લિયોનેલ મેસીની ટીમ પર થશે કાર્યવાહી! ફિફાએ ગંભીર આરોપ લગાવ્યા

TV9 GUJARATI

|

Updated on: Jan 15, 2023 | 3:19 PM

ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં છેલ્લી વ્હિસલ પછી, માર્ટિનેઝે ગોલ્ડન ગ્લોવ પુરસ્કાર સાથે અશ્લીલ હરકતો કરી હતી.આર્જેન્ટિના મહાન ફૂટબોલર મેસ્સીની આ છેલ્લી વર્લ્ડકપ મેચ હતી.

લિયોનેલ મેસીની ટીમ પર થશે કાર્યવાહી! ફિફાએ ગંભીર આરોપ લગાવ્યા
લિયોનેલ મેસીની ટીમ પર થશે કાર્યવાહી!
Image Credit source: Twitter

કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાએ ઈતિહાસ રચ્યો હતો. મેસ્સીની ટીમે ફાઈનલમાં ફ્રાંસને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ઐતિહાસિક જીત બાદ આર્જેન્ટિનાના કેટલાક ખેલાડીઓએ અનુશાસન ભૂલીને કંઈક એવું કૃત્ય કર્યું, જેનાથી ફૂટબોલ જગત આશ્ચર્યચકિત થઈ ગયું. ટીમની ઉજવણીની આકરી ટીકા થઈ રહી છે. આર્જેન્ટિનાની ટીમ ત્રીજીવાર વર્લ્ડકપ ચેમ્પિયન બની હતી.

 

માર્ટિનેઝે અશ્લીલ હરકતો કરી હતી

ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં છેલ્લી વ્હિસલ પછી, માર્ટિનેઝે ગોલ્ડન ગ્લોવ પુરસ્કાર સાથે અશ્લીલ હરકતો કરી હતી અને ફાઇનલ બાદ ડ્રેસિંગ રૂમમાં એમબાપ્પેને ટોણો મારતા સાંભળવામાં આવ્યા હતા. હવે આર્જેન્ટિનાને આવી વિવાદાસ્પદ હરકતોનો ભોગ બનવું પડશે.

 

 

 

 

ફીફા પગલા લેશે

ફિફાની શિસ્ત સમિતિએ તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. FIFAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “FIFA શિસ્ત સમિતિએ આર્જેન્ટિનાના ફૂટબોલ એસોસિએશનની કલમ 11 (અપમાનજનક વર્તન અને નિષ્પક્ષ રમતના સિદ્ધાંતોનું ઉલ્લંઘન) અને 12 (ખેલાડીઓ અને અધિકારીઓ સાથે ગેરવર્તણૂક) ના સંભવિત ઉલ્લંઘનને કારણે કાર્યવાહી શરૂ કરી છે.”

 

 

લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિનાની ટીમને ફિફા વર્લ્ડ કપ ટ્રોફીની ઉજવણીમાં ટીમના ખેલાડીઓએ જે કર્યું તેના માટે શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવો પડશે. તમને જણાવી દઈએ કે, ફાઈનલ મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટમાં આવ્યું હતું. એક્સ્ટ્રા સમયમાં 3-3ની બરાબરી બાદ આર્જેન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતુ.

આર્જેન્ટિનાની ટીમ ત્રીજીવાર વર્લ્ડકપ ચેમ્પિયન બની

ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચમાં ફ્રાન્સની ટીમને પેનલટી શૂટઆઉટમાં હરાવીને ફ્રાન્સની ટીમ વર્લ્ડકપ ચેમ્પિયન બની છે. મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમે પેનલટી શૂટઆઉટમાં 4-2થી જીત મેળવી હતી. આ સાથે જ આર્જેન્ટિનાની ટીમ ત્રીજીવાર વર્લ્ડકપ ચેમ્પિયન બની હતી. આ જીત સાથે આખી દુનિયામાં મેસ્સી અને આર્જેન્ટિના ટીમના ખેલાડીઓ ઝૂમી ઉઠયા હતા.

મેચમાં શું થયુ ?

આર્જેન્ટિના મહાન ફૂટબોલર મેસ્સીની આ છેલ્લી વર્લ્ડકપ મેચ હતી. મેસ્સીની વર્લ્ડકપની આ 26મી મેચ હતી. આ સાથે તેણે સૌથી વધારે વર્લ્ડકપ મેચ રમવાોનો રેકોર્ડ પણ પોતાને નામે કર્યો છે. આ રોમાંચક મેચમાં મેસ્સી એ મેચની 23મી મેચમાં પેનલટીનો લાભ ઉઠાવીનેે આ વર્લ્ડકપનો છઠ્ઠો ગોલ કર્યો હતો. મેચની 36મી મિનિટમાં આર્જેન્ટિનાના Ángel Di María એ રોમાંચક ગોલ કરીને આર્જેન્ટિનાને 2-0થી પ્રથમ હાફમાં લીડ અપાવી હતી.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati