AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jhulan Goswami: બાળપણમાં ટેનિસ બોલથી બોલિંગ શીખી, વિશ્વની બીજી સૌથી ઝડપી બોલર બની

ભારતમાં ક્રિકેટનો સૌથી વધુ ક્રેઝ છે. પુરૂષ ક્રિકેટરો પાસે તમામ ખ્યાતી છે, પરંતુ મહિલા ક્રિકેટરોની પણ ફેન ફોલોઈંગ ઓછી નથી.

Jhulan Goswami: બાળપણમાં ટેનિસ બોલથી બોલિંગ શીખી, વિશ્વની બીજી સૌથી ઝડપી બોલર બની
Jhulan Goswami
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 2:11 PM
Share

ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમ (Women cricket team)ની ખેલાડી રહી ચુકી છે. સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તેના નામે છે. તે મહિલા ક્રિકેટ ટીમની મજબૂત બોલર છે. મિતાલી રાજ (Mithali Raj) પહેલા ઝુલન ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હતી. ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)માં 2000થી વધુ ઓવર લેનારી વિશ્વની એકમાત્ર બોલર હોવાનો ખિતાબ પણ ધરાવે છે. આવો જાણીએ દેશની આ મજબૂત મહિલા બોલર ઝુલન ગોસ્વામી વિશે.

ઝુલન ગોસ્વામી જીવનચરિત્ર

ભારતીય ક્રિકેટ ટીમનું મોટું નામ બની ગયેલી ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) પશ્ચિમ બંગાળની છે. ઝુલન ગોસ્વામીનો જન્મ 25 નવેમ્બર 1982ના રોજ નાદિયા જિલ્લામાં થયો હતો. ઝુલનની માતાનું નામ ઝર્ના અને પિતાનું નામ નિશિત ગોસ્વામી છે.

ઝુલનના પિતા ઈન્ડિયન એરલાઈન્સમાં નોકરી કરે છે. ઝુલનનું પ્રારંભિક શિક્ષણ જિલ્લાના ચકડા શહેરમાં થયું હતું. તેને નાનપણથી જ રમતગમતમાં રસ હતો, પરંતુ તેની માતાને ઝુલનનું ગલીમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમવાનું પસંદ નહોતું.

તે દિવસોમાં ઝુલન ટેનિસ બોલથી બોલિંગ કરતી હતી. બાળકો તેના બોલ પર ચોગ્ગા અને છગ્ગા ફટકારતા હતા અને ઝુલનની ધીમી બોલિંગની મજાક ઉડાવતા હતા. અહીંથી ઝુલને નક્કી કર્યું કે તે એક ઝડપી અને શાનદાર બોલર બનીને રહેશે.

ઝુલન ગોસ્વામીની ક્રિકેટમાં એન્ટ્રી

ઝુલને એમઆરએફ એકેડમીમાંથી ટ્રેનિંગ લીધી હતી. 15 વર્ષની ઉંમરે તેની બોલિંગે પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. ઝુલનને જાન્યુઆરી 2002માં ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પ્રથમ વખત રમવાની તક મળી.

ઝુલન ગોસ્વામીના નામે રેકોર્ડ

  • ભારતીય બોલર ઝુલન ગોસ્વામી (Jhulan Goswami)ના નામે ઘણા મોટા રેકોર્ડ છે. ઝુલન ગોસ્વામી વિશ્વની બીજી સૌથી ઝડપી બોલર છે.
  • આટલું જ નહીં ઝુલન ગોસ્વામી મહિલા વનડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર પણ છે. તેણે કુલ 333 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે.

ઝુલન ગોસ્વામીને મળ્યા આ એવોર્ડ

  • એમએ ચિદમ્બરમ ટ્રોફી માટે શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનો ખિતાબ પણ મળ્યો છે.
  • 2010માં અર્જુન એવોર્ડ અને 2012માં પદ્મશ્રી
  • ઝુલન ગોસ્વામીને 2007માં ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો

આ પણ વાંચો : Corona case in India : 7 મહિના પછી માત્ર 8 દિવસમાં કોરોના કેસ 10 હજારથી વધીને 1 લાખ , PM MODI સંબોધશે રાજ્યનાં CM સાથે બેઠક

g clip-path="url(#clip0_868_265)">