Asian Games 2023 : હોકીમાં એક જ મેચમાં 3 હેટ્રિકથી ભારતે વિરોધી ટીમને 16-0થી કચડી નાખી
એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં ભારતે શાનદાર શરૂઆત કરી છે અને પહેલા જ દિવસે પાંચ મેડલ જીત્યા હતા. મેન્સ હોકી ટીમે રવિવારે કમાલ કરી હતી અને ગ્રુપ મેચમાં ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓએ હેટ્રિક ફટકારી હતી.
ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં રવિવારે કંઈક આશ્ચર્યજનક બન્યું હતું. ભારતને શરૂઆતમાં જ 5 મેડલ જીતવાની તક મળી હતી. જ્યારે હોકી (Hockey) માં પણ ટીમ ઈન્ડિયાએ ઉઝબેકિસ્તાનને હરાવી મેડલ તરફ આગળ વધ્યા છે. ભારતીય હોકી ટીમે (Team India) ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું. આ મેચ સંપૂર્ણપણે એકતરફી સાબિત થઈ હતી.
ભારતે ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું
ભારતે ઉઝબેકિસ્તાન સામેની મેચમાં 3 હેટ્રિક ફટકારી હતી, જેમાં લલિત ઉપાધ્યાય, વરુણ કુમાર અને મનદીપ સિંહે પોતાની હોકી સ્ટિક વડે જાદુ ફેલાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા હોકીમાં વિશ્વની નંબર-3 ટીમ છે, જ્યારે ઉઝબેકિસ્તાન નંબર-66 પર છે.
ત્રણ ખેલાડીઓએ હેટ્રીક ફટકારી
આ મેચમાં લલિત ઉપાધ્યાય (7, 24, 37 અને 53), મનદીપ સિંહ (18, 27 અને 28) અને વરુણ કુમાર (12, 36, 50 અને 52) એ ભારત માટે હેટ્રિક ફટકારી હતી. જ્યારે અભિષેક (17), સુખજીત સિંહ (42), શમશેર સિંહ (43), અમિત રોહિદાસ (38) અને સંજય (57)એ ગોલ કર્યા હતા. ટીમ ઈન્ડિયાની આગામી મેચ હવે 26 સપ્ટેમ્બરે સિંગાપુર સામે થશે.
The Men’s Hockey Team shines in the group stage!
They’ve aced the group stage opening match with their exceptional performance after defeating Team Uzbekistan. Let’s keep the momentum going as we move forward in the competition!
Go #TeamIndia#Cheer4India… pic.twitter.com/MMjsGWXbBB
— SAI Media (@Media_SAI) September 24, 2023
છેલ્લા બે ક્વાર્ટરમાં જ ટીમ ઈન્ડિયાએ 9 ગોલ કર્યા
ટીમ ઈન્ડિયાએ આ મેચમાં શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું અને સમયાંતરે ગોલ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે ક્વાર્ટરમાં જ ટીમ ઈન્ડિયાએ 9 ગોલ કર્યા, જેમાંથી ચાર પેનલ્ટી કોર્નરમાં આવ્યા. આ ટુર્નામેન્ટમાં મેન્સ હોકી ટીમની આ માત્ર પ્રથમ મેચ હતી અને મેડલની રમતમાં ઘણો સમય બાકી છે.
આ પણ વાંચો : Kapil Dev Kidnapping : શું કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યું ? ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને આપી જાણકારી, જુઓ Video
ભારતે પહેલા દિવસે પાંચ મેડલ જીત્યા
જો મેડલ ટેલીની વાત કરીએ તો ભારત અત્યારે નંબર-3 પર છે, તેણે અત્યાર સુધીમાં કુલ 5 મેડલ જીત્યા છે. જેમાં 3 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે, ચીન હાલમાં કુલ 14 મેડલ સાથે નંબર-1 પર ચાલી રહ્યું છે. ભારતે અત્યાર સુધી માત્ર રોઈંગ અને શૂટિંગમાં જ મેડલ જીત્યા છે, જોકે અન્ય ઈવેન્ટની મેડલ રમતો હજુ શરૂ થઈ નથી.