Asian Games 2023 : તેજિન્દરપાલ સિંહ તૂરે શોટ પુટમાં જીત્યો ગોલ્ડ મેડલ, અવિનાશ સાબલેએ રચ્યો ઈતિહાસ
એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ છે અને તેજિન્દરપાલ સિંહ તૂર અને અવિનાશ સાબલે દેશ માટે બે ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સિવાય મહિલાઓની 1500 મીટર દોડમાં હરમિલન બેન્સે દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ જીત્યો હતો.
ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન રવિવારે પણ જારી રહ્યું છે. આ દિવસે ભારતીય ખેલાડીઓએ ઘણા મેડલ જીત્યા હતા. ભારતને શોટ પુટમાં તેજિન્દરપાલ સિંહ તૂર (Tajinderpal Singh Toor) પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. આ ખેલાડીએ ભારતને નિરાશ ન કર્યા અને શાનદાર પ્રદર્શન કરી દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સ 2023માં ભારત (India) નો આ 13મો ગોલ્ડ મેડલ છે. તેજિન્દર શરૂઆતમાં પાછળ રહ્યો હતો પરંતુ પછી તેણે પુનરાગમન કર્યું અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તૂરે 20.36 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
It’s rainingfor Athletics at #AsianGames2022 @Tajinder_Singh3 produced a throw of 20.36 in Men’s Shotput Final to give the 2⃣nd athleticsof the day!
Heartiest Congratulations champ#Cheer4India #HallaBol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/oOxVuJecPh
— SAI Media (@Media_SAI) October 1, 2023
અવિનાશ સાબલેએ જીત્યો ગોલ્ડ મેડલ
તેજિન્દર પહેલા અવિનાશ સાબલે એથ્લેટિક્સમાં 3000 મીટર સ્ટીપલચેસમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેડલ ઐતિહાસિક હતો કારણ કે એશિયન ગેમ્સમાં ભારતે આ પહેલા ક્યારેય આ ગેમમાં ગોલ્ડ મેડલ જીત્યો ન હતો. અવિનાશે 8:19:53 મિનિટમાં રેસ પૂરી કરી અને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
.@avinash3000m strikes #Goldat #AsianGames2022 with a new #AsianGames Record
The ace #TOPSchemeAthlete clocked a time of 8:19.50 in Men’s 3000m Steeplechase Event!
What a performance Avinash! Heartiest Congratulations #Cheer4India#HallaBol#JeetegaBharat… pic.twitter.com/fP9cPslmmW
— SAI Media (@Media_SAI) October 1, 2023
1500 મીટરમાં પણ ત્રણ મેડલ જીત્યા
ભારતીય ખેલાડીઓએ 1500 મીટરમાં ત્રણ મેડલ પણ જીત્યા છે. મહિલાઓની 1500 મીટર દોડમાં હરમિલન બેન્સે દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. તેણે આ રેસ 4:05.39 મિનિટમાં પૂરી કરી અને સિલ્વર મેડલ જીત્યો. આ રેસમાં પ્રથમ સ્થાન બહેરીનની વિનફ્રેડ યાવીને મળ્યું હતું. તેના જ દેશની માર્ટા યોટા ત્રીજા સ્થાને રહી હતી. મેન્સ કેટેગરીમાં અજય કુમાર સરોજે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે જિનસન જોન્સને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રથમ સ્થાન કતારના મોહમ્મદ અલગારનીને મળ્યું હતું.
It’s third medal of the day. A silver in women’s 1500m by Harmilan Bains @Adille1 pic.twitter.com/3iqDT2WlId
— Athletics Federation of India (@afiindia) October 1, 2023
આ પણ વાંચો : પ્લેઈંગ 11માં અશ્વિન માટે કોનું બલિદાન આપવામાં આવશે? રોહિત-રાહુલ સામે મોટો સવાલ
તૂરે બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો
તૂરે એશિયન ગેમ્સમાં બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા તે 2018 જકાર્તા એશિયન ગેમ્સમાં પણ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.સાઉદી અરેબિયાનો મોહમ્મદ દૌદા બીજા ક્રમે રહ્યો હતો. ચીનના ચિન લિયુ યાંગે ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.