MS Dhoniના સરસવના ખેતરોનો નજારો એટલો સુંદર કે સેલ્ફી પોઈન્ટ બની ગયો

ખેતીમાં ધોનીની મહેનતનું પરિણામ સામે આવ્યું છે. તેમના ખેતરોમાં પાક તૈયાર છે.

MS Dhoniના સરસવના ખેતરોનો નજારો એટલો સુંદર કે સેલ્ફી પોઈન્ટ બની ગયો
MS Dhoni with friend
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 3:10 PM

MS Dhoni : એમએસ ધોની (MS Dhoni) નામ એક, કામ અનેક જ્યારે તે ટીમ ઈન્ડિયા(Team India)નો કેપ્ટન હતો, ત્યારે યુવા ખેલાડીઓને પોલીશ કરવા, તેમને મોટી તકો માટે તૈયાર કરવા, ટીમ ઈન્ડિયા માટે ટાઈટલ જીતવા જેવી ઘણી બાબતોનું કામ માહી દ્વારા કરવામાં આવતું હતુ. હવે તે ક્રિકેટરમાંથી ખેડૂત બની ગયો છે તેણે કામ કરવાનું બંધ કર્યું નથી. બસ એ કામોની પ્રકૃતિ એટલે કે સ્વભાવ બદલાયો છે. હવે પાક ઉગાડો અને લણો. ખેતીમાં ધોનીની મહેનતનું પરિણામ પણ સામે આવ્યું છે. તેમના ખેતરોમાં પાક પાકવા માટે તૈયાર છે.

ધોનીનો તેના ફાર્મ હાઉસમાંથી એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સરસવના ખેતરોની વચ્ચે ઉભો જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાક તૈયાર થયા પછી આ તેની પ્રથમ તસવીર છે. સરસવના પાકની તૈયારીનો આનંદ ધોનીના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.

સરસવના ખેતરોની વચ્ચેથી ધોનીનો ફોટો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ધોનીના ફાર્મ હાઉસમાં પાક 43 એકરમાં ફેલાયેલ છે. ધોનીને તેના કૃષિ સલાહકારો દ્વારા આ પાકને સિંચાઈ અને તૈયાર કરવામાં કોચિંગ આપવામાં આવે છે. આ વાયરલ તસવીરોમાં તમે ધોની સાથે રોશનને પણ જોઈ શકો છો.

ધોનીને તેના ફાર્મ હાઉસમાં લીલા શાકભાજી પસંદ છે

ધોનીના કૃષિ સલાહકાર રોશનના જણાવ્યા અનુસાર, “ભારતીય પૂર્વ કેપ્ટને પોતાના ફાર્મ હાઉસમાં intercropping પદ્ધતિથી સરસવની ખેતી કરી છે. ધોનીના 43 એકરના ફાર્મહાઉસમાં સરસવ ઉપરાંત ઘણી શાકભાજીની પણ ખેતી કરવામાં આવી છે, જેમાં કોબી, આદુ, કેપ્સિકમ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. રોશને કહ્યું કે, ધોનીને લીલા શાકભાજી ગમે છે. તે જ્યારે પણ રાંચીમાં હોય છે ત્યારે તેને તેના ફાર્મ હાઉસમાંથી લીલા શાકભાજી ખાવાનું પસંદ હોય છે. તેમણે જણાવ્યું કે આ શાકભાજી રાંચીના સ્થાનિક બજારમાં પણ વેચાય છે.

ધોનીના સરસવના ખેતરો બની રહ્યા છે સેલ્ફીનો અડ્ડો

ધોનીના સરસવના ખેતરો હવે સેલ્ફી પોઈન્ટ પણ બની રહ્યા છે. ધોનીએ પોતે તેમાં પોતાની તસવીર ખેંચી છે. આ ક્ષેત્રોમાં કામ કરતા લોકો પણ અહીં તેમની સેલ્ફી લેવાનું કે ફોટો લેવાનું ચૂકતા નથી.

આ પણ વાંચોઃ

IPL 2022 Auction: સૌથી વધુ બેઝ પ્રાઇસ ધરાવતા ખેલાડીઓમાં વોર્નર, અશ્વિન, રબાડા અને બ્રાવોનું નામ

આ પણ વાંચોઃ

U19 World Cup:ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેચ, ક્વાર્ટર ફાઈનલ પહેલા વોર્મ અપ કરશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">