AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતે પાકિસ્તાનને ચટાવી ધૂળ, અંતિમ ક્ષણોમાં હારેલી મેચ જીતી PAK ને એશિયા કપમાંથી બહાર ફેંક્યું

ભારતે અંડર-18 એશિયા કપ 2026 ની સેમિફાઈનલમાં પાકિસ્તાનને 5-3 થી હરાવ્યું હતું. આ જીત સાથે ભારત ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચ્યું હતું, જ્યારે પાકિસ્તાન ભાર ફેંકાયું હતું. ભારતીય અંડર-18 ટીમ હવે ફાઈનલ મેચમાં જાપાન સામે ટકરાશે.

Breaking News: ભારતે પાકિસ્તાનને ચટાવી ધૂળ, અંતિમ ક્ષણોમાં હારેલી મેચ જીતી PAK ને એશિયા કપમાંથી બહાર ફેંક્યું
India beat PakistanImage Credit source: X
| Updated on: Jun 05, 2026 | 8:51 PM
Share

ભારતીય અંડર-18 પુરુષોની હોકી ટીમે અંડર-18 એશિયા કપ 2026 ના રોમાંચક અને હાઈ-વોલ્ટેજ સેમિફાઈનલ મુકાબલામાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 5-3 થી હરાવ્યું હતું. શુક્રવારે રમાયેલી આ મેચમાં ભારત છેલ્લા ક્વાર્ટર સુધી 2-3 થી પાછળ હતું, પરંતુ અંતિમ મિનિટોમાં ભારતીય ફોરવર્ડ લાઈને આક્રમક રમત દર્શાવી પાકિસ્તાની ડિફેન્સને સંપૂર્ણપણે તોડી નાખ્યું. આ શાનદાર જીત સાથે, ભારતે ટુર્નામેન્ટની ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું.

પહેલા હાફમાં જોરદાર સ્પર્ધા

મેચ સાવધાનીપૂર્વક અને રક્ષણાત્મક રીતે શરૂ થઈ, બંને ટીમો મિડફિલ્ડને નિયંત્રિત કરવામાં સંઘર્ષ કરી રહી હતી. ભારતને પહેલી સફળતા 12મી મિનિટમાં મળી જ્યારે તેમના જ હાફમાંથી એક શાનદાર ચાલને કારણે પાકિસ્તાની ડિફેન્ડર્સે ભૂલ કરી, જેના કારણે ભારતને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો. ફોરવર્ડ આશિષ તાની પૂર્ટીએ કોઈ ભૂલ ન કરી અને બોલને નેટમાં નાખીને ભારતને શરૂઆતમાં 1-0ની લીડ અપાવી.

હાફટાઈમ સુધી સ્કોર 1-1 ની બરાબરી પર

પરંતુ બીજા ક્વાર્ટરમાં પાકિસ્તાને વાપસી કરી. 16 મી મિનિટે, ભારતીય ગોલકીપર આયુષ રજક અને ડિફેન્ડર અંશ બહુત્રાએ પેનલ્ટી કોર્નરથી અહેમદ ઉઝૈરના શક્તિશાળી ડ્રેગફ્લિકને બ્લોક કરી દીધો. જોકે, 27 મી મિનિટે અદીલે ભારતીય પાસને અટકાવીને ફિલ્ડ ગોલ કરીને મેચ 1-1 ની બરાબરી પર લાવી દીધી. હાફટાઈમ સુધી સ્કોર એ જ રહ્યો.

ત્રીજા ક્વાર્ટરમાં પાકિસ્તાને લીડ મેળવી

હાફ ટાઈમ પછી રમતની ગતિ ઝડપી થઈ. 35 મી મિનિટમાં, શાહરુખ અલીએ પાસિંગ પ્લેનો લાભ ઉઠાવીને શાનદાર ગોલ કરીને ભારતને 2-1ની લીડ અપાવી. પરંતુ ભારતની આ ખુશી ક્ષણભર જ રહી. પાકિસ્તાનના મુહમ્મદ ફરહાન અસલમે બે મિનિટ પછી 37 મી મિનિટે ફિલ્ડ ગોલ કરીને સ્કોર 2-2 પર કર્યો. ત્યારબાદ, 42 મી મિનિટે ઉઝૈર અહેમદ કુરેશીએ પેનલ્ટી કોર્નરને સચોટ ડ્રેગફ્લિક સાથે ગોલમાં રૂપાંતરિત કરીને પાકિસ્તાનને મેચમાં પહેલી વાર 3-2 ની લીડ અપાવી.

છેલ્લા ક્વાર્ટરમાં ભારતનું જોરદાર પ્રદર્શન

ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં, ભારતીય ટીમ બહાર થવાના ભયમાં હતી, ત્યારબાદ છોકરાઓએ કરો યા મરો જેવી રમત બતાવી અને આક્રમક ગેમ શરૂ કરી. 46મી મિનિટે પાકિસ્તાનના મુઝમ્મિલ સઈદને ગ્રીન કાર્ડ મળ્યું, અને ભારતે તેનો ફાયદો ઉઠાવતા સતત પેનલ્ટી કોર્નર મેળવ્યા. આશિષે 49મી મિનિટે શાનદાર ડ્રેગફ્લિક સાથે ગોલ કરીને ભારતને 3-3 થી ડ્રો અપાવ્યો. આ પછી, મેદાન પર ફક્ત ટીમ ઈન્ડિયાનો જ જોર દેખાઈ રહ્યો હતો. 53મી મિનિટે, આશિષે બીજા પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કરીને ન માત્ર તેની હેટ્રિક પૂર્ણ કરી, પણ ભારતને 4-3 ની લીડ પણ અપાવી.

ફાઈનલમાં જાપાન સામે ટકરાશે ભારત

મેચ પૂરી થવાના ચાર મિનિટ પહેલા ભારતને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો અને મેચના હીરો આશિષે 56મી મિનિટે પોતાનો ચોથો ગોલ કરીને પાકિસ્તાનના કોઈપણ સંભવિત કમબેકના ચાન્સને પોરો કરી દીધો અને સ્કોર 5-3 પર કરી દીધો. ભારતીય અંડર-18 ટીમ હવે 6 જૂને, બપોરે 3:30 વાગ્યે ફાઈનલમાં જાપાન સામે ટકરાશે.

FIFA World Cup 2026: આર્જેન્ટિના ફરી બનશે ચેમ્પિયન? બન્યો ખાસ સંયોગ, નાઈજીરીયા સાથે છે કનેક્શન

Follow Us
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
g clip-path="url(#clip0_868_265)">