કતારના દોહામાં સ્થિત લુસેલ સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ રમાઈ હતી. 22માં ફિફા વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને મહાન ફૂટબોલર મેસ્સીની આર્જેન્ટિના ટીમ વચ્ચે રમાઈ હતી. ભારતીય સમય અનુસાર આ મેચ રાત્રે 8.30 કલાકે શરુ થઈ હતી. ફાઈનલ મેચમાં બંને ટીમો જીત માટે દાવેદાર માનવામાં આવી રહી હતી. આજની આ રોમાંચક ફાઈનલ મેચમાં વર્લ્ડકપ ઈતિહાસમાં ત્રીજીવાર પેનલટી શૂટઆઉટ થયુ હતુ. જેમાં મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમે પેનલટી શૂટઆઉટમાં 4-2થી જીત મેળવી હતી. આ સાથે જ આર્જેન્ટિનાની ટીમ ત્રીજીવાર વર્લ્ડકપ ચેમ્પિયન બની હતી.
ફિફા વર્લ્ડકપ 2022માં બંને ટીમોનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યુ હતુ. બંને ટીમો વર્લ્ડકપની ગ્રુપ સ્ટેજ મેચોમાં 1 જ મેચ હારી હતી. વર્લ્ડ રેંકિગની વાત કરીએ તો આર્જેન્ટિનાની ટીમ ત્રીજા નંબરે છે જ્યારે ફ્રાન્સની ટીમ ચોથા નંબરે હતી. બંને ટીમો પાસે ત્રીજીવાર ચેમ્પિયન બનવાની તક હતી.
The moment when a dream becomes reality 🏆#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022
આર્જેન્ટિના મહાન ફૂટબોલર મેસ્સીની આ છેલ્લી વર્લ્ડકપ મેચ હતી. મેસ્સીની વર્લ્ડકપની આ 26મી મેચ હતી. આ સાથે તેણે સૌથી વધારે વર્લ્ડકપ મેચ રમવાોનો રેકોર્ડ પણ પોતાને નામે કર્યો છે. આ રોમાંચક મેચમાં મેસ્સી એ મેચની 23મી મેચમાં પેનલટીનો લાભ ઉઠાવીનેે આ વર્લ્ડકપનો છઠ્ઠો ગોલ કર્યો હતો. મેચની 36મી મિનિટમાં આર્જેન્ટિનાના Ángel Di María એ રોમાંચક ગોલ કરીને આર્જેન્ટિનાને 2-0થી પ્રથમ હાફમાં લીડ અપાવી હતી.
ફાઈનલમાં મેસ્સીના ગોલ સાથે જ તે વર્લ્ડકપની ગ્રુપ સ્ટેજની મેચ, કવાર્ટર ફાઈનલ મેચ, પ્રી કવાર્ટર ફાઈનલની મેચ, સેમિફાઈનલ મેચ અને ફાઈનલ મેચમાં ગોલ કરવાર ફિફા ઈતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો છે.
ફ્રાન્સની આજની ફાઈનલ મેચમાં 6 ખેલાડીઓ એવા હતા, જેમણે વર્ષ 2018માં પણ ફ્રાન્સ માટે મેચ રમ્યા હતા. ફ્રાન્સની ટીમે બીજા હાફમાં ગોલ કરવાના ઘણા પ્રયાસ કર્યા હતા. ફ્રાન્સની ટીમના લોકપ્રિય ખેલાડી Kylian Mbappé એ મેચની 80 અને 81મી મિનિટમાં ગોલ કરીને મેચમાં ફ્રાન્સની ટીમની જોરદાર વાપસી કરવી હતી.
રમતની 90મી મિનિટ બાદ મેચમાં 8 મિનિટ વધારાની ઉમેરવામાં આવી હતી. મેચ દરમિયાન ખેલાડીની ઈજાને કારણે કે કોઈ અન્ય કારણસર જે સમય બગડ્યો હોય તે દરેક હાફમાં છેલ્લે ઉમેરવામાં આવે છે. તે વધારાની 8 મિનિટમાં પણ સ્કોર 2-2 રહેતા મેચ એસ્ટ્રા ટાઈમમાં પહોંચી હતી.
મેચની 108મી મિનિટમાં મેસ્સી એ ફરી ગોલ કરીને આર્જેન્ટિનાને લીડ અપાવી હતી. આ તેનો વર્લ્ડકપનો 7મો ગોલ હતો.ત્યારે જ મેચની 118મી મિનિટમાં Kylian Mbappé એ હેટ્રિક ગોલ કરીને મેચનો સ્કોર 3-3 કર્યો હતો. તે ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં ફાઈનલમાં હેટ્રિક ગોલ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. અંતે મેચમાં સ્કોર 3-3 રહેતા, વર્લ્ડકપ ઈતિહાસમાં ત્રીજીવાર ફાઈનલ મેચમાં પેનલટી શૂટઆઉટ થયુ હતુ.
The line-ups are in!
Today’s #FIFAWorldCup Final Starting XIs for Argentina and France ⤵️
— FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022
⏳ Counting down the minutes… #FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022
ફ્રાન્સની ટીમ વર્લ્ડકપ માટે 16 વાર કવોલીફાય થઈ હતી. ફિફા વર્લ્ડકપની 71 મેચોમાંથી આ ટીમ 38 મેચો જીતી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 131 ગોલ કર્યા હતા. ફ્રાન્સની ટીમ 2 વાર વર્લ્ડકપ ચેમ્પિયન રહી છે. જ્યારે 1 વાર બીજા સ્થાને અને 2 વાર ત્રીજા સ્થાને રહી હતી.
આર્જેન્ટિનાની ટીમ 18 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ હતી. આ ટીમ વર્લ્ડકપની 86 મેચમાંથી 46માં મેચમાં જીત મેળવી શકી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 146 ગોલ કર્યા છે. આર્જેન્ટિનાની ટીમ 2 વાર વર્લ્ડ ચેમ્પિયન (1978, 1986) બની છે. જ્યારે 3 વાર રનર અપ (1930, 1990, 2014) ટીમ રહી છે.
ફાઈનલ મેચ પહેલા ક્લોઝિંગ સેરેમનીમાં બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી એ ધમાકેદાર ડાન્સ કર્યો હતો. કલોઝિંગ સેરેમની બાદ અભિનેત્રી દીપિકા પાદુકોણે ફિફા વર્લ્ડકપની 165 કરોડની ટ્રોફીનું અનાવણ કર્યુ હતુ.