AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: FIFA વર્લ્ડ કપ 2026માં વધુ એક મોટો અપસેટ, મોરોક્કોએ નેધરલેન્ડ્સને બહાર ફેંક્યું

FIFA વર્લ્ડ કપ 2026 માં વધુ એક મોટો અપસેટ જોવા મળ્યો છે. મોરોક્કોએ પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડ્સને 3-2 થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. 91 મી મિનિટે ઈસા ડિઓપે ગોલ કરીને મેચ ડ્રો કરી અને બાદમાં પેનલ્ટી શૂટઆઉટમાં મોરોક્કોએ નેધરલેન્ડ્સને હરાવી વર્લ્ડ કપમાંથી બહાર ફેંક્યું હતું.

Breaking News: FIFA વર્લ્ડ કપ 2026માં વધુ એક મોટો અપસેટ, મોરોક્કોએ નેધરલેન્ડ્સને બહાર ફેંક્યું
Morocco knocks out NetherlandsImage Credit source: X/FIFA World Cup
| Updated on: Jun 30, 2026 | 6:40 PM
Share

FIFA વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 32માં મોરોક્કોએ નેધરલેન્ડ્સ સામે યાદગાર જીત નોંધાવી છે. નિયમિત સમય અને એક્સ્ટ્રા ટાઈમ બાદ મેચ 1-1 ને બરાબરી પર રહી હતી, પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં મોરોક્કોએ 3-2 થી જીત મેળવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હવે મોરોક્કોનો આગામી મુકાબલો 4 જુલાઈએ કેનેડા સામે થશે.

નેધરલેન્ડ્સને 1-0ની લીડ

મેચના પ્રથમ હાફમાં બંને ટીમો ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. બીજા હાફની 72 મી મિનિટે કોડી ગાક્પોએ ગોલ કરીને નેધરલેન્ડ્સને 1-0ની લીડ અપાવી હતી. ક્રિસેન્સિયો સમરવિલે આપેલા પાસનો ગાક્પોએ શાનદાર ઉપયોગ કર્યો અને ડચ ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી.

91 મી મિનિટે ડિઓપનો ગોલ, મેચ ડ્રો

પરંતુ સ્ટોપેજ ટાઈમમાં મોરોક્કોએ જોરદાર વાપસી કરી હતી. 91 મી મિનિટે ઈસા ડિઓપે શક્તિશાળી હેડર દ્વારા ગોલ ફટકારીને સ્કોર 1-1 થી બરાબર કરી દીધો હતો. આ ગોલ પછી મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ, જ્યાં પણ કોઈ ટીમ નિર્ણાયક ગોલ કરી શકી નહીં. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં મોરોક્કોના ખેલાડીઓએ વધુ ધીરજ બતાવી અને ઐતિહાસિક જીત મેળવી.

પેનલ્ટી શૂટઆઉટમાં મોરોક્કોની જીત

પેનલ્ટી શૂટઆઉટ દરમિયાન નેધરલેન્ડ્સના જસ્ટિન ક્લુઇવર્ટ, જ્યુરિયન ટિમ્બર અને અંતે સમરવિલે મહત્વપૂર્ણ પેનલ્ટી ચૂકી ગયા હતા. જ્યારે બીજી તરફ મોરોક્કો તરફથી રહીમી, તાલ્બી અને અંતિમ નિર્ણાયક કિક પર સાઈબારીએ ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી.

ફ્રાન્સમાં જન્મેલો ડિઓપે મોરોક્કોની જીતનો હીરો

મોરોક્કોની જીતનો હીરો ઈસા ડિઓપ રહ્યો હતો. ફ્રાન્સમાં જન્મેલો ડિઓપે અંડર-16 થી અંડર-21 સુધી ફ્રાન્સ માટે રમ્યો હતો, પરંતુ સિનિયર ટીમમાં તક ન મળતા તેણે પોતાની માતાના દેશ મોરોક્કો માટે રમવાનો નિર્ણય લીધો હતો. આજે એ જ નિર્ણય તેના માટે ઐતિહાસિક સાબિત થયો છે. હાલમાં ડિઓપ પ્રીમિયર લીગ ક્લબ ફુલહામ તરફથી રમે છે અને હવે વર્લ્ડ કપમાં પણ મોરોક્કાનો સૌથી મોટો સ્ટાર બની ગયો છે.

Breaking News: હાર્દિક પંડ્યાએ મુંબઈ છોડીને બેંગલુરુમાં સ્થાયી થવાનો લીધો મોટો નિર્ણય, જાણો કેમ

Follow Us
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
આગામી 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યભરમાં 24 કલાકમાં 173 તાલુકામાં મેઘમહેર
રાજ્યભરમાં 24 કલાકમાં 173 તાલુકામાં મેઘમહેર
આજે ચમકશે આ રાશિઓનું ભાગ્ય, જુઓ 22 જુલાઈનું રાશિફળ
આજે ચમકશે આ રાશિઓનું ભાગ્ય, જુઓ 22 જુલાઈનું રાશિફળ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">