પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે દેશને પહેલો મેડલ અપાવ્યો, શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
ભારતની શૂટિંગ સ્ટાર મનુ ભાકરની મેડલ મેચ શરૂ થઈ ગઈ છે. હરિયાણાની આ છોકરી દેશને પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતાડ્યો છે
ભારતની સ્ટાર મહિલા શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં અજાયબીઓ કરી છે અને ભારત માટે પ્રથમ મેડલ જીતવામાં સફળ રહી હતી. 22 વર્ષની મનુએ ઈતિહાસ રચ્યો અને 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.ઓલિમ્પિકમાં મનુ ભાકરનો આ પહેલો મેડલ છે. ગત્ત ઓલિમ્પિક એટલે કે, ટોક્યો ઓલિમ્પિકમાં કોઈ પણ ઈવેન્ટમાં મનુ ભાકર ક્વોલિફાય કરી શકી ન હતી. મનુ ભાકર ભારત માટે શૂટિંગમાં મેડલ જીતનારી પહેલી મહિલા ખેલાડી બની છે.
ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પહેલી ભારતીય શૂટર બની છે મનુ ભાકર
A historic medal!
Well done, @realmanubhaker, for winning India’s FIRST medal at #ParisOlympics2024! Congrats for the Bronze. This success is even more special as she becomes the 1st woman to win a medal in shooting for India.
An incredible achievement!#Cheer4Bharat
— Narendra Modi (@narendramodi) July 28, 2024
ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો
મનુ ભાકરે 10 મીટર પિસ્તોલ ઈવેન્ટની ફાઈનલમાં 221.7 પોઈન્ટ લઈ ત્રીજા સ્થાને રહી હતી. આ પહેલા ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતને શૂટિંગમાં 4 મેડલ મળ્યા હતા. પરંતુ 4 વખતે શૂટર પુરુષ હતા. ભારત માટે શૂટિંગમાં પહેલો મેડલ 2004માં એથેન્સ ઓલિમ્પિકમાં રાજ્યવર્ધન સિંહ રાઠૌરે જીત્યો હતો.તેમણે મેન્સ ડબલ ટ્રેપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ બીજિંગ ઓલિમ્પિકમાં અભિનવ બિંદ્રાએ 10 મીટર એર રાયફલ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતને શૂટિંગમાં ત્રીજો મેડલ 2012 લંડન ઓલિમ્પિકમાં મળ્યો હતો. તે વખતે ગગન નારંગે 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
View this post on Instagram
ત્યારબાદ લંડન ઓલિમ્પિકમાં 2012માં વિજય કુમારે 25 મીટર રૈપિડ ફાયર એર પિસ્તોલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. હવે મનુ ભાકરે શાનદાર પ્રદર્શન કર્યું અને મનુ ભાકર ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પહેલી ભારતીય શૂટર બની છે.
કોણ રહ્યું નંબર 1 પર
તમને જણાવી દઈએ કે, મનુ ભાકરે 10 મીટર પિસ્તોલ ઈવેન્ટની ફાઈનલમાં 221.7 પોઈન્ટ લઈ ત્રીજા સ્થાને રહી હતી. આ ઈવેન્ટમાં પહેલા નંબર પર કોરિયાની ઓહ યે જિન રહી જેમણે 243.2 અંક મેળવ્યા હતા અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઓલિમ્પિકનો રેકોર્ડ પણ રહ્યો છે. તો આ ઈવેન્ટમાં બીજા સ્થાને પર કોરિયાની કિમ યેજી રહી છે. જેમણે 241.3 અંક કર્યા અને સિલ્વર મેડલ પોતાને નામ કર્યો હતો.