AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય હોકી ટીમના હાલ થયા બેહાલ, વર્લ્ડ કપમાં હાર બાદ કોચ Graham Reidએ આપ્યું રાજનામું

Hockey World Cup 2023 : આ વર્ષે ફરી એક વાર ભારતીય હોકી ટીમના ખરાબ પ્રદર્શનને કારણે ભારતીય ફેન્સ નિરાશ થયા છે. તે બધા વચ્ચે ભારતીય હોકી માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

ભારતીય હોકી ટીમના હાલ થયા બેહાલ, વર્લ્ડ કપમાં હાર બાદ કોચ Graham Reidએ આપ્યું રાજનામું
Indian hockey team coach Graham Reid resigned Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 6:48 PM
Share

વર્ષ 2018ના હોકી વર્લ્ડ કપ બાદ આ વર્ષે સતત બીજીવાર હોકી વર્લ્ડ કપ ભારતમાં યોજાયો હતો. ઈતિહાસમાં પ્રથમ વાર હોકી વર્લ્ડ કપ 2 શહેરોમાં યોજાયો હતો. ઓડિસ્સાના રાઉરકેલા અને ભુવનેશ્વરમાં યોજાયેલા આ વર્લ્ડ કપ માટે ભારે તૈયારીઓ કરવામાં આવી હતી. ગઈ કાલે 29 જાન્યુઆરીના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમની ટીમ સામે જર્મનીની ટીમે ફાઈનલમાં જીત મેળવી હતી. આ બધા વચ્ચે ભારતીય હોકી ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

ભારતીય પુરુષ હોકી ટીમના કોચ ગ્રાહમ રીડએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેમણે હોકી વર્લ્ડ કપ 2023 ખત્મ થવાના એક દિવસ બાદ ફેડરેશનના અધ્યક્ષ અને પૂર્વ દિગ્ગજ ખેલાડી દિલીપ ટિર્કીને રાજીનામું સૌંપી દીધું છે. આ સિવાય અનેલિટકલ કોચ ગ્રેગ કલાર્ક અને સાઈન્ટિફિક એડવાઈઝર મિચેલ ડેવિડે પણ રાજીનામું આપી દીધું છે.

હોકી વર્લ્ડ કપ 2023માં ભારતનું પ્રદર્શન ખુબ જ નિરાશાજનક રહ્યું હતું. ક્રોસઓવર મેચમાં જ ભારતની ટીમને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે, રાજીનામું આપનાર આ તમામ લોકો આવતા મહિનાના અંત સુધી પોતાનો નોટિસ પીરિયડ પૂરો કરશો અને પછી ભારતીય હોકી ટીમમાંથી પોતાની જવાદબાદીઓમાંથી મુક્ત થશે.

કોચ રીડના નેતૃત્વમાં આવું રહ્યું ભારતીય હોકી ટીમનું પ્રદર્શન

કોચ રીડ અને તેમનો પૂરો સ્ટાફ વર્ષ 2019માં ભારતીય હોકી ટીમ સાથે જોડાયો હતો. રીડ અને તેમના સપોર્ટિગ સ્ટાફ સાથે ભારતીય હોકી ટીમે વર્ષ 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્ષ 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં તેમની કોચિંગમાં ભારતીય હોકી ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. વર્ષ 2019માં ભારતે રીડની મદદથી એફઆઈએચ સીરીઝ ફાઈનલનો ખિતાબ જીત્યો હતો અને પછી ટોક્યો ઓલિમ્પિક માટે કવોલિફાઈ કર્યું હતું.

ટિર્કીએ રાજીનામું કર્યું મંજૂર

ફેડરેશનના અધ્યક્ષ અને પૂર્વ દિગ્ગજ ખેલાડી દિલીપ ટિર્કી અને હોકી ઈન્ડિયાના મહાસચિવ ભોલાનાથ સિંહે ટીમના પ્રદર્શન પર ચર્ચા માટે રીડ અને તેમના સ્ટાફ સાથે મુલાકાત કરી હતી. તે બાદ જ રીડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હોકી ઈન્ડિયાના અધ્યક્ષ દિલીપ ટિર્કીએ રીડ અને તેમના સપોર્ટ સ્ટાફનું રાજીનામું મંજૂર પણ કર્યુ છે.

સાથે તેમણે જણાવ્યું છે કે, ભારત હંમેશા રીડ અને તેમની ટીમનું આભારી રહેશે. તેમણે દેશને ઘણી સફળતાઓ અપાવી છે. આ સફળતાઓમાં ટોક્યો ઓલિમ્પિકનો બ્રોન્ઝ મેડલ પણ સામેલ છે. દરેક સફર ક્યારેકને ક્યારેક નવો વર્ણાક લે છે. આ આપણા માટે એવો સમય છે જેમાં આપણે ટીમ માટે કઈક નવું કરીએ.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">