપ્ટન સુનિલ છેત્રી અને મહેશ સિંહે ગોલ કર્યા હતા. આ રીતે ભારતીય ટીમ નેપાળને 2-0થી હરાવવામાં સફળ રહી હતી. સુનિલ છેત્રીએ મેચની 61મી મિનિટે ગોલ કર્યો હતો. જ્યારે મહેશ સિંહે 70મી મિનિટે બીજો ગોલ કરીને ટીમ ઈન્ડિયાને 2-0થી આગળ કરી દીધું હતું અને ભારતે નેપાળ સામે દમદાર જીત મેળવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
g clip-path="url(#clip0_868_265)">