AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cristiano Ronaldo ની કારનો અકસ્માત થયો, ઘરના મુખ્ય દરવાજા પર જ થયો અકસ્માત, ડ્રાઈવર માંડ-માંડ બચ્યો

Cristiano Ronaldo : કારને રોનાલ્ડો (Cristiano Ronaldo) ના સ્ટાફમાંથી એક ચલાવી રહ્યો હતો. જોકે સ્ટાફને કોઈ નુકસાન થયું નથી. કાર અકસ્માતનો ભોગ બની ત્યારે રોનાલ્ડો કારમાં ન હતો.

Cristiano Ronaldo ની કારનો અકસ્માત થયો, ઘરના મુખ્ય દરવાજા પર જ થયો અકસ્માત, ડ્રાઈવર માંડ-માંડ બચ્યો
Cristiano Ronaldo (PC: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 2:32 PM
Share

પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) ની બુગાટી વેરોન કારને અકસ્માત થયો હતો. રિપોર્ટ અનુસાર આ કાર સોમવારે સવારે સ્પેનિશ શહેર મેજોર્કામાં એક ઘરના એન્ટ્રી ગેટની સામે અકસ્માતનો શિકાર બની હતી. કારને રોનાલ્ડોના સ્ટાફમાંથી એક ચલાવી રહ્યો હતો. જોકે સ્ટાફને કોઈ નુકસાન થયું નથી. કાર અકસ્માતનો ભોગ બની ત્યારે રોનાલ્ડો કારમાં ન હતો.

કારની કિંમત 17 કરોડ

કારની કિંમત 17 કરોડ રૂપિયા છે. સ્થળ પર સ્થાનિક પોલીસ અને સિવિલ ગાર્ડના અધિકારીઓ પણ હાજર હતા. તેમણે કહ્યું કે, વાહનનો આગળનો ભાગ ખરાબ રીતે અકસ્માતગ્રસ્ત થયો હતો. વિશ્વના સૌથી અમીર એથ્લેટ્સમાંથી એક રોનાલ્ડો પાસે ઘણી લક્ઝરી કાર છે.

રોનાલ્ડો કારનો શોખીન છે

ધ સનના અહેવાલ મુજબ રોનાલ્ડો પાસે વધુ એક બુગાટી કાર છે. સમગ્ર વિશ્વમાં માત્ર થોડા લોકો પાસે જ આ એડિશનની કાર છે. કારની કિંમત 81 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. રોનાલ્ડોએ આ કાર 2020 માં ખરીદી હતી. આ કારની મહત્તમ સ્પીડ 236 kmph છે અને તે 2.4 સેકન્ડમાં 0 થી 62 kmphની ઝડપ પકડી શકે છે.

કેટલાક દિવસ પહેલા બળાત્કારના આરોપમાં રોનાલ્ડો નિર્દોષ જાહેર થયો હતો

થોડા દિવસો પહેલા રોનાલ્ડોને યુએસની કોર્ટે બળાત્કારના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યો હતો. 2009માં મોડલ કેથરિન મ્યોગ્રાએ રોનાલ્ડો પર આરોપ લગાવ્યો હતો કે રોનાલ્ડોએ એક હોટલમાં તેના પર હુમલો કરીને બળાત્કાર કર્યો હતો. કેથરિને તેની સામે 3 લાખ 75 હજાર અમેરિકી ડૉલરનું નુકસાન ભરપાઈ કરવાની માગણી કરી હતી.

રોનાલ્ડો 4 બાળકોના પિતા

જ્યોર્જીના રોડ્રિગ્ઝ અને રોનાલ્ડોને એક પુત્રી છે જેનું નામ અલાના માર્ટિના છે. તેનો જન્મ નવેમ્બર 2017 માં થયો હતો. આ સિવાય રોનાલ્ડો જોડિયા બાળકો ઈવા અને માટોના પિતા પણ છે. જેનો જન્મ જૂન 2017માં સરોગેટ દ્વારા થયો હતો. તે જ સમયે તેના પુત્ર ક્રિસ્ટિયાનો જુનિયરની માતા તેના ભૂતપૂર્વ ભાગીદાર છે. જેનું નામ રોનાલ્ડોએ આજ સુધી જાહેરમાં જાહેર કર્યું નથી.

તમને જણાવી દઇએ કે રોનાલ્ડોના નવજાત પુત્રનું તાજેતરમાં જ અવસાન થયું હતું. રોનાલ્ડો અને જ્યોર્જિનાએ ઓક્ટોબરમાં કહ્યું હતું કે, તેઓ જોડિયા બાળકોની અપેક્ષા રાખી રહ્યા હતા. બંનેએ ફોટો શેર કરીને આ વાતની જાણકારી આપી હતી.

g clip-path="url(#clip0_868_265)">