મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમ ચેમ્યિન બનતા આખી દુનિયામાંથી તેમના માટે શુભેચ્છાના સંદેશ આવી રહ્યા છે. તે બધા વચ્ચે એક સંદેશ તેમના માટે ખાસ હતો. બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલે એ એક ખાસ સંદેશ દ્વારા આર્જેન્ટિના શુભેચ્છા પાઠવી છે. બ્રાઝિલને ત્રણવાર વર્લ્ડકપ જીતાડનાર પેલે હાલમાં શ્વાસ સંબધિત સમસ્યાને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તે બધા વચ્ચે તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરીને આર્જેન્ટિના અને ફ્રાન્સના ખેલાડી એમબાપ્પે માટે સંદેશ લખ્યો હતો. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ છે.
ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પેલે એ લખ્યુ કે, ફૂટબોલ એ ફરી તેની કહાની રસપ્રદ રીતે વ્યક્તી કરી. મેસ્સી એ પોતાને પહેલો વર્લ્ડકપ જીત્યો. મારા મિત્ર એમ્બાપ્પે એ પેનલટી સાથે 4 ગોલ કર્યા. અમારી રમતના ભવિષ્યનું શાનદાર પ્રદર્શન જોવુ એ કોઈ ગિફ્ટથી ઓછું નથી. અંતે તેમણે લખ્યુ કે, શુભેચ્છા.. આર્જેન્ટિના, ચોક્કસ ડિએગો મેરાડોના હસતો હશે. ડિએગો મેરાડોના આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર હતા. તેમણે આર્જેન્ટિનાને વર્ષ 1986માં બીજીવાર ચેમ્પિયન બનાવ્યુ હતું.
View this post on Instagram
મેસ્સી એ મેચની 23મી મેચમાં પેનલટીનો લાભ ઉઠાવીનેે આ વર્લ્ડકપનો છઠ્ઠો ગોલ કર્યો હતો. મેચની 36મી મિનિટમાં આર્જેન્ટિનાના Ángel Di María એ રોમાંચક ગોલ કરીને આર્જેન્ટિનાને 2-0થી પ્રથમ હાફમાં લીડ અપાવી હતી. ફ્રાન્સની ટીમે બીજા હાફમાં ગોલ કરવાના ઘણા પ્રયાસ કર્યા હતા. ફ્રાન્સની ટીમના લોકપ્રિય ખેલાડી Kylian Mbappé એ મેચની 80 અને 81મી મિનિટમાં ગોલ કરીને મેચમાં ફ્રાન્સની ટીમની જોરદાર વાપસી કરવી હતી.
રમતની 90મી મિનિટ બાદ મેચમાં 8 મિનિટ વધારાની ઉમેરવામાં આવી હતી. મેચ દરમિયાન ખેલાડીની ઈજાને કારણે કે કોઈ અન્ય કારણસર જે સમય બગડ્યો હોય તે દરેક હાફમાં છેલ્લે ઉમેરવામાં આવે છે. તે વધારાની 8 મિનિટમાં પણ સ્કોર 2-2 રહેતા મેચ એકસ્ટ્રા ટાઈમમાં પહોંચી હતી.
મેચની 108મી મિનિટમાં મેસ્સી એ ફરી ગોલ કરીને આર્જેન્ટિનાને લીડ અપાવી હતી. આ તેનો વર્લ્ડકપનો 7મો ગોલ હતો. ત્યારે જ મેચની 118મી મિનિટમાં Kylian Mbappé એ હેટ્રિક ગોલ કરીને મેચનો સ્કોર 3-3 કર્યો હતો. તે ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં ફાઈનલમાં હેટ્રિક ગોલ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. અંતે મેચમાં સ્કોર 3-3 રહેતા, વર્લ્ડકપ ઈતિહાસમાં ત્રીજીવાર ફાઈનલ મેચમાં પેનલટી શૂટઆઉટ થયુ હતુ. પેનલટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાની ટીમે 4-2ના સ્કોરથી જીત મેળવી હતી.