Hockey World Cup : હોકી વર્લ્ડ કપ 2023માં ભારતની ટક્કર 26 જાન્યુઆરીના રોજ જાપાન સામે થશે

ન્યુઝીલેન્ડની ટીમે FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2023ની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતને ક્રોસઓવર મેચમાં ન્યુઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

Hockey World Cup : હોકી વર્લ્ડ કપ 2023માં ભારતની ટક્કર 26 જાન્યુઆરીના રોજ જાપાન સામે થશે
ભારત હોકી વર્લ્ડ કપ 2023માંથી બહારImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 3:17 PM

ભારત દ્વારા આયોજિત હોકી વર્લ્ડ કપમાં રવિવારનો દિવસ ભારતીય ચાહકો માટે દુઃખદ દિવસ હતો, જ્યાં જીતના ઉંબરે ઉભી રહેલી ભારતીય હોકી ટીમને ન્યુઝીલેન્ડના હાથે પરાજય થઈ હતી અને ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ હતી. વેલ્સ સામેની 8-ગોલની જીતને કારણે, ભારતીય હોકી ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શકી ન હતી અને છેલ્લા 16માં જગ્યા બનાવવા માટે તેને ક્રોસ-ઓવર મેચમાં ન્યુઝીલેન્ડનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા ભારતે તેની છેલ્લી મેચમાં સ્પેનને હરાવ્યું હતું. જેના કારણે તે ગ્રુપ-ડીમાં બીજા ક્રમે હતી.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

ક્રોસઓવર મેચમાં યજમાન ભારતને ન્યુઝીલેન્ડે હાર આપી

ઈંગ્લેન્ડની ટીમ ગ્રૂપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને હતી અને તેણે સીધી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી હતી. ભારત પાસે ક્રોસ ઓવર મેચ થકી જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો રસ્તો હતો. પરતું તે સપનું ભારતનું તુટી ગયું છે. દરેક પૂલમાંથી ટોચની ચાર ટીમો સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી, જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમોએ અંતિમ 8માં પહોંચવા માટે ક્રોસઓવર મેચો રમી હતી.

આ ટીમો 0 પોઈન્ટ સાથે વર્લ્ડ કપમાંથી બહાર થઈ

13 જાન્યુઆરીથી ઓડિશામાં શરુ થયેલી મેચ હવે ક્રોસ ઓવર મેચ સુધી પહોંચી છે. ગ્રુપ એમાં સાઉથ આફ્રીકાની ટીમ 0 પોઈન્ટ સાથે, ગ્રુપ બીમાં જાપાનની ટીમ 0 પોઈન્ટ સાથે, ગ્રુપ સીમાં ચીલીની ટીમ 0 પોઈન્ટ સાથે અને ગ્રુપ ડીમાં વેલ્સની ટીમ 0 પોઈન્ટ સાથે ચોથા ક્રમે રહી હતી. આ સાથે આ તમામ ટીમો હોકી વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

  • ગ્રુપ A – ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા
  • ગ્રુપ B – બેલ્જિયમ, જર્મની, કોરિયા, જાપાન
  • ગ્રુપ C – નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, મલેશિયા, ચિલી
  • ગ્રુપ D – ભારત, ઈંગ્લેન્ડ, સ્પેન, વેલ્સ

ક્રોસ ઓવર મેચમાં જીત થતા ન્યુઝીલેન્ડ અને બેલ્જિયમની ટીમ વચ્ચે બીજી કવાર્ટર ફાઈનલ મેચ રમાશે.ભારત હવે 9-16મી સ્થાનની મેચમાં પૂલ બીની છેલ્લી સ્થાને રહેલી ટીમ એટલે કે જાપાન સામે ટકરાશે. જાપાન પૂલ તબક્કામાં તેની ત્રણેય મેચ હારી ગયું હતું જ્યાં તેનો સામનો બેલ્જિયમ, જર્મની અને દક્ષિણ કોરિયા સાથે થયો હતો. ભારતની 9-16માં સ્થાન માટે મેચ જાપાન સામે 26 જાન્યુઆરીએ રાઉરકેલામાં બપોરે 2 વાગ્યે થશે.જો ભારત જાપાન સામે જીતે છે, તો તે 28 જાન્યુઆરીએ 9-13મા સ્થાનની માટે મેચ રમશે. જો ભારતની હાર થઈ તો 13-16મા સ્થાન માટેની મેચ થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">