Praveen Kumar Accident: પૂર્વ ફાસ્ટ બોલર પ્રવીણ કુમારની કારને કન્ટેનરે મારી ટક્કર, ક્રિકેટર અને દીકરો માંડ માંડ બચ્યા
ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના દિગ્ગજ ક્રિકેટરની કારનો અકસ્માત થયો છે.
ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના દિગ્ગજ ક્રિકેટરની કારનો અકસ્માત થયો છે.પૂર્વ ફાસ્ટ બોલર પ્રવીણ કુમારની કાર મંગળવારે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માત દરમિયાન પ્રવીણ કુમારની સાથે તેમની કારમાં તેમનો પુત્ર પણ હાજર હતો. મળતી માહિતી મુજબ મંગળવારે એક હાઇ સ્પીડ કન્ટેનર તેમની કાર સાથે અથડાયું હતું. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના મંગળવારે રાત્રે ત્યારે બની જ્યારે પ્રવીણ કુમાર (Praveen Kumar )પાંડવ નગરથી પરત ફરી રહ્યા હતા.
આ પણ વાંચો : Ajit Agarkar, Team India Chief Selector: અજીત અગારકર માટે કપરો માર્ગ, આ 5 પડકારોનો કરવો પડશે સામનો
કારની કિંમત લગભગ 2.5 કરોડ
આ અકસ્માતમાં ભારતીય ફાસ્ટ બોલર પ્રવીણ કુમારની કારને ભારે નુકસાન થયું છે. જોકે રાહતની વાત એ છે કે પ્રવીણ કુમાર અને તેમના પુત્રને ગંભીર ઈજાઓ થઈ નથી. આ અકસ્માતની જાણ પોલીસને થતાં જ પોલીસ ટુકડી સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ મામલાની જાણ કરીને કન્ટેનરના ચાલકને કસ્ટડીમાં લીધો હતો. અકસ્માતમાં સામેલ પ્રવીણ કુમારની કારની કિંમત લગભગ 2.5 કરોડ છે.
પ્રવીણ કુમાર હાલમાં ભારતીય ટીમનો ભાગ નથી પરંતુ તેની તાકાતથી ભારતીય ટીમે ક્રિકેટના મેદાનમાં અનેક મોટી જીત મેળવી છે. પ્રવીણ કુમારે ભારત તરફથી 6 ટેસ્ટ, 68 વનડે અને 10 ટી 20 મેચ રમી છે.
એક વર્ષમાં બીજા ક્રિકેટરનો અક્સ્માત
એક વર્ષમાં આ ભારતીય ક્રિકેટર્સનો બીજો ગંભીર અકસ્માત છે. પ્રવીણ કુમાર પહેલા અંદાજે થોડા મહિના પહેલા ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર-બેટસ્મેન રિષભ પંત સાથે ગંભીર અકસ્માત થયો છે. પંતની કાર દિલ્હી -દહેરાદુન હાઈવે પર એક ડિવાઈડર સાથે અથડાય હતી. આ અકસ્માતમાં પંતને ગંભીર ઈજા થઈ હતી. જે હાલમાં લાંબા સમથી ક્રિકેટના મેદાનથી દુર છે. હજુ તે ઈજામાંથી રિકવર થઈ રહ્યો છે.
માત્ર 26 વર્ષની ઉંમરે આ ક્રિકેટરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પૂરી થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ પ્રવીણ કુમાર અને તેમનો પુત્ર સુરક્ષિત છે.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટરની સેલરી જાણી ચોંકી જશો, જાણો અગરકરને કેટલા કરોડ મળશે
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો